SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ એ કહેતા, ‘રે મુનિ ! વીર્યને ગોપવો. પરાક્રમને અંતરમાં સમાવો. મુનિનો અને ગૃહસ્થનો ધર્મ જુદો છે. મુનિ શક્તિને અંદર વાપરે; ગૃહસ્થ શક્તિને બહાર ખરચે . શક્તિ તો બંને ઠેકાણે વપરાયેલી સારી છે, પણ મુનિને તો શક્તિ આત્માર્થે વાપરવી જ ઇષ્ટ છે. અશક્તિમાં જોખમ છે ખરું, પણ ઓછું; શક્તિસંચય મહાભય છે.” ‘ગુરુદેવ ! આપની દૃષ્ટિ જુનવાણી છે. શક્તિ તો અગ્નિ જેવી છે. એ જ્યારે તપે છે ત્યારે પાત્રને જેટલી સારી રીતે અંદરથી ગરમ કરે છે, તેટલી સારી રીતે બહારથી પણ ગરમ કરે છે.’ મુનિ ભટ્ટે કહ્યું, એમની આંતરશક્તિ ભડકા નાખતી હતી. ગુરુએ શાંતિથી કહ્યું, ‘વત્સ ! શક્તિના બાહ્ય ઉપયોગનું અનિવાર્ય પરિણામ ધન, સત્તા અને સૌંદર્યની પ્રાપ્તિ છે. એ ત્રણે વસ્તુ મુનિના ધર્મને હરકત કરનારી 21 મહામુનિ વેલાકુલા ગંડકીને તીરે એક વિખ્યાત આશ્રમ હતો. મહામુનિ, સુપ્રસિદ્ધ લોકસેવક વેલાકુલનો એ આશ્રમ હતો. અહીંના પર્વતોમાં, કંદરાઓમાં, સરિતાતીરે અનેક યોગીઓ વસતા, પણ તેઓ તો માત્ર પોતાના આત્માના કલ્યાણ માટે પોતાની સાધનામાં મસ્ત રહેતા. ખરી રીતે એ પોતાનું ભલું કરવા પાછળ જગતની ઉપેક્ષા કરી બેઠેલા માનવીઓ હતા. તપ અને મોક્ષરૂ પી શેરડીઓ રસભરી બનાવી પકવવામાં તેઓ પડ્યા હતા અને એ સ્વ-અર્થની શેરડીને જ્યારે યોગમંત્રનાં જળ દ્વારા તેઓ ઉછેરવા પ્રયત્ન કરતા ત્યારે ભલે પાસે ઊગેલી એરંડી એનો લાભ પામી જાય. બાકી એમની સાધના તો જગતથી બેપરવા એવા આત્માર્થી મુનિઓની સાધના જેવી જ હતી. મહામુનિ વેલાકુલ પણ પહેલાં તો આવા જ હતા. એ જંગલમાં રહેતા, તપ કરતા, મળ્યું તો ખાતા, નહિ તો નિરાહાર રહીને ગુરુના ચરણમાં મસ્ત થઈને પડ્યા રહેતા. સંસારનાં તમામ સુખોને એ દુ:ખો ગણીને સ્વીકારતા. પછી કંઈક એવું બન્યું કે મહામુનિનું મન પલટાઈ ગયું. તેઓના દેહમાં તપ દ્વારા શક્તિઓનો ભારે આવિર્ભાવ થયો હતો. તેઓને આકાશમાં ઊડવાનાં સ્વપ્ન આવતાં, માટીને સોનું બનાવવાની તાલાવેલી જાગતી. આકાશપાતાળ એક કરવાનું દિલ થઈ આવતું. એ ઘણી વાર બૂમ પાડી ઊઠતા. ‘ગુરુદેવ ! શક્તિના આ ઉન્મેષને ક્યાં સમાવું ? કંઈનું કંઈ કરી નાખવાનું દિલ થઈ જાય છે. જગત આખાને એક સાંકળે બાંધી, એક શાસનમાં ગૂંથી, એક ધર્મનું પાલક બનાવવા ઇચ્છું છું.' ગુરુદેવ શિષ્યની અપૂર્વ યુવાવસ્થા અને તારુણ્યનું ગજબનું તેજ વહાવતું મોં જોઈ આનંદ અનુભવતા. એ મનમાં વિચારતા કે ગુરુ કરતાં ચેલો સવાયો નીકળ્યો! ‘હું ત્રણે વસ્તુને મારા તપસ્ટેજમાં પરાભૂત કરી નાખીશ.' શિષ્ય ભદ્ર જાણે ઉદ્ઘોષણા કરી. ‘વત્સ ! આંબો આવ્યો અને હું કહીશ કે હું એના પર ઇંદ્રવારણાનાં ફળ ઉગાડીશ તો એ અશક્ય છે. તારી શક્તિનો તેં જે પળે આત્મા સિવાય બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કર્યો તે જ પળે ધન, સત્તા કે સૌંદર્યની સમીપતા અવશ્ય આવી એમ સમજવાનું.’ ‘ગુરુદેવ ! તો મારા દેહમાં વીર્ય ફોરી રહ્યું છે, એને માટે શું કરું ?” ‘બેટા ! એ વીર્યના ખોરાકથી કુંડલિની શક્તિને તૃપ્ત કરે અને જાગ્રત કર. તારા જઠરના નીચે એક મહા સુધાતુર સર્પિણી વસે છે. એ મોં પહોળું કરીને બેઠી છે. તારા તુચ્છ-ખાન-પાનથી એ સંતુષ્ટ નથી થતી, એટલે બન્ને જીભે લપકારા મારે છે અને એક એક લપકારે કામ, ક્રોધ, મદ, મોહની જ્વાળાઓ ફેંકે છે. કૂંડાળું વળીને બેઠેલી એ સર્પિણીને વીર્યનો આહાર ખપે છે. તું તારા દેહમાં ઊછળતા વીર્યના ધોધને યોગક્રિયા દ્વારા એના મોંમાં નાખ. સર્પિણી તૃપ્ત થશે. ને એમાંથી અદ્ભુત સિદ્ધિઓ તને પ્રાપ્ત થશે.’ ‘કેવી સિદ્ધિઓ ?' શિષ્ય ઉત્સાહમાં આવી ગયો. | ‘અભુત સિદ્ધિઓ ! આખો દેહ રસાયન બની જાય. ઘૂંકમાં ઔષધિની શક્તિ. વચનમાં સંકલ્પની સિદ્ધિ ને મન તો જેમ પારદર્શક કાચની આડે રહેલો પદાર્થ દેખાય તેમ, આખા જગતને જુવે ! એવો યોગી પછી કદાચ સંસારમાં જઈને વસે, ત્યાં ધનમાં આળોટે, હજારો નગ્ન કામિનીઓની વચ્ચે નાચે, રાજાનાં સિંહાસનો એને સાંપડે તોય એ સાવ અલિપ્ત રહે, એને કશુંય ન વળગે, જલકમલવત્ રહે.” મહામુનિ વેલાકુલ 1 151
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy