SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એમના નેતૃત્વ અને અનુભવોને કારણે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાતા રહ્યા, એટલું જ નહીં, પણ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન શારીરિક મુશ્કેલીઓ ધરાવતા રૂઝવેલ્ટ ઘણી વાર વિદેશના પ્રવાસે ગયા. પ્રમુખ રૂઝવેલ્ટે ચર્ચિલ અને સ્ટાલિન જેવા રાજપુરુષો સાથે યુદ્ધ અંગે અને એ પછી શાંતિના સમય અંગે ચર્ચાઓ કરી. ૧૯૪૪માં રૂઝવેલ્ટ ચોથી વાર અમેરિકાના પ્રમુખ બન્યા. દેશમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કરતા રૂઝવેલ્ટ પક્ષાઘાતની શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં ક્યારેય થાકતા નહીં. લાંબા પ્રવાસ બાદ પણ એમના ચહેરા પર તાજગી દેખાતી હતી. એક વાર અમેરિકાના આ કર્મઠ પ્રમુખને કોઈએ પૂછ્યું, “આટલો બધો શ્રમ ઉઠાવો છો અને આટલી બધી શારીરિક પીડા સહન કરો છો, એનું રહસ્ય શું ?” પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું, “અડગ સહનશક્તિ. તમે જે માણસને જુઓ છો એને પક્ષાઘાત પછી પગનો અંગૂઠો હલાવવાનું પૂરેપૂરું શીખતાં બે વર્ષ લાગ્યાં હતાં. આ જ સહનશક્તિએ મને હંમેશાં કામના થાકને બદલે નવી તાજગી આપી છે.” ૧૨ જન્મ અવસાન - ૩૦ જાન્યુઆરી, ૧૮૮૨, હાઇડ પાર્ક, ન્યૂયૉર્ક, અમેરિકા : ૧૨ એપ્રિલ, ૧૯૪૫, વૉર્મ સ્પ્રિંગ્સ, જ્યોર્જિયા, અમેરિકા જીવનનું જવાહિર ખલિલ જિબ્રાને એમનાં ચિંતનાત્મક લખાણોથી, ઉત્તમ કોટિના વિચારસૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના મારા જ શબ્દોનું ખૂન માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યાં. ખલિલ જિબ્રાન સરળ કિંતુ ભાવનાપ્રધાન જીવન જીવ્યા. આ કવિ-ચિત્રકારને જગતના વ્યવહારની બાબતમાં ઝાઝી સૂઝ પડતી નહીં. એક વાર બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલિલ જિબ્રાનની સાથે મોટી છેતરપિંડી કરી. કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન નક્કી કર્યું કે આ બંનેને અદાલતના પાંજરામાં ઊભાં રાખીને જ જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાતા વળશે. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જિબ્રાનને આર્થિક રીતે સાવ મુફલિસ બનાવી દીધો હતો. આમાંની એક સ્ત્રી જિબ્રાનની પાસે એનું જ પુસ્તક “ધ પ્રોફેટ’ લઈને આવી અને સવાલ કર્યો, “તમે અમને અદાલતમાં જીવનનું જવાહિર ૧૩
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy