SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અમે કામદાર છીએ. કામ અમારો ખુદા છે. રાજ એની ફરજ અદા કરીને અમને કામ આપે અને રોજી-રોટી આપે.” શેખ, છોટા ભૃહ ઔર બડી બાત ! રાજ પોતાની ફરજ સારી રીતે સમજે છે. રૈયતની રોજી-રોટીની એને પૂરી ફિકર છે, પણ તમે તો આલમગીરી શાસન સામે બંડ જગાવવા માગો છો.” સૂબાએ શેખ અબુબકરને સકંજામાં લેવા ચાલ ખેલી. પહેલાં ધર્મને નામે ફોસલાવવા પ્રયત્ન કર્યો, પછી રાજની શેહ બતાવીને દબાવવા પ્રયાસ કર્યો. શેખ અબુબકર સહેજે ડગ્યો નહીં. એણે કહ્યું, ‘અમારે કામદારોને શાસન સામે બળવો પોકારવો નથી. અમે કોઈનું રાજ ચાહતા નથી. અમારે તો રોટી સાથે નિસ્બત છે. કામદારોને કોઈ પદની પડી નથી. અમને તો પેટ ભરવાની ફિકર છે. તમે સુબા છો. રાજના પ્રતિનિધિ છો. તમારી નીતિએ પ્રજાની રોજી-રોટીની કેવી તબાહી સર્જી છે, તેની મારે જાણ કરવી છે.' પાલખીમાં બેઠાબેઠા ઠંડે કલેજે સૂબાએ જવાબ આપ્યો, ‘મને હાલની રાજનીતિમાં કશું ખોટું દેખાતું નથી. રાજ કદી રૈયતની તબાહી કરે નહીં. એને તો રૈયતની તરક્કીમાં રસ છે.' એક તરફ સત્તાનો દોર હતો. બીજી તરફ ભૂખની ભડકતી આગ હતી ! શેખ અબુબકરે પોતાની અરજ પેશ કરી, “સૂબાસાહેબ, તમારી રાજનીતિને કારણે અમારી રોટી ટળી છે. તમે દિલ્હીની મોરલી પર નાચનારા છો. અમદાવાદના આબાદ વેપારનો નાશ કરનારાં પગલાંને તમે પડકાર્યો નહીં, બલકે એની પૂજા કરી. મોટા હિંદુ વેપારીઓને અધર્મી ગણીને કચડવામાં ધર્મસેવા માની.' - સુબાએ મોટી મૂછો પર હાથ ફેરવતાં કહ્યું, “અરે ! એ વેપારીઓ લુચ્ચાઈ કરતા હશે, કામદારો કામચોરી કરતા હશે. એમની બેજવાબદારીનો આ બરાબર બદલો હશે.” શેખે તરત જવાબ આપ્યો, “ઓહ ! બેજવાબદારી તો ઘણી છે. 31 જાનફેસાની u =
SR No.034421
Book TitleBiradari
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy