SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ એ ન્યૂઝીલૅન્ડ પાછા ફર્યા. ઈ. સ. ૧૯૩૧માં ‘ટાસ્માન' સમુદ્ર પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉડ્ડયન કરવાનું અનોખું સાહસ હાથ ધર્યું. આશ્ચર્યની બાબત એ હતી કે એમનું ‘જિપ્સી માંથ’ આટલી લાંબી સફર માટે પૂરતું બળતણ સંગ્રહી શકે તેમ ન હતું. આથી ‘જિસી મોંથ ' વિમાનને દરિયા પર ઉતારી શકાય એવા દરિયાઈ વિમાનમાં પલટી નાખ્યું. ચિશેસ્ટરે પોતાની સફરના રસ્તામાં આવતા બે ટાપુઓના બારામાં ઊતરીને બળતણ ભરી લેવાનું નક્કી કર્યું. જો આ સફરમાં તેઓ આ નાનકડા ટાપુને શોધવામાં નિષ્ફળ જાય તો ચિશેસ્ટરનો અંજામ એક જ હતો અને તે મોત ! આ ઉડ્ડયનમાં એમને વિલંબ થયો. આ સમયે તેમનું વિમાન લૉર્ડ હોવે ટાપુ પાસેના બારામાં પવનના તોફાનના કારણે ખૂંપી ગયું. સદ્ભાગ્યે ટાપુવાસીઓએ વિમાન બહાર કાઢીને એના સમારકામમાં મદદ કરી. આટલું થયા પછી ચિશેસ્ટરના મગજમાં એવી ધૂન સવાર થઈ કે હવે તો વિમાનમાં બેસીને આખા વિશ્વની જ સફર ખેડવી. પરંતુ જાપાન સુધી પહોંચ્યા બાદ એમના વિમાનને ગંભીર અકસ્માત થયો અને ચિશેસ્ટરને ગંભીર ઈજા. થઈ. પહેલાં તો એવું લાગ્યું કે ચિશેસ્ટર બચશે પણ નહીં, પરંતુ થોડા સમયમાં જ એ સાહસવીર અવનવી સાહસની દુનિયામાં ફરી હાજ૨ થઈ ગયા. નબળી આંખોવાળા ચિશેસ્ટરને વિશ્વયુદ્ધમાં ભાગ લેવાની તક ન મળી, પણ એમણે કેટલીક આગવી પદ્ધતિઓ શોધી કાઢી કે જેનાથી યુદ્ધ સમયે વિમાનચાલકોને લાભ થાય. ચિશેસ્ટર ઉંમરની અડધી સદી વટાવી ગયા ત્યારે વળી એમને એક નવો શોખ જાગ્યો. ઈ. સ. ૧૯૫૨માં નૌકા ચલાવવાનું શીખવા માંડ્યું અને ૧૯૬૦માં તો કાબેલ ખલાસીની માફક એકલા એટલાન્ટિક પાર કરવાની નૌકાસ્પર્ધામાં ઊતર્યા. પોતાની નૌકાનું નામ રાખ્યું : ‘જિપ્સી મૉથ.' આ ‘જિપ્સી માંથ'ને આયર્લેન્ડમાં તૈયાર કરી. સામાન્ય સંજોગોમાં આવી ઘણા સઢવાળી નૌકાને ચલાવવા છ-સાત માણસની જરૂર પડે, પણ અહીં તો ચિશેસ્ટર એકલે હાથે નૌકામાં દરિયો ખેડવાના હતા. નૌકાની લંબાઈ ઓગણચાલીસ ફૂટ અને વજન તેર ટન હતું. નવાઈની વાત તો એ હતી કે આ અગાઉ ચિશેસ્ટરે કદી બાર ફૂટથી વધુ લાંબી નૌકા ચલાવી ન હતી ! સાગરનો સાવજ - 19
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy