SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તિરસ્કારતા હોય, એ જ મુનિને બીમાર જોઈ ફાલ્ગુનીને શોધવા દોડે. ફાલ્ગુની જાણે દવા વગર દર્દ મટાડનાર નજરવૈદ હતી. આભમાં વીજળી શરમાતી આવે. એમ ફાલ્ગુની સેવિકાની નવી રૂપછટા લઈને ત્યાં આવે. સાદાં વસ્ત્ર, સાદો અંબોડો ને પગની પાની પર સાદી મોજડીઆવા સાદા વેશમાં એ ઔષધ તૈયાર કરે અને મુનિને પિવડાવે; બીજી દવા લઈને મુનિના અંગે મર્દન કરે. લેણદેણની વાત છે. દરદ અને દરદીનાં પણ ઋણાનુબંધ હોય છે. મુનિને તરત આરામ થવા લાગે. મુનિ પોતાના ભક્તજનોને સદુપદેશ આપતાં કહે, ‘તમે જાણો છો કે એ જ ઉર્વરમિ, એ જ ખેડ, એ જ ખાતર ને પાણી, છતું જ્યારે અશોકનું ઝાડ ખીલતું નથી, ત્યારે રૂપેરંગે રાણી જેવી સ્ત્રીના મોંના પાણીનો કોગળો કે પગની પાનીની ઠોકર એને ખીલવે છે. એમ મારું થયું છે. ફાલ્ગુની વિના આ દેહવલ્લરી સુકાવા લાગે છે. મનમાં થાય છે કે આ મારા જેવા સિદ્ધ કોટીના મહાત્માને વળી આ ઝંઝટ કેવી ? ફેંકી દો આ દેહની વેલને કોઈ ઊંડી ગર્તામાં.' મુનિના શબ્દોમાં વીજળક અસર હતી. આ શબ્દોની તાકાતથી તો એ વૈશાલીનગરીના મહામાન્ય લોકસેવક તરીકે પૂજાતા હતા. એમના શબ્દ પર તો હજારો યુવાનો અને યુવતીઓ પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થતાં. એ મહાન લોકસેવકને આવી વાણી કાઢતાં સંભળી ભક્તજનો કહેતા, ‘આપના અને દેવી ફાલ્ગુનીના સંબંધમાં અમે કશું અનિષ્ટ જોતા નથી. મહામુનિ ભરતની પણ એક વાર જખમી મૃગને જોઈ આવી જ દશા થયેલી. અને આપ તો સિદ્ધવંત પુરુષ છો. આપના દેહને ભલે ફાલ્ગુનીનો સ્પર્શ થાય, આપનો આત્મા તો અસ્પર્ય છે. આપની દેહવારીને આપની ખાતર નહિ તો અમારી ખાતર પણ જાળવો. આપની દેહ આપનો નથી, વૈશાલીના ગણતંત્રની મૂડી છે.' ‘મહાશયો ! એ જ કારણ છે કે આજ સુધી આ દેહને સાચવી રહ્યો છું. નહિ તો ગંદકીના ગાડવા જેવી આ દેહને તો મેં ક્યારનીય ફેંકી દીધી હોત. મારે તો હવે આ છેલ્લો વેશ છે, છેલ્લો દેહ છે.' ‘મુનિજી ! દેહને આપ ધર્મસાધન માનો છો ને ?’ ‘જરૂર, આત્મા ગમે તેવો બળવાન હોય, પણ દેહ વગર પાંગળો છે. શુદ્ધ આત્માને અશુદ્ધિથી ભરેલો દેહ ગમતો નથી-જેમ અંધને કોઈના દોરવાયા દોરવાવું ન ગમે તેમ. કેટલીક વાતો નામરજી છતાં કરવાની હોય છે.' ‘એનું જ નામ સંયમ અને તપ. સંયમી અને તપસ્વીને માથે કંઈ શિંગડાં હોતાં 170 ] શત્રુ કે અજાતશત્રુ નથી.’ એક દોઢડાહ્યા ભક્તે મુનિજીને ઉત્તેજન આપ્યું, ‘અમે આપને વિશે નિઃશંક છીએ. આપનો અને દેવી ફાલ્ગુનીનો સંબંધ જળ અને કમળવત્ નિષ્કલંક છે.’ ‘હું પણ નિઃશંક છું. ફાલ્ગુનીને હું આપની સેવામાં સમર્પે છું. આપ તો દેશનું ધન છો. તન, મન ને ધનથી આપની રક્ષા કરવી, એ પ્રત્યેક નાગરિકની ફરજ છે.’ ફાલ્ગુનીના પતિ પૂનમે કહ્યું. ‘પૂનમ ! ભલે તારો દેહ પાંગળો હોય, અને ભલે તારું બાહ્ય સૌંદર્ય ગમે તેવું કદર્થિત હોય, પણ તારું આત્મસૌંદર્ય અદ્ભુત છે.' મુનિજીએ પૂનમે ફલ્ગુનીને પોતાની સેવામાં રહેવાની રજા આપતાં ખુશ થઈને કહ્યું ને ઉમેર્યું, “આજ મને બધા ભેદની ખબર પડી. વિચારતો હતો કે ફાલ્ગુની જેવી સુંદરી આવા નરને કાં વરી હશે? વાહ ફાલ્ગુની, તારી નરપરીક્ષા ! નર હજો તો આવા હજો !' ‘સેવિકા તરીકે આપે મારો સ્વીકાર કર્યો, એ માટે આભાર. સંસારની માન્યતા છે કે મુનિઓએ એકાકી રહેવું. પણ સંસાર જાણતો નથી કે સ્ત્રી એ શક્તિ છે. ને સેવક શક્તિનો ઉપાસક હોવો ઘટે. ફાલ્ગુનીએ કહ્યું. ‘ગણતંત્રનો સ્થાપના-દિન નિકટ છે. એ દિવસે સ્તૂપપૂજામાં મારી પડખે સેવામૂર્તિ દેવી ફાલ્ગુની રહેશે.’ મુનિજીએ એકાએક પોતાનો નિર્ણય પ્રગટ કર્યો. ‘સ્તૂપ એ તો વૈશાલીનું દૈવી ચિહ્ન છે. એ દિવસે કોઈને મન કંઈક અપ્રિય લાગે કોઈનું મન દુભાય એ ઉચિત નહિ.' ફાલ્ગુનીએ વિવેક કર્યો અને ઉમેર્યું, ‘મારે મન બાહ્ય દેખાવ નિરર્થક છે. મુનિજી દેશની મૂડી છે. એ મૂડીને સાચવવી-૨થવી એ મારી ફરજ છે. અને એ ફરજ હું મારા પ્રાણનો બલિ આપીને પણ બજાવીશ. એ કહેવાની હવે હું જરૂર જોતી નથી.' ‘ગણતંત્રના દૈવી પ્રતીકની પૂજા હું અને દેવી ફાલ્ગુની કરીશું. આત્માની રીતે કોઈ ઊંચ-નીચ નથી. ને મારો ધર્મ તો નીચને પણ નીચ કહેવાની મંજૂરી આપતો નથી. સ્ત્રીઓ પણ પુરુષની સમાન છે, એ રહસ્ય એ દિવસે ભલે પ્રગટ થાય.' મુનિજીએ સાવ નવું વિધાન કર્યું. ભક્તમંડળે એ વાત સહર્ષ વધાવી લીધી. તેઓએ કહ્યું, ‘પૂર્વજન્મનાં કોઈ અધૂરાં પ્રેમઋણ આ રીતે જ ફેડાતાં હશે, નહિં તો ક્યાં મગધની નારી ને ક્યાં વૈશાલીના મુનિ ?' હવે તો ફાલ્ગુનીએ મુનિજીની સેવામાં રાત-દહાડો એક કરી દીધાં. ખાન, પાન, શયન ને આસન દરેકમાં ફાલ્ગુની ભારે ચીવટ રાખતી. અને ફાલ્ગુનીનો સંપર્ક વધતો ગયો, તેમ મુનિજીનું તેજ વધતું ગયું, ઉત્સાહ વધતો ગયો. થોડાએક દિવસોમાં સ્તૂપપૂજાનો દિન આવી પહોંચ્યો. અને વૈશાલીનાં સ્વતંત્ર રૂપપૂજા – 171
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy