SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તમારે પૃથ્વી પરનું નર્ક નીરખવું છે ! બીજાનો ચેપી રોગ જલદી લાગુ પડે છે, જ્યારે કોઈનું સ્વસ્થ આરોગ્ય આપણે લઈ શકતા નથી. ચેપી રોગ પ્રાપ્ત કરવા કશી મહેનત કરવાની જરૂર હોતી નથી, જ્યારે સ્વસ્થ આરોગ્ય સંપાદિત કરવા માટે સ્વયં પુરુષાર્થ કરવો પડે છે, આથી જ રોગિષ્ઠ સાથે રહેવું કે આરોગ્યવાન સાથે રહેવું એ જીવનની નિર્ણાયક બાબત બની રહે છે. પ્રમાદી, નિષ્ક્રિય અને પ્રયોજનહીન વન ગાળતા માનવીઓને ક્યારેય તમારી નજીક આવવા દેશો નહીં. પ્રમાદી માનવી નકારાત્મક વલણ લઈને જીવતો હોય છે. એને કશું કરવું નથી અને કોઈ કરે તે પસંદ નથી. નિષ્ક્રિય માનવી કાં તો કામ કરતો નથી અથવા તો પોતાના કામની બીજાને ખો આપે છે. આવી વ્યક્તિનું જીવનકાર્ય સવારે ઊઠવામાં અને રાત્રે સૂવા સુધી સીમિત હોય છે. એને જીવનમાં કોઈ હેતુ જડતો નથી અને તેથી જીવન પ્રત્યે એ ઉદાસીન થઈ જાય છે. એના હાથ, પગ, ચિત્ત અને પુરુષાર્થનું અપમાન કરે છે. નિરાશાના નર્કનો સાક્ષાત્કાર કરવો હોય તો કોઈ પ્રમાદીને જોવો. એની પાસે દરિદ્રતાની ચાવી, નિર્બળતાનું રૂપ, બહાનાનું સૌંદર્ય અને પરતંત્રતાની પ્રબળ ઇચ્છા હોય છે. એથીય વિશેષ ધ્યેયનિષ્ઠ વ્યક્તિઓ તરફ એ ઘૃણા રાખવા માંડે છે. પ્રમાદી, નિશ્ર્યિ કે પ્રયોજનહીન વ્યક્તિઓ સાથે રહેવાનું સૌથી મોટું જોખમ એ છે કે એમના ચેપી રોગનાં જંતુઓની અસર થતાં સહેજે વાર લાગતી નથી. તમને પણ તેઓ પોતાની નાતમાં ભેળવી દેશે અને ધીરેધીરે એમના જેવા બનાવી દેશે. જો એમની સાથે વધુ રહેશો તો તમને પણ એના જેવી નિષ્ચિતા કોઠે પડી જશે, આથી નિષ્ફળ થયા હોવા છતાં ઝઝૂમનારા લોકો સાથે રહેવાનું વધુ પસંદ કરવું. જિંદગીના પડકારો સામે મજબૂત મુકાબલો કરતાં લોકોની સાથે રહેવાથી પેલા ચેપી રોગનાં જીવલેણ જંતુઓનો પ્રબળ પ્રતિકાર થઈ શકે. ક્ષણનો ઉત્સવ 22 ૨૧ દુઃખની શોધ પાછળ માનવી દોડે છે વ્યક્તિના જીવનમાં ક્ષણિક અને શાશ્વત વચ્ચેનું વિચિત્ર લાગે તેવું દ્વંદ્વયુદ્ધ અવિરતપણે ચાલતું હોય છે. જે ક્ષણિક છે એને વ્યક્તિ શાશ્વત માને છે અને એની એ માન્યતા સાથે જ જીવનનાં મહાદુઃખોનો પ્રારંભ થાય છે. ધન ક્ષણિક છે. એ સદાકાળ ટકતું નથી અને છતાં વ્યક્તિ દૃઢતાથી માને છે કે આ ધન સદા સર્વદા એની પાસે જ રહેવાનું છે. પોતે સંજોગોવશાત્ નિર્ધન બની શકે એવું સ્વપ્નેય માનતી નથી. યશવાન પોતાના યશને સદૈવ અને યુગો સુધી ટકી રહેનારો માને છે. પ્રેમી જ્યારે પ્રણયનો પ્રારંભ કરે છે, ત્યારે માને છે કે એનો પ્રેમ તો શાશ્વત છે અને તે માત્ર આ ભવપર્યંત મર્યાદિત નથી, કિંતુ ભવોભવ સુધી ચાલનારો-ટકનારો છે. વનના ઝંઝાવાતો આવતાં વ્યક્તિનો યશ ઓછો થાય છે અથવા તો વ્યક્તિને અપયશમાં જીવવું પણ પડે છે. અતિ ધનવાન સાવ ગરીબ બની જાય છે અને જે પ્રેમ શાશ્વત લાગતો હતો, એ પ્રેમ ઝાંખો પડવા લાગે છે. આનું કારણ એ છે કે જે થોડો સમય ટકનારું છે એને દીર્ઘકાળપર્યંત રહેનારું માને છે. જે સ્થિર નથી, એને સ્થિર માનીને જકડીને પકડી રાખે છે અને એથી જ રાજકારણી કે ધનવાનને સત્તાવિહોણી કે ધનવિહોણી દશામાં જીવવાનું આવતાં સાવ દયનીય બની જાય છે. આમ વ્યક્તિ જે ચાલ્યું જવાનું છે, એને પકડી રાખવાનો અને હંમેશને માટે એના પર પ્રભુત્વ સ્થાપવાનો પ્રયાસ કરે છે. જે પરિવર્તનશીલ છે, એને સ્થાયી માને છે. સત્તા અને સમૃદ્ધિની ટોચ પર હોય ત્યારે એનો અહંકાર સાતમા આસમાને હોય છે. એની પરિવર્તનશીલતાને ઓળખી નહીં શકતી વ્યક્તિ અંતે સ્વયં એનું જીવન દુ:ખમય બનાવે છે. ક્ષણનો ઉત્સવ 23
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy