SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ નિષ્ફળતામાં પ્રગતિ છુપાયેલી છે ! ૪૦ – હૈયું ઠાલવવાના હેતુ જુદા જુદા હોય છે ! તમારી પાસે હૈયું ઠાલવવા આવનાર હંમેશાં કોઈ દાનની અપેક્ષાએ આવતો નથી. કેટલાકને મનમાં વલોવાતી પેટછૂટી વાત કહીને એમાંથી છુટકારો મેળવવો હોય છે. કેટલાક પોતાનાં દુ:ખ-દર્દનું લાંબું વર્ણન એ માટે કરતા હોય છે કે એમને તમારી સહાનુભૂતિ ઉધાર લેવી હોય છે. કેટલાકે માત્ર જાણકારી આપવા ખાતર વાત કરતા હોય છે. નવો બંગલો કે નવાં આભૂષણોની ચર્ચા પાછળ આવો અહંકાર ડોકિયાં કરતો હોય છે. પોતાના ગર્વને પ્રગટ કર્યા વિના એમને ચેન પડતું નથી. એવું પણ બને કે સામેની વ્યક્તિને રસ હોય કે ન હોય, પણ એ એની લાંબી અહંકાર કથાનું વર્ણન કર્યા વિના રહી શકતો નથી. ક્યારેક વ્યક્તિ એવો મૂંઝાયેલો હોય છે કે બીજાની સમક્ષ પોતાનું હૈયું ઠાલવી દેવા માગતો હોય છે. કોઈ પોતાના તનાવમાંથી મુક્તિ પામવા માટે બીજાના કાન ગીરવે લેવા માંગે છે. આ રીતે કેટલાંય કારણોસર વ્યક્તિ બીજાની સાથે વાત કરવા ચાહતી હોય છે. એની વાત સાંભળવા અને એનો દૃષ્ટિકોણ સમજવા માટે ખામોશી જરૂરી છે. આથી કોઈ તમારી સાથે નિરાંતે વાત કરવા આવે, તો અકળાવાની લેશમાત્ર જરૂર નથી. આર્થિક સહયોગ માટે નહીં, પરંતુ ભાવનાત્મક સહાય માટે એ પોતાની વાત તમારા ગળે ઉતારવા માગે છે. સ્ત્રીઓ વાત કરીને પોતાના મન પરનો ભાવનાત્મક બોજ હળવો કરવા ચાહતી હોય છે, જ્યારે પુરુષો પોતાની સમસ્યાનું સમાધાન શોધવા માટે વિશેષ વાતો કરતા હોય છે. સામી વ્યક્તિને શાંતિથી સાંભળવી તે પહેલું કામ અને એના કહેવા પાછળનો ઇરાદો પામવો તે બીજું કામ, આ રીતે તમે શાંતિથી સાંભળી, એનો દૃષ્ટિકોણ જાણીને આગળ ધપશો, તો તમારો સઘળો વ્યવહાર આસાન બની જશે. તમને મળવા આવનારી વ્યક્તિને આનંદ અને સંતોષ સાથે વિદાય આપી શકશો. સફળતા કરતાં નિષ્ફળતા વિશેષ ઉપયોગી અને લાભદાયી છે. સફળતાના પૂર્ણવિરામ વ્યક્તિ સ્થિર અને સ્થગિત થઈ જાય છે, જ્યારે નિષ્ફળતાના અલ્પવિરામ એ આગળ ધપવાનો અહર્નિશ પડકાર અનુભવે છે. સફળતા કરતાં નિષ્ફળતા વધુ સમજ અને શિક્ષણ આપનારી છે. નિષ્ફળતા આપણને આપણા વિશે અને આપણી આસપાસની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતન કરવા પ્રેરે છે. નિષ્ફળ વ્યક્તિ એની નિષ્ફળતાની ચિકિત્સા કરશે, ત્યારે વિચારશે કે મારા સ્વભાવની, આદતની કે વ્યક્તિત્વની કોઈ મર્યાદા આ નિષ્ફળતામાં કારણભૂત છે ખરી ? નિષ્ફળતા એ આંતરદર્શનનો અમૂલો અવસર આપે છે. વ્યક્તિ પોતાની કાર્યપદ્ધતિ અંગે પણ વિચાર કરશે અને એમાંની કોઈ ત્રુટિ નિષ્ફળતાનું કારણ બની હોય તો એના નિવારણ અંગે યત્ન કરશે. નિષ્ફળતા પામીને બેસી રહેનારો જીવનભર નિષ્ફળતા ઓઢીને જીવે છે. એનું નિવારણ કરનાર માટે નિષ્ફળતા સફળતાનું સોપાન બને છે. એમ પણ વિચારશે કે પરિસ્થિતિની યોગ્ય પરખનો અભાવ કે પછી વ્યાપક દૃષ્ટિએ જોવાની મર્યાદા એ તો નિષ્ફળતાનાં કારણ બન્યાં નથી ને ! આ રીતે નિષ્ફળતા વ્યક્તિને આત્મપરખ અને દિશાદર્શન આપે છે. એને પાર કરીને આગળ વધનારી વ્યક્તિ વધુ દઢતા અને આત્મવિશ્વાસથી આગેકૂચ કરે. છે. નિષ્ફળતાથી અટકી જનારો આરંભે જ આથમી જાય છે, પરંતુ નિષ્ફળતાને વટાવીને આગળ ચાલનારો મધ્યાહ્ન પહોંચે છે. નિષ્ફળતા પછી વ્યક્તિ વધુ ખમીરવંતો, વધુ દૃઢનિશ્ચયી અને વધુ દૃષ્ટિવંત બને છે અને પરિણામે એ વ્યક્તિ પોતાના ધ્યેય પ્રતિ બમણા વેગથી ગતિ કરે છે. જીવનમાં ગતિ પામવા માટે પણ નિષ્ફળતા ઉપયોગી બને છે અને વખત જતાં એ જ પ્ર-ગતિમાં પરિણમે છે. નિષ્ફળતાની ભીતરમાં જ સફળતા છુપાયેલી છે. 42 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 43
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy