SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવર્ય, યુ દેશનો રાજકુમાર કુંગ અતિ ઉદાર છે. રાજ કુમાર કુંગ ગઈ કાલે શિકારે નીકળ્યો, ત્યારે શિકાર પાછળ દોડવા જતાં એનું રત્નજડિત તીર રસ્તામાં ક્યાંક પડી ગયું. રાજસેવકોને આની જાણ થતાં આ તીરને શોધવા માટે તેઓ આખું જંગલ ખુંદી વળ્યા, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં.” ઘણી મહેનત કર્યા બાદ નિરાશ થયેલા રાજસેવકોએ રાજ કુમાર કુંગને કહ્યું, અમે આખું જંગલ ખૂંદી વળ્યા, પણ ક્યાંય પેલું રત્નજડિત સુંદર તીર અમને મળ્યું નહીં.” ગુસ્સે થવાને બદલે રાજકુમાર કુંગે શાંતિથી કહ્યું, કશો વાંધો નહીં, આપણા રાજના જંગલમાં જ પડ્યું છે એટલે આપણા રાજ ના કોઈ વતનીને જ મળ્યું હશે. સારું થયું.” નગરજનોએ કહ્યું, “રાજકુમાર કેવા ઉદાર દૃષ્ટિવાળા કહેવાય? રત્નજડિત તીર ગુમાવ્યાનો અફસોસ કરવાને બદલે એમણે કેવું સરસ આશ્વાસન મેળવ્યું !” માનવતાવાદી કફ્યુશિયસે કહ્યું, “રાજકુમાર કુંગ વિશાળ દૃષ્ટિનો છે એમ હું માનતો નથી. મારા મંતવ્ય પ્રમાણે તો એ સંકુચિત દૃષ્ટિનો કહેવાય. એણે એમ કહેવું જોઈતું હતું કે ખેર! માણસની વસ્તુ માણસને જ મળી ને !” અમેરિકાના બેન્જામિન ફ્રેન્કલિન મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, વિજ્ઞાની સમયની અને અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામું તથા એનું બંધારણ ઘડનાર મુત્સદી તરીકે મોકળાશ જાણીતા બન્યા. સાબુ અને મીણબત્તી બનાવનાર ગરીબ પિતાનાં સત્તર સંતાનોમાંથી બેન્જામિન ફ્રેન્કલિન દસમું સંતાન હતા. માત્ર ૧૦ વર્ષની વય સુધી અભ્યાસ કરવાની તક મળી. બારમા વર્ષે તો પોતાના ભાઈના છાપખાનામાં શિખાઉ તરીકે કામે વળગ્યા. પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં અને પછી ગ્રેટબ્રિટનના લંડનમાં કામ કર્યું. એમણે ચલણી નોટો છાપનાર તરીકે અને પંચાંગના પ્રકાશક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. એથીય આગળ જઈને અગ્નિશામક વિભાગ, આપ-લે પુસ્તકાલય અને અકાદમીની સ્થાપના કરી. સમય જતાં આ અકાદમીએ પેન્સિલવેનિયા યુનિવર્સિટી રૂપે સાકાર થઈ. પ્રકાશન પછી અમેરિકાના ઉત્તર વિભાગનાં બધાં સંસ્થાનોની ડેપ્યુટી પોસ્ટ માસ્ટર જનરલની કામગીરી બજાવી. એવામાં વિજ્ઞાનમાં રસ પડતાં એમણે સ્થિત-વિદ્યુત (સ્ટેટિકઇલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત શોધ્યો. બીજી બાજુ અમેરિકી વસાહતોને મનની મિરાત ૮૩ જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ઇ. પૂ. પપ૧, કુ, ક્રો ડાયનેસ્ટી, ચીન અવસાન : ઈ. ૫. ૪૩૯, ફક, ઝો ડાયનેસ્ટી, ચીન ૮૨ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy