SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ લિંકનના ઇલિનૉઇસ રાજ્યમાં ગુલામી પ્રથા ધરાવતા દક્ષિણના રાજ્યમાંથી આવેલા પુષ્કળ લોકો હતા. બીજી બાજુ ગુલામી પ્રથાની નાબૂદી માટે અમેરિકાનાં રાજ્યોમાં ઠેર ઠેર રચાયેલી ઍબોલિશન સોસાયટીઓના ઍબોલિશનિસ્ટ સભ્યો સાથે રાજ્યમાં સતત સંઘર્ષ ચાલતો હતો. ઇલિનૉઇસ રાજ્યમાં મોટા ભાગના લોકો ગુલામીની પ્રથાની તરફેણ કરતા હોવાથી ગુલામી-નાબૂદીના આંદોલનને વખોડતો ઠરાવ પણ ધારાસભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો. આ સમયે અબ્રાહમ લિંકન પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કરી રહ્યા હતા. ઇલિનૉઇસ રાજ્યના નીચલા ગૃહની પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. ગુલામીની પ્રથાને અન્યાયી અને અનીતિના પાયા ઉપર રચાયેલી માનનારા અબ્રાહમ લિંકનની તરફેણમાં કોઈ નહોતું. રાજ્યમાં આ પ્રથાના ટેકેદારોનું વર્ચસ્વ હતું, તેમ છતાં રાજકારણના નવા નિશાળિયા અબ્રાહમ લિંકને વહેતા પ્રવાહે જવાને બદલે પોતાનો આગવો અવાજ ઊભો કર્યો. લિંકનને માટે સૌથી મહત્ત્વની બાબત હતી અંતરાત્માનો અવાજ. એને અનુસરવું એ જ કર્તવ્ય. આથી ચૂંટણીના લાભાલાભનો સહેજે વિચાર કર્યો નહીં. પરિણામે રાજકીય કારકિર્દીના પ્રારંભે લિંકનનો પરાજય થયો, પણ તેઓ પોતાની વાતને વળગી રહ્યા. બે પરાજય પછી ૧૮૩૯માં ત્રીજી વખત ચૂંટણીમાં ઊભા રહ્યા અને વિજયી બન્યા, એટલું જ નહીં પણ ગૃહમાં વ્હિગ પક્ષના નેતા તરીકે સ્થાન મેળવ્યું અને અંતરાત્માના અવાજને અનુસરીને આંતરવિગ્રહનો ભય વહોરીને પ્રમુખ અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા દૂર કરી. ૨૬ જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હાર્ડીન કાઉન્ટી, કેન્ટુકી, અમેરિકા અવસાનઃ ૧૫ એપ્રિલ, ૧૮૯૫, વોિગ્ટન ડી.સી.. અમેરિકા મનની મિરાત રવિવારની સવારે હેરીએટ બીચર સ્ટોવ એના નિયમ પ્રમાણે ચર્ચમાં ધર્મોપદેશ સાંભળવા ગયાં. ચર્ચના પાદરીએ ઈસુ ખ્રિસ્તના સંદેશાને સમજાવતાં કહ્યું કે, ‘બધા માનવી એક જ પિતાનાં સંતાન છે, આથી એક માનવીએ બીજા માનવીને મદદ કરવી જોઈએ. એકબીજાની મુશ્કેલીઓમાં ભાગ લેવો જોઈએ અને એકબીજા સાથે કુટુંબના સભ્યોની જેમ સ્નેહથી વર્તવું જોઈએ.’ મોત એ જ વિસામો પાદરીના આ શબ્દો સાંભળતાં જ હેરીએટ બીચર સ્ટોવ વ્યથિત બની ગયાં. એમની દૃષ્ટિ સમક્ષ પશુથી પણ બદતર હાલતમાં જીવતા અને પારાવાર જુલ્મો સહન કરતા હબસીઓ દેખાવા લાગ્યા. જો એ પણ એક જ પિતાના સંતાન હોય, તો એમની સાથે આવો અમાનવીય વર્તાવ થઈ શકે ખરો ? એવામાં હેરીએટ બીચર સ્ટોવને કાને પાદરીના શબ્દો પડે છે કે, ‘સત્કર્મો જ પ્રભુના રાજ્યને લાવવામાં મદદરૂપ બને છે.’ હેરીએટ વિચારે છે કે ગુલામીની પ્રથાને કારણે નિષ્ઠુર, અત્યાચાર અને ઘોર અન્યાય સહન કરતા હબસીઓ પ્રત્યે આ શ્વેત પ્રજાનું કેવું વલણ છે ? સત્કર્મોની વાત તો દૂર રહી, પણ તેઓ સાથે છડેચોક કેવાં ભયાનક કુકર્મો આચરી રહ્યા છે. મનની મિરાત ૨૭
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy