SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સુબાએ અબુબકરને આગેવાની છોડાવવા લાલચ આપતાં કહ્યું, ‘શેખ, લોકોના ચાળે બહુ ન ચડો. એ બધા તો આપમતલબી છે. મતલબ હશે ત્યાં સુધી પીઠ થાબડશે. મતલબ પૂરો થયે એ જ લોકો પીઠ પર ખંજરના ઘા કરતાં નહીં અચકાય. નોકરી જોઈતી હોય તો અરજી પેશ કરો. સારી જગા અપાવીશ.' શેખે જવાબ આપ્યો, ‘સુબાસાહેબ, હું કામદારોનો પ્રતિનિધિ છું. એમનાં છોકરાં ભૂખે તરફડતાં હોય અને હું તખ્ત તાઊસની નોકરીમાં એશઆરામ ભોગવું, એ કદી ન બને. જરા નજર તો કરો ! કામદારો કામના અભાવે ભીખ માગે છે. કસબીઓ ચીંથરેહાલ બન્યા છે. અમદાવાદનો ઉદ્યોગ દૂઝતી ગાય છે, એ ગાયને વસૂકાવી ન નાખો !” સૂબાએ ગુસ્સે થઈને દમ માર્યો, ઓહ, નમાજનો સમય છે. ઈદનો તહેવાર છે. એ સમયે આવી ગુસ્તાખી !' ‘સૂબાસાહેબ, ઈદનો તહેવાર સહુનો છે. તમે ખાશો અને બીજા શું ભૂખ્યા રહેશે ?” સુબાએ ફૂટ પડાવવાની તક ઝડપી, એ બોલ્યો, અરે ! આજે ઈદને દિવસે તમામ ઇસ્લામીઓને મારે ત્યાં જમવાનું ઈજન છે.” અબુબકરના સાથીઓએ સાફ ઇન્કાર કરતાં કહ્યું, ‘શું અમારા હિંદુ બિરાદરો ભૂખ્યા રહેશે અને અમે જમણ જમીશું? હરગિજ નહીં.” ‘શેખ, સત્તા સામે તું બંડ જગાવે છે. યાદ રાખજે ! સામે આલમગીર ઔરંગઝેબ છે. તારે ખૂબ સહન કરવું પડશે.' સૂબાએ વાઘનખ બહાર કાઢ્યા. જાનફેસાની ] =.
SR No.034421
Book TitleBiradari
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy