SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૬ - આત્મ'ને જાણ્યા વિના ‘હત્યા’ કરવા દોડી જાવ છો કેટલીક વ્યક્તિઓ પોતાના વર્તમાન જીવનને સતત ધિક્કારતી હોય છે. એ પોતાની આજની જિંદગી પ્રત્યે તિરસ્કાર ધરાવતી હોય છે અને આવી નકામી, પરેશાનીભરી, નરક સમી જિંદગી મળી એનો દિવસ-રાત વસવસો કરતી હોય છે. રોજિંદા જીવનમાં ડગલે ને પગલે સ્વ-જીવન અંગે નિસાસા નાખતી હોય છે, પરંતુ આ વ્યક્તિ એ હકીકત વીસરી જાય છે કે તમે તમારી જિંદગીને ગમે તેટલી તિરસ્કારશો, તોપણ તમારે એ જીવવાની તો છે જ. એને જેટલી ધિક્કરશો એટલી ધિક્કરની ભાવના તમારા દિલમાં આવશે અને તેથી સ્વજીવન ધિક્કરપાત્ર બનશે, પણ એથીય આગળ વધીને તમારી જીવનદૃષ્ટિ જ ધિક્કરભરી બની જશે. આસપાસના માણસો અળખામણો લાગશે. વારંવાર એમના પર બ્રેધાયમાન થઈ જ શો. ક્યારેક આવેશમાં ચિત્ત પરનો કાબૂ ગુમાવીને એમને કટુવચનો કે અપશબ્દો કહેશો. કોઈક વાર હિંસક હુમલો પણ કરી બેસશો, કારણ કે પોતાની જિંદગીને ધિક્કરનારને બીજાના જીવન માટે કશો આદર હોતો નથી. આથી વ્યક્તિનું મહત્ત્વનું કાર્ય એ સ્વજીવનને ચાહવાનું છે. જીવનમાં જે સ્થિતિમાં હોય, જે શારીરિક શક્તિ-મર્યાદા ધરાવતો હોય, જે પારિવારિક પરિસ્થિતિ હોય, તેને સ્વીકારીને એણે સ્વ-જીવનને ચાહવું જોઈએ. એનું સીધુંસાદું કારણ એટલું જ કે તમે જીવનને ચાહશો કે ધિક્કરશો, પરંતુ એ જીવન તમારા આયુષ્યકાળ દરમિયાન તમારી સાથે જ રહેવાનું છે . સહેજ વિપરીત પરિસ્થિતિ ઉદ્ભવતાં વ્યક્તિ પોતાના વર્તમાન જીવન પ્રત્યે નિરાશ અને ઉદાસીન બની જાય છે. જીવન બોજરૂપ લાગતાં આત્મહત્યા ભણી દોરાય છે. તમે હજી તમારા ‘આત્મ'ને ચાહ્યો જ નથી, ત્યાં વળી એની ‘હત્યા' કરવા કેમ ધસી જાવ છો ? - પ૭ કરુણા જન્મતી નથી, મૃત્યુ પામતી નથી માનવી પ્રકૃતિએ ગુણવાન હોવા છતાં અવગુણોની ખાણ કેમ બની ગયો? એના હૃદયમાં કરુણા સતત પ્રવાહિત હોવા છતાં એ શા માટે ક્રૂર અને ઘાતકી બની ગયો ? હકીકતમાં કરુણા એ એનો સ્વભાવ હોવાથી એને એનું સર્જન કરવું પડતું નથી કે એનું વિસર્જન કરવું પડતું નથી. એ કરુણા કોઈ કારણથી જાગતી નથી કે એ કરુણા કોઈ નિમિત્તથી વિસરાઈ જતી નથી. આમ છતાં માનવ કરુણામય જીવનને બદલે સ્વાર્થી જીવન કેમ જીવે છે ? અંગત લાભને ખાતર અન્યને હાનિ કરતાં કેમ અચકાતો નથી ? પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે એ કોઈ પણ દાનવી કે અમાનવીય સાધન અજમાવતાં કેમ અચકાતો-ખચકાતો નથી ? આ બધી ક્ષણોએ એના હૃદયમાં કરુણા તો વહેતી જ હોય છે. માત્ર એના પર અવરોધ કે આવરણ આવી ગયું હોય છે. આકાશમાં સૂર્ય તો સદા ચમકતો હોય છે. એની આગળ વાદળોનું આચ્છાદન થાય તો સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે, પણ એનો અર્થ એ નથી કે સૂર્ય સંપૂર્ણપણે અસ્ત કે નષ્ટ થયેલો છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે ભેદ એ છે કે કરુણા જન્મતી નથી અને મૃત્યુ પામતી નથી. ક્રૂરતા જન્મે છે અને મૃત્યુ પામે છે. કૂરતા ક્યારેક પ્રગટ થાય છે અને કરુણા પર આવરણ નાખી દે છે, પરંતુ એ કૂરતા દૂર થશે એટલે તરત જ કરુણા આપોઆપ અનુભવાશે. ક્રૂરતાને પ્રગટવા માટે કારણ જોઈએ. કોઈ આધાર કે સાધન જોઈએ, કરુણાને પ્રગટાવવાની હોતી નથી, એ તો માનવહૃદયમાં અવિરતપણે વહેતી હોય છે. શોક અંગત હોય છે, કરુણા સાર્વત્રિક છે. શોકમાં દુઃખ છે, કરુણામાં સ્નેહ છે. સ્વજનના મૃત્યુથી શોક થાય છે, કોઈ પરાયાની પીડા જોઈને કરુણા જાગે છે. શોકને ‘સ્વ'ની સીમા વળગેલી છે, કરુણા પાસે ‘સર્વ” પ્રત્યે અસીમ સંવેદના હોય છે. 58 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 59.
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy