SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ “ભાઈઓ, સભ્યતા અને સંસ્કાર એ કહે છે કે આપણે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે નમ્રતા અને સૌજન્ય દાખવવાં જોઈએ. જો સમ્રાટ આવી વિનમ્રતા અને શાલીનતા નહીં દાખવે, તો પ્રજા કઈ રીતે પરસ્પરને આદર આપશે ?” દરબારીઓએ કહ્યું, “આપે તો પ્રજાનો આદર સ્વીકારવાનો હોય, એને આપવાનો નહીં.” સમ્રાટ બોલ્યા, “જુઓ, પ્રજા ત્યારે જ રાજાને આદર આપે, જ્યારે રાજા એમના પ્રત્યે પૂર્ણ આદર અને પ્રેમ દર્શાવે. લોકોને એમ લાગવું જોઈએ કે સત્તા પ્રજાની સાથે છે. એનાથી દૂર નથી. રાજાશાહીનો અર્થ નાગરિકોને આતંકિત કરવાનો નથી, પરંતુ એમના ભીતરમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો છે. એ ત્યારે જ શક્ય બને, જ્યારે સમ્રાટ અને સમસ્ત અધિકારીઓ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરે.” પણ સમ્રાટ, કોઈ ભેદ તો હોવો જોઈએ ને રાજા અને ભિખારી વચ્ચે .” અકળાઈને એક રાજ દરબારી બોલી ઊઠ્યો. હેન્રી ચોથાએ ઉત્તર આપ્યો, “સમ્રાટ હોય કે ભિખારી હોય, પણ એ ભૂલવું જોઈએ નહીં કે બધા જ માનવ છે, સમ્રાટ જ્યારે ન્યાય આપવા બેસે છે, ત્યારે એના રાજ્યમાં સહુ કોઈ સમાન હોય છે. એમાં અધિકારી, દરબારી, દુ:ખી કે ગરીબ વચ્ચે કોઈ ભેદ હોતો નથી. એ સમાનતાની આંખે જુએ, તો જ એ સાચો ન્યાય તોળી શકે.” સમ્રાટ હેન્રી ચોથાનો ઉત્તર સાંભળીને અધિકારીઓએ પોતાની ભૂલ બદલ સમ્રાટની ક્ષમા માગી. ખેડૂત કુટુંબમાં જન્મેલા આઇઝેક ન્યૂટને બાળપણમાં પિતાનું શિરછત્ર કાંકરા, ગુમાવ્યું અને દાદીમાના હાથે એમનો ઉછેર થયો, ન્યૂટનના ગામમાં નિશાળ નહોતી, વીણું છું તેથી દસ કિલોમીટર દૂર આવેલી ગ્રંથમની ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરવા જતા હતા. ઓગણીસ વર્ષની વયે એમણે કેમ્બ્રિજની પ્રખ્યાત ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. માત્ર બાવીસ વર્ષની વયે એમણે દ્વિપદી ( ) પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કર્યું. ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં કેટલાંય સંશોધનો કરીને ન્યૂટન વિશ્વમાં મહાન સંશોધક તરીકે ખ્યાતિ પામ્યા, કલનશાસ્ત્ર, ગુરુત્વાકર્ષણનો નિયમ અને પ્રકાશશાસ્ત્રને લગતાં એમનાં સંશોધનોએ જ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નવી ક્ષિતિજો ઉઘાડી આપી. વિશ્વની રચના અંગેનાં તેમનાં સંશોધનો આજે પણ સંશોધ કોને સહાયરૂપ બને છે. ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સૂત્રો અને ઘટનાઓ એમના નામ સાથે જોડાયેલાં છે. સર આઇઝેક ન્યૂટનને મળવા માટે એક સ્ત્રી આવી. એણે આ મહાન સંશોધકની ખ્યાતિ સાંભળી હતી. ન્યૂટને એ સ્ત્રીને આવકાર આપીને પોતાના ઘરમાં ખુરશી પર બેસવા કહ્યું અને નમ્રતાથી કહ્યું, “આપનું સ્વાગત કરું છું, મનની મિરાત ૧૯ જન્મ : ૧૩ ડિસેમ્બર, ૧૫૩, પાઉં, શન્સ અવસાન : ૧૪ મે, ૧૦, પૅરિસ, શન્સ ૧૮ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy