SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી વાત સહેજે બરાબર નથી” એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે અનેક માણસોને રહેંસી નાખનારા જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.” બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા. ચર્ચાસભામાં અત્યારસુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછયું, “અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે ?” ડાયોજિનિસે ગંભીર અવાજે કહ્યું, “જુઓ મિત્રો, માઠું ન લગાડશો. આજ સુધી હું જંગલી પ્રાણીના ગુણવાળા નિદાખોર માણસને અને સુધરેલા પ્રાણીના ગુણવાળા ખુશામતખોરને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનતો હતો, પણ આજ મારો મત બદલાઈ ગયો છે. હવે હું તત્ત્વનો પૂરો પાર પામ્યા વગરનું, અર્ધજ્ઞાની અને અર્ધઅજ્ઞાની એવા મતાગ્રહી ‘વિદ્વાન નામના પ્રાણીને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનું છું. એ પ્રાણી પોતાના મતને સત્ય ઠરાવવા હઠાગ્રહી બને અને મમતે ચડે ત્યારે સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાથ્યને માટે જેટલું હાનિકારક અને ભયાવહ બને છે તેટલું ભયંકર દુનિયામાં અન્ય કોઈ પ્રાણી હોઈ શકે નહીં.” ફ્રાન્સના ઉત્કૃષ્ટ રાજવી હેન્રી ચોથાએ ફ્રાન્સને યુદ્ધોમાંથી ઉગારીને સમ્રાટ અને પ્રગતિના પથ પર મૂક્યું. વિદેશો સાથે એણે વેપાર કર્યો અને આગવા દૃષ્ટિકોણથી ભિખારી. રાષ્ટ્રના વિકાસ માટે પ્રયાસો કર્યા. પોતાના સર્વ પ્રજાજનોને સમાન ગણતાં હેન્રી ચોથાની નજરે ગરીબ કે અમીર, રાજ દરબારી કે સામાન્ય માનવી - સહુ કોઈ સરખા હતા. એક વાર હેન્રી ચોથો પોતાના અધિકારીઓ સાથે કોઈ સમારંભમાં જતો હતો, ત્યારે રસ્તામાં ઊભેલા એક ભિખારીએ હંટ ઉતારીને માથું ઝુકાવીને સમ્રાટનું અભિવાદન કર્યું. સમ્રાટે પણ ભિક્ષુકના અભિવાદનનો એ જ વિનમ્રતાથી પ્રત્યુત્તર આપ્યો. આ જોઈને હેન્રી ચોથાની સાથે રહેલા અધિકારીઓ અને દરબારીઓ અકળાઈ ઊઠ્યા અને એમાંના એકે કહ્યું, સમ્રાટ, એક સાવ સામાન્ય ભિખારીના અભિવાદનનો આવો ઉત્તર આપવો તે આપને માટે શોભારૂપ ગણાય નહીં. જો આવી રીતે તમે ભિખારીઓને આદર આપતા રહેશો, તો રાજાશાહીનું ગૌરવ સાવ ઝાંખું પડી જશે.” અધિકારીની વાત સાંભળીને સમ્રાટે હસતાં હસતાં કહ્યું, મનની મિરાત ૧૭ જન્મ : ઇ. સ. પૂર્વે ૪૧૨, સિનોપ, ગ્રીસ અવસાન : ઈ. પૂર્વે ૩૨૩, કોરિ, ગ્રીસ ૧૬ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy