SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ બેન્જામિન ડિઝરાયલીનું આમ-સભાનું પહેલું પ્રવચન સદંતર નિષ્ફળ ગયું. પ્રવચનને અંતે એણે કહ્યું, “આજે હું બેસી જઈશ; પરંતુ એવો વખત આવશે કે જ્યારે તમે મને સાંભળશો.” એ પછી ડિઝરાયલી આમ-જનતાની સમસ્યાઓનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યો. બ્રિટનની આમસભામાં વાસ્તવિક આંકડાઓ સાથે એની વિધક રજુઆત કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે સત્તાધારી પક્ષને ડિઝરાયલીની દલીલોનો જવાબ આપવો મુશ્કેલ બની જતો. | ડિઝરાયલી સમય જતાં બ્રિટનની આમ-સભાનો વિરોધ પક્ષનો નેતા થયો. ત્યારબાદ એનો પક્ષ વિજેતા બનતાં એ ત્રણ ત્રણ વખત નાણામંત્રી બન્યો અને તે પછી ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન થયો. પોતાના દુઃખી દિવસો ડિઝરાયલી ભૂલ્યો ન હતો. એણે ગરીબ મજૂરો અને કારીગરોની સ્થિતિ સુધારવા કાયદા કર્યા. મહેનતકશ લોકોના શોષણને અટકાવવાનો પ્રયાસ કર્યો. એણે એવા કેટલાય સુધારા કર્યા કે જેને પરિણામે ડિઝરાયલી બ્રિટનનો કુશળ રાજનીતિજ્ઞ તરીકે જાણીતો બન્યો. આ ડિઝરાયલીએ નવલકથાઓમાં તત્કાલીન ઇંગ્લેન્ડની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનું આલેખન કર્યું. જીવનમાં પારાવાર હાડમારીઓ ભોગવનાર ડિઝરાયલીની વર્ગવિહીન સમાજની ભાવના એની કથાઓમાં પ્રગટ થઈ. દેશ માટે એ સ્વપ્નદ્રષ્ટા ગણાયો. રશિયાના વિખ્યાત સાહિત્યકારોમાં અનન્ય સ્થાન ધરાવતા ઇવાન સર્ગવિચ હાથની તુર્ગનેવની માતા પાસે એક લાખ અને દસ હજાર હેક્ટરની વિશાળ જમીન હતી હૂંફનું દાન અને એ જમીન પર પાંચ હજાર જેટલા ખેતમજૂરો ખેતકામ કરતા હતા. તુર્ગનેવે ખેતમજૂરોનું યાતનામય જીવન જોયું અને એના ચિત્ત પર એની એવી ઊંડી અસર થઈ કે એણે રશિયાના ખેડૂતજીવન વિશે નવલકથાની રચના કરી. એમણે ગ્રામપ્રદેશનાં વિવિધ ચિત્રો આલેખ્યાં અને ખેતમજૂરોનું નિર્દય અને ક્રૂર રીતે શોષણ કરતા જમીનદારોનું વ્યંગ્ય અને ઉપહાસભરી વાણીમાં આલેખન કર્યું. એક વાર ઇવાન તુર્ગનેવ રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે એમણે એક ગરીબ વૃદ્ધ માનવીને ભીખ માગતો જોયો. એના શરીર પર ગુણપાટનાં ચીંથરાં લટકતાં હતાં. દેહ જાણે હાડપિંજર ! એનો ચહેરો કાળો પડી ગયો હતો અને તાવથી થરથરી રહ્યો હતો. આ વૃદ્ધ નજીકથી પસાર થતા તુર્ગનેવ આગળ પોતાનો જૂન્મ : ૨૧ ડિસેમ્બર ૧૮૦૪, લંડન, ઇંગ્લૅન્ડ. અવસાન ઃ ૧૯ એપ્રિલ, ૧૮૮૧, લંડન, ઈંગ્લેન્ડ ૧૧૦ મનની મિરાત મનની મિરાત ૧૧૧
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy