SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાજનો નાચ-રંગ,ગાનતાન ને હાસ્ય-વિનોદમાં ઝૂમી રહ્યાં. વૈશાલી તો વૈશાલી હતું. એની અદા જુદી હતી. એની ખૂબી અનોખી હતી. એનાં નર-નારને જોવાં એ નયનોનો આનંદ અને જીવનની ધન્યતા હતી. એ દિવસે એના ગણિકા આવાસો હજારો પરદેશીઓથી ઊભરાઈ ગયા. ગણતંત્રમાં ગણિકા અને ગૃહવધૂ સમાન હતાં. દરેકને ગણતંત્રની નાગરિકતાનું અભિમાન હતું; બધે એ અભિમાનમાં ગણિકાઓ વધારે રાચતી. એની સ્વતંત્રતાને જેમ સીમા નહોતી તેમ એના વૈરવિહારોને કોઈ મર્યાદા નહોતી. એક રીતે કહીએ તો ગણતંત્રની ગુપ્ત શક્તિ નૃત્યાંગનાઓ ને ગણિકાઓ હતી. ધનથી તદ્દન નિરપેક્ષ પુરુષોને રીઝવવાનું એ મુખ્ય સાધન હતી. ઘણી ગણિકાઓ આથી પણ વધુ હિંમત ધરાવતી હતી. અને ગણતંત્રના રાજ કાજ માં ભાગ લેવાની ઇચ્છામાં રાચતી, કારણ કે એ એનો વૈયક્તિક અધિકાર હતો. અને રાજ કારણમાં ભાગ લેવાનો અધિકાર મેળવવા માટે થોડીએક છંદશલાકાઓ (મતલાકડી) મેળવવી એ એને માટે કંઈ દુર્લભ નહોતું. પણ, ઘણી ગણિકાઓ રાજ કાજની એ માથાકૂટમાં પડવા ઇચ્છતી નહોતી. કારણ કે પોતાનું ધાર્યું કરાવવા માટે જોઈએ તેટલા રાજપુરુષો એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતા, અને સુવર્ણ પણ આ માર્ગે જ વધારે મળતું. આ ગણિકાઓ નાટક ૨ચતી, અને પોતાનાં ગીત, નૃત્ય, સંતાપ ને અભિનયથી પ્રેક્ષકોના મન હરતી. આ નાટકો ધર્મસભાઓમાં ને ધર્મમંડપોમાં થતાં, અને અગ્રગણ્ય પુરુષો એને જોતા ને એનો સત્કાર કરતા. આમ્રપાલીએ પોતાનું વન ભગવાન બુદ્ધને ભેટ કર્યું, ને ક્ષત્રિય રાજ કુમારોએ આપેલી ધનની ગમે તેવી લાલચને એ વશ ન થઈ, આ પ્રસંગે આ મહત્તામાં ઠીક ઠીક વધારો કર્યો. લોકો કહેવા લાગ્યા કે જે હરિને ભજે એ હરિનો થાય. ગણિકા, નટી કે નૃત્યાંગના થઈ તેથી શું ? બહુ જનોના સુખ માટે તેઓનું રૂપ યૌવન ને કલા વપરાય છે. હવે તો તેઓને રાજ તરફથી માન-પાને પણ મળવા લાગ્યાં હતાં. મોટા યોદ્ધાઓ જેટલું સન્માન એ ગણિકાઓ પામતી. એ વિચારને સ્તૂપપૂજાના દિવસે મુનિજીએ વધુ વેગ આપ્યો. અલબત્ત, ફાલ્ગની કોઈ ગણિકા નહોતી; એ તો કુલવધુ હતી. અને એના જેવી સેવામૂર્તિને મુનિજી જેવાએ પોતાને પડખે સ્થાન આપીને એક રીતે સ્ત્રીસન્માનને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. ફાલ્ગનીએ પ્રથમ સ્તૂપપૂજા કરી. આજ સુધી પવિત્ર સંતો સિવાય એ પૂજા કોઈને પ્રાપ્ત થઈ નહોતી. આજ ફાલ્ગનીને એ પ્રાપ્ત થઈ. મુનિજીએ સ્વયં એની 172 D શત્રુ કે અજાતશત્રુ સેવાને બિરદાવવાને જાહેર પ્રવચન કરતાં કહ્યું, ‘ગણતંત્રની આ પવિત્ર સ્તૂપપૂજા આજે એક દેશસેવિકાના વરદ હસ્તથી થાય છે. એ આપણું સૌભાગ્ય છે. ગણતંત્ર તો સ્ત્રી-પુરુષને પોતાની બે આંખો સમાન માને છે. કઈ આંખ રાખવી અને કઈ ફોડવી, એનો પ્રશ્ન જ ન હોય, છતાંય લોકમાનસમાં સ્ત્રીઓ માટે આજ સુધી સંકુચિત વિચારસરણી સેવાતી હતી. પણ એ સંકુચિત ભાવનાઓની દીવાલો આજે જમીનદોસ્ત થાય છે, એટલું જ નહીં. એથી એક ડગ આગળ વધીને એ પણ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીને પોતાનો પતિ એ જ સાથી નહિ, પણ સેવાના ક્ષેત્રમાં જેનું નિર્દોષ આલંબને કારણભૂત થતું હોય તે બધા સાથી !' ‘આ દૈવી સ્તૂપ વૈશાલીના જન્મસિદ્ધ અધિકારોનું પ્રતીક છે. એ સ્તૂપ છે તો વૈશાલી છે. એ સ્તૂપ નહિ હશે ત્યારે વૈશાલી પણ નહિ હોય. એ સ્તૂપ આજની પૂજા પામી ઉન્નત બને છે. બોલો, ગણતંત્રની જય ! વૈશાલીની જય!' મુનિજીએ ફાલ્ગનીને પડખે ઊભા રહી ફરી સ્તૂપનો અભિષેક કર્યો. પ્રજાએ પુષ્પ વર્યા. જયનાદો કર્યા ને પછી સ્ત્રીઓ લલિત કલાઓમાં ને પુરુષો મર્દાનગીની રમતોમાં મશગૂલ બની ગયાં. ફાલ્ગનીએ નીચા નમી સ્તૂપને પોતાના મસ્તકથી સ્પર્શ કર્યો. એકાએક એનો લાંબો કાળોભમ્મર કેશકલાપ છૂટી ગયો અને પાની સુધી ઢળતા કેશ જમીન પર પથરાઈ ગયા. એ માથું નીચું નમાવી રાખીને બોલી : ‘મુનિજી ! આપના ચરણ આ કેશ ઉપર મૂકીને આપ સ્મતને ફરી સ્પર્શ કરો, એની પૂજા કરો અને મને ધન્ય થવા “અરે ફાલ્ગની ! આ તું શું કરે છે ? ફાલ્ગનીની એક એક લટ લાખેણી છે. એના પર પાદસ્પર્શ ન હોય.' મુનિજીએ કહ્યું. એ ફાલ્ગની પર ન્યોછાવર થઈ ગયા હતા. પણ ફાલ્ગની તો નતમસ્તકે ફરી ફરી એનો એ જ આગ્રહ કરી રહી. વૈશાલીની નગરસુંદરીઓ આ ભાવના જોઈ ઝાંખી પડી ગઈ, ને ફાલ્ગનીની મહત્તા ગાઈ રહી. આખરે મુનિએ એ સુગંધિત કેશકલાપ પર પગ મૂકી સ્તૂપની પ્રદક્ષિણા કરી. એ કેશ પર ચાલતાં એમણે ભારે રોમાંચ અનુભવ્યો. રેશમની સુંવાળપ કઠોર લાગે તેમ હતી. વિધિ પત્યા પછી ફાલ્ગની ઊભી થઈ. એણે પોતાના મુખને આવરી રહેલા કેશ ઊંચા કર્યા, ને માનવમેદની પર એક ચંચળ નજર નાખી. બાદલોની આડમાં છુપાયેલો ચંદ્ર શોભી રહે, એમ એનું મુખ શોભી રહ્યું. એ દશ્ય અનેક રૂપવતીઓના ગર્વનું ખંડન કરી નાખ્યું. સૂપપૂજા D i73
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy