SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઍટલાંટિક મહાસાગરની અધવચ્ચે તો એકસો માઈલની ઝડપે વાવાઝોડું ફૂંકાતું હોય, આવા ગાંડાતૂર સાગરમાં નૌકા તો દડાની જેમ ઊછળે. વધુ ઊછળે તો ઊંધી વળી જવાનોય ભય. ઘણા અનુભવી નાવિકો તો આવી ખતરનાક સ્પર્ધાથી ડરીને દૂર જ રહ્યા. કોઈ રમતલેખકે તો આને અશક્ય અને ઘેલછાભરી નૌકાસ્પર્ધા કહી. પણ છપ્પન વર્ષના ચિશેસ્ટરે ઍટલાર્દિક મહાસાગરને પાર કરવા માટે ઝુકાવ્યું. ઈ. સ. ૧૯૬૦ની અગિયારમી જૂનની વહેલી સવારે ચિશેસ્ટરે બ્રિટનના પ્લાયમથ બંદરેથી વિશ્વની સૌથી કપરી અને ખતરનાક સ્પર્ધાનો આરંભ કર્યો. ચિશેસ્ટરની સાથે બીજા ચાર હરીફોએ ભાગ લીધો હતો. આ બધામાં ચિશેસ્ટર સૌથી મોટી ઉંમરના હતા. ઇંગ્લેન્ડના પ્લાયમથ બંદરેથી ન્યૂયૉર્ક સુધી પહોંચવાના દરિયાઈ માર્ગની લંબાઈ છે પૂરા ત્રણ હજાર માઈલ. સાગરના અફાટ ખોળે પોતાની ઘણા સઢવાળી નૌકાને ફાંસિસ ચિશેસ્ટર શક્ય તેટલી ઝડપથી હંકારતા હતા. સફરને પંદરમે દિવસે - બરાબર છવ્વીસમી જૂનના દિવસે - દરિયામાં ભયાનક તોફાન જાગ્યું. પવનના સપાટા સાથે ઊછળી આવતાં ઊંચાં ઝડપી મજા નૌકા સાથે અથડાવા લાગ્યાં. ઓગણચાળીસ ફૂટની ‘જિસી મોથ’ ધ્રૂજી ઊઠી. એનાં પાટિયંપાટિયાં ડોલી ઊઠ્યાં. નૌકાની કૅબિનમાં આરામ કરતા ચિશેસ્ટર એકાએક એમની પથારીમાંથી ઊછળી પડ્યા. માંડ માંડ ઊભા થવા ગયા અને ફરી પછડાયા. આખરે લથડતે પગે સૂતક સુધી પહોંચ્યા, ‘જિણી મૉથ ' પણ ચિશેસ્ટરની માફક જ લથડિયાં ખાતી ડોલી રહી હતી. તૂતક પર ગરજતાં મોજાંના પાણીના ફુવારા ઊડતા હતા. સઢ એવો ભયાનક ફફડાટ કરતા હતા. કે જાણે હમણાં જ એનો અવાજ કાન ફાડી નાખશે. નૌકાનાં પાટિયાં અને દોરડાં તો ક્યારે તૂટશે એ કહી શકાય તેમ ન હતું. ચિશેસ્ટરની આંખો પરનાં ચશમા પર પાણીની એટલી છાલકો વાગી હતી કે એમને કશું દેખાતું જ ન હતું. માંડ માંડ સમતોલન જાળવવા એ પ્રયત્ન કરતા હતા, જ્યારે ક તો ઘૂઘવાતા મહાસાગરના મુખમાં સહેજ માં જ ધકેલાઈ જતાં બચી જતા. કોઈ વાર પાટિયું, કોઈ વાર દોરડું તો કોઈ વાર થાંભલો પકડીને પોતાની જાતને જાળવી રાખતા. સઢ ઉતારવા માટે ચિશેસ્ટરે પાંચ 30 * જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy