SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય ? ‘પ્રોફેટ’ પુસ્તકમાં તમે આલેખેલાં ઉત્કૃષ્ટ વિચારો અને વ્યાપક ભાવનાઓનું શું? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ ન પડે? કે માત્ર બીજાને માટે જ છે ?” ભાવનાશીલ સર્જકે કહ્યું, “વાત વિચારવા જેવી છે. હું તમને અદાલતમાં ઊભા કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો કરતો નથી ને? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન ધનને ખાતર હું મારા જ શબ્દોનું મારે હાથે ખૂન નહીં કરું ?” ખલિલ જિબ્રાનને ‘પ્રોફેટ'ની પ્રસ્તાવના યાદ આવી. એમાં એમણે લખ્યું હતું, “હું જ્યારે ‘પ્રોફેટ’ લખી રહ્યો હતો, ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું.” શું આ શબ્દો માત્ર આડંબરયુક્ત હતા ? સર્જક-વિચારક ખલિલ જિબ્રાને પોતાના શબ્દગૌરવને ખાતર અદાલતનાં બારણાં ખખડાવવાને બદલે હાનિ સહન કરવાનું નક્કી કર્યું તેમ જ બંને સ્ત્રીઓએ કરેલા અન્યાયને ભૂલીને એમને ક્ષમા આપી. ૧૪ જન્મ : ૬, જાન્યુઆરી, ૧૮૮૩, બન્ની, લૈબનોન અવસાન : ૧૦ એપ્રિલ, ૧૯૩૧, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા જીવનનું જવાહિર અંગ્રેજ સર્જક એડિસન શાંતિથી પોતાનું કાર્ય કરતા હતા, ત્યારે એકાએક કામ પ્રમાણે એમનો ભત્રીજો ત્રાટક્યો. એણે આવીને ગતિ ધડાધડ કામ કરવા માંડ્યું અને બન્યું એવું કે એણે અત્યંત ઉતાવળમાં કરેલું કામ સાવ બગડી ગયું. બધી મહેનત પર પાણી ફરી વળ્યું. સાહિત્યકાર એડિસને એને એકાદ વખત શિખામણ પણ આપી કે જરા થોડી ધીરજ ધરીને કામ કર. આવી ઉતાવળ કરવાનો બહુ અર્થ નથી. ભત્રીજાએ કહ્યું, “કાકા, મને ઠંડું, ઢીલું કે ધીમું કામ પસંદ નથી. ઠંડા અને ઢીલા લોકો પણ સહેજે ગમતા નથી. આખો જમાનો તીવ્ર ઝડપથી દોડી રહ્યો છે, ત્યારે ધીમે ચાલનાર જમાનાથી પાછળ પડી જાય છે. વળી ઉતાવળે કામ ક૨વાથી શરીર પણ ચેતનવંતુ રહે છે. સમજ્યાં ?" એડિસને કહ્યું, “આ તારી ભ્રમણા છે. હું તને ઢીલાશથી, વિલંબથી કે બિનજરૂરી રીતે ધીમે ધીમે કામ કરવાનું કહેતો નથી, પરંતુ હું તને એટલું જરૂર કહેવા માગું છું કે જે કામમાં જેટલી ઝડપ થઈ શકે તેમ હોય, એટલી જ ઝડપ કરવી. એનાથી વધુ ઝડપ ઘણી વાર કામને બગાડી નાખે છે. જમવું જરૂરી છે, જીવનનું જવાહિર ૧૫
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy