SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આટલું બોલતાં બોલતાં સુંદરીનાં નેત્રોમાં ક્યાંયથી આવીને એક આંસુ મોતી બનીને ટપકી રહ્યું. સ્ત્રી-સૌંદર્યની નિરાધારતા ગમે તેવા નરને આકર્ષે છે. મુનિનું મન કરુણાભીનું બની ગયું. ‘રે, આવું અનોખું રૂપ અને સંસારમાં એને માથે આ ત્રાસ! પ્રારબ્ધ સામે પણ બળવો પોકારવો જોઈએ.’ આવી રૂ૫ભરી પત્ની અને કાળો કદરૂપો પતિ જોઈ, પોતાને કંઈ લાગતુંવળગતું ન હોવા છતાં, સંસાર અડધો અડધો થઈ જાય છે. અને જાણે એ સુંદરીને પતિ ગમતો નથી એમ સ્વયં માની એને માટે કંઈક કરી છૂટવા પુરુષો આગળ આવે છે; એમાંય બ્રહ્મચારી અને સંસારરસથી બિનઅનુભવી લોકો પર તો આ વસ્તુ કંઈની કંઈ અસર કરે છે. એ એની તન, મન, ધનથી સેવા કરવા દોડી જાય છે, એ રૂપની કદમબોસી પણ કરે છે, પણ જ્યારે કંદોઈ જેમ મીઠાઈ ખાવા ઇચ્છતો નથી એમ, એ રૂપ અન્ય રૂપને ચાહતું ન હોવાનો અનુભવ થાય છે, ત્યારે એ આશ્ચર્યના અજબ આઘાત અનુભવે છે. મહામુનિ વેલાકુલે બે ઘડી મૂકભાવે સંદરીને અને એના પતિને નિરખ્યા કર્યા. પછી એમણે પોતાની પૂછપરછ આગળ વધારી, ‘દેવી ફાલ્ગની ! ક્યા દેશનાં રહેવાસી છો ?” આત્મા તો આમ ધર્મનગરનો રહેવાસી છે. બાકી દેહ ચંપાનગરમાં વસે છે.' ‘ચંપાનો રાજા કોણ છે ? અજાતશત્રુ મહારાજ; મહારાજ બિંબિસાર શ્રેણિકના પુત્ર, એમની માતાનું નામ ચેલા રાણી.' | ‘જેને ઘણા અશોકચંદ્ર કહે છે તે જ ને ? હા. આપને સર્વ વિદિત છે. હું માનું છું કે આપ મુનિને તો સર્વ દેશ સમાન હશે.” | ‘અવશ્ય. પણ વૈશાલીનાં ભોળાં ને શુરવીર નગરજનો પર મારો વિશેષ રાગ છે. રાણી ચેલા પણ વૈશાલીનાં દીકરી જ છે ને !' ‘પણ એથી મુનિને બીજાં પ્રજાજનો સાથે દ્વેષ હોવાની સંભાવના હું કલ્પી શકતી નથી. ભેદ તો રાજકારણી પુરુષોએ રચેલી માયા છે. એ માયા મુનિને ન હોય. મુનિને તો આખી વસુધા કુટુંબ સમાન હોય.” સુંદરીએ સુંદર ભાષામાં વાતો કરતાં કહ્યું. આવી સુંદરીઓ સાથે વાર્તાલાપ કરવો એ પણ રસિક નરના ભાગ્યનો વિરલ પ્રસંગ લેખાય છે. મુનિ જેવા મુનિને પણ એ વાર્તાલાપમાં રસ આવ્યો : ‘રે સુંદરી ફાલ્ગની! દેવે 158 1 શત્રુ કે અજાતશત્રુ પૂનમરાજ સાથે તમારો યોગ કઈ રીતે સાધી આપ્યો ?' - “એજ નથી સમજાતું, મુનિરાજ ! પણ એમ કહેવાય છે કે સંસારમાં ફૂલોની સ્થિતિ બે પ્રકારની હોય છે : કાં તો મહાદેવના મસ્તકે ચઢી પૂજાવું, કાં તો વનવગડે ખીલીને કરમાઈ જવું. એમાં મારી સ્થિતિ બીજી છે.' ‘પ્રારબ્ધની કેવી ભયંકર પંચના !' મુનિ વેલાકુલ સહાનુભૂતિના મારગ તરફ દોરવાઈ રહ્યા હતા, ‘આવા પ્રારબ્ધ સામે મારા જેવા મુનિને પણ બળવો કરવાનું દિલ થઈ આવે.” ‘આપ તો કરુણાના અવતાર છો, આ સરિતાનાં જ ળ કરતાંય આપની કરુણા મને વધુ શીતળ લાગે છે !' | મુનિ વેલાકુલ પહેલી તકે આ નારીના વાર્તાલાપમાં એવા પરોવાઈ ગયા કે સેવાની વિવિધ કામગીરી લઈ આવેલા સેવકોને અડધી વાતે ઉઠાડી મૂક્યા, ને ફરી મળવા કહ્યું. મહાશક્તિઓની અસર અજબ હોય છે. આ સુંદરી કોઈ મહાશક્તિવાળી લાગી. લોકસેવક મહામુનિ પર પણ એ પહેલી મુલાકાતે જ અસર કરી ગઈ. એટલામાં એનો પતિ કંઈક ગુસ્સે થઈ બબડતો જણાય. સુંદરી એની પાસે દોડી. પણ એની કંઈ સંભાળ લે, એ પહેલાં એ બડબડ કરતો ઊભો થયો, પોતાની લાલ લાલ આંખો ઘુમાવવા લાગ્યો, અને જાણે પોતાની રૂપાળી પત્ની સાથે લાંબો વખત વાત કરનાર મુનિ પર કોપ્યો હોય તેમ મૂઠીઓ વાળીને હાથ લાંબો કરી રહ્યો. એ સુંદરીએ એને બાથમાં લઈ નીચે બેસાડ્યો. પણ એ જેમ જેમ એને શાંત પાડવા પ્રયત્ન કરવા લાગી, તેમ તેમ પૂનમરાજ વધુ ઉશ્કેરાવા લાગ્યો. એણે એક મુઠીનો પ્રહાર ફાલ્યુનીના વક્ષસ્થળ પર કર્યો. અરર !' મુનિના મોંમાંથી અરે કાર નીકળી ગયો. તરત જ એક તમાચો સુંદરીના ગાલ પર આવ્યો. રક્તવર્ણા ગાલ હિંગળોકિયાની આભા ધરી રહ્યા. મુનિને આ પૂનમરાજના અનાડીપણા વિશે તિરસ્કાર થયો. પુરુષને વધુ પ્રહાર કરતો રોકવા એ આગળ વધ્યા, પણ સુંદરીનો સમતાભાવભર્યો હાથ ઊંચો થયેલો જોઈ ત્યાં ને ત્યાં ઠરી ગયા. સુંદરીએ એક ગાલની જગ્યાએ બીજો ગાલ ધર્યો હતો, ને કોઈ ઉષારાણી અંધકારને ઉછરંગમાં લે એમ એને ખોળામાં લેવા પ્રયત્ન કરતી હતી. બીજો ગાલ પણ પ્રસાદીથી વંચિત ન રહ્યો. પુરુષે બીજા ગાલને પણ એક તમાચાથી કંકુવર્ણા કરી દીધો. સતી ફાલ્ગની D 159
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy