SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ચાબુકથી ફટકારવામાં આવતા, હરાજીમાં વેચાતા અને ગુંડાઓનો ત્રાસ ભોગવતા હબસીઓની વેદનાનાં ચિત્રો એમની આંખ આગળથી પસાર થવા લાગ્યાં. ભીતરમાં એવી પારાવાર વેદના હતી કે હેરીએટ માટે ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. એણે ચર્ચમાં બેસીને જ પોતાની કથાનું પહેલું પ્રકરણ લખી નાખ્યું. ઘરે આવ્યા પછી હેરીએટે પોતાના પુત્રોને એણે લખેલું પ્રથમ પ્રકરણ આપ્યું. એમાંની વેદનાની વાત વાંચીને એના પુત્રો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. જ્યાં દેવું થતાં સ્ત્રીને વેચવામાં આવતી હોય અને એની સાથે એનો પાંચ વર્ષનો બાળક પણ વેચાતો હોય એવી વાસ્તવિક ઘટનાનું આલેખન હતું. હેરીએટના પતિએ ૨ડતા પુત્રોને જોઈને કારણ પૂછ્યું, તો જાણ્યું કે હેરીએટે લખેલી કથા વાંચીને સંતાનો રડી રહ્યાં છે. હેરીએટના પતિએ પહેલું પ્રકરણ લઈને વાંચવા માંડ્યું અને વેદનાનો ચિતાર વાંચીને એમનું હૈયું ભરાઈ આવ્યું. કેવી અકથ્ય વેદના! જ્યાં મોત એ જ જીવનનો વિસામો હોય છે. હેરીએટના પતિએ એને આગ્રહ કર્યો કે વહેલામાં વહેલી તકે એ આ કથા લખી નાખે, જેથી પ્રજાને શબ્દ દ્વારા પોતાના ભીતરની વેદનાનો સાક્ષાત્કાર કરાવી શકે. હેરીએટે રાતદિવસ જોયા વિના લખવા માંડ્યું. ‘નૅશનલ એરા' નામના સામયિકમાં એ હપતાવાર પ્રગટ થતી રહી. એણે માત્ર સાહિત્યજગતમાં જ નહીં, પણ વિચારકો, બૌદ્ધિકો અને આમ જનતામાં નવી સંવેદના જગાવી. એને પુસ્તકાકારે પ્રગટ કરવાની માગણી થતાં ૧૮૫૧માં “અંકલ ટોમ્સ કૅબિનના નામે એ પ્રગટ થઈ. આજે દોઢસોથી પણ વધુ વર્ષ વીતી ગયા હોવા છતાં વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલી આ મહાન નવલકથા વાચકના ચિત્તને સાવંત જ કડી રાખે છે અને એની આંખમાંથી આંસુ સરવા લાગે છે. કર અમેરિકાના પ્રખ્યાત નિબંધલેખક અને રહસ્યવાદી-ચિંતક હેન્રી ડેવિડ થોરોને મને માફ બાળપણથી પ્રકૃતિનું અદમ્ય આકર્ષણ હતું. વાલ્ડન જંગલો પાસેના સરોવર નજીક એમણે સ્વયં કુટિરનું નિર્માણ કર્યું અને લગભગ બે વર્ષ સુધી પ્રકૃતિની ગોદમાં એકાંત સેવન કર્યું. સવારે લેખનપ્રવૃત્તિ કરતા અને એ પછી જંગલો અને ખેતરોમાં રઝળપાટ કરતા. નદી-સરોવરમાં એકલા નાવ લઈને ઘૂમવા નીકળી પડતા. આ પ્રકૃતિપ્રેમીએ ‘વાલ્ડન (૧૮૫૪) નામની અમેરિકન સાહિત્યની એક મહત્ત્વની કૃતિની રચના કરી. પ્રકૃતિપ્રેમી હેઝી થોરોએ એક વાર એવો વિચાર કર્યો કે નગરની બહાર, ખેતરોની વચ્ચે એક નાનકડું મકાન બનાવીને રહીએ તો કેવું ! આ માટે હેન્રી થોરોએ જમીનના દલાલોનો સંપર્ક સાધ્યો અને આ દલાલોએ ખૂબ ઓછા ભાવે જમીન મેળવી આપી. એક વારના દસ ડૉલરની કિંમતની જમીન માત્ર ત્રણ ડૉલરમાં મળી ગઈ. એનું કારણ એ હતું કે જે ખેડૂતની આ જમીન હતી, એને જમીનના એ સમયના ભાવોની કશી ગતાગમ નહોતી. વળી એ એવી આર્થિક ભીંસમાં હતો કે પાણીના મૂલે પણ જમીન વેચવા તૈયાર હતો. જમીન-દલાલોએ આ ભોળા મનની મિરાત ૨૯ જન્મ ૧૪ જૂન, ૧૮૧, કનેક્ટિકટ, અમેરિકા અવસાન : ૧ જુલાઈ, ૧૮૯૭, ઇર્ટફોડ, કૌષ્ટિકટ, અમેરિકા ૨૮ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy