SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કૂતરું કરવું ઘણું સહેલું કામ છે.' મહારાજ અજાતશત્રુ આટલું બોલીને મગધપ્રિયાને અભિનંદતા હોય તેમ પ્રશંસાભરી નજરથી નીરખી રહ્યા. મોરને જોઈ ઢલ ઓધાન ભરે એમ મગધરાજની પ્રશંસાથી મગધપિયાનું રોમરોમ વિકસિત થઈ રહ્યું. એના કવિતા કરવા જેવા અવયવો રૂપવિદ્યુતની આભા પ્રસારી રહ્યા. | ‘મગધપ્રિયા ! તારી વિદાય કુશળ થાઓ ! સંસારમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જે નહિ કરી શકે, એ તારે કરવાનું છે. વૈશાલીનાં કીર્તિમંદિરો વગર લડાઈએ તારી કરામતથી ખંડેર બની જાઓ ! પ્રજા મગધને વખાણતી થાઓ અને લડાઈમાં લોકો મગધની આધીનતા સમે સૂગ ધરાવતા ન રહો ! મગધના રાજપુરુષો એટલું યાદ રાખે કે મગધ કાયરતાથી પ્રેરાઈને મગધપ્રિયાનો આ રીતે ઉપયોગ નથી કરતાં, પણ એ હિંસા અટકાવવા આતુર છે. મગધનાં બે મહાન યુદ્ધયંત્રો રથમુશલ અને મહાશિલા કંટક સંગ્રામમાં સંહારની તાંડવલીલા રચવા સજ્જ છે. પણ અમે કરુણાનો આશ્રય લઈને ઓછામાં ઓછી હિંસાથી કાર્ય સાધવા ઇચ્છીએ છીએ. મગધપ્રિયા ! તારો જય થાઓ ! મગધની રાજ પ્રણાલીનો વિજય થાઓ ! બુદ્ધ ને મહાવીરની અહિંસા આ રીતે સજીવ થાઓ !' છેલ્લે મહામંત્રી વસ્યકાર ખેડા થયા અને બોલ્યા, ‘મગધપ્રિયે ! તારા કાર્યની થોડીએક રૂપરેખા દોરી આપું, તો તું ચતુરા નાર ખોટું ન લગાડતી, મુનિ વેલાકુલને તારી રૂપજ્યોતનું પતંગિયું બનાવી દેજે . એમની પાસે ગણતંત્રના કાયદાઓના મનમાન્યા અર્થ કરાવજે . પૂર્વ પુરુષોનાં ચરિત્રોની તેમના ચરિત્ર સાથે સરખામણી કરીને એ ચરિત્રોને અલ્પ દર્શાવજે . શ્રદ્ધાનું મૂળ, જે કોઈ પણ રાજકીય કે ધાર્મિક એકતાનું મૂળ છે. એને ઉખેડી નાખજે . ક્રાંતિ કરજે . અને અવનવા મતભેદો જ ગાવી બે મોટા રાજકારણી પુરુષો એકમત ન થઈ શકે, એવા મનભેદો ખડા કરજે . ગણતંત્રનું ભયસ્થાન વિવાદો અને મતભેદો છે. એ વિવાદો વિખવાદો જગવશે. અને એક વાર થર કાણું થયા પછી એને તોડી પાડતાં વિલંબ નહિ લાગે.” રૂપવલ્લરી જેવી મગધપ્રિયાએ ફરી કમળના ડોડા જેવા બે હાથની અંજલિ રચીને મગધના મહાન નરોને નમન કર્યું અને બધા પોતપોતાને સ્થાને જવા વિદાય સૂચન તને કોઈએ કર્યું નથી. પણ હું કરું છું. આત્મિક શક્તિઓના પરાજય પછી ભૌતિક પરાજય સુકર બને છે. બનશે તો વૈશાલીમાં જરૂર મળીશ. મારી રીતે હું પણ યત્ન કરી રહ્યો છું. કદાચ મારી સિદ્ધિ તારા સહયોગથી વિશેષ ઝડપી બને.” “હે મહાભિખ્ખું ! કીર્તિ કરતાં મારે મન કાર્યસિદ્ધિ વિશેષ અગત્યની છે. આપ જો કાર્ય સંપૂર્ણ કરશો, તો હું વિના વિલંબે પાછી ફરી જઈશ.’ મગધપ્રિયાના આ નિરાભિમાની શબ્દોએ મહાભિખુના હૃદયને લજ્જાનો એક ધક્કો માર્યો. પણ એમનાં અંતરમાં મહાત્મા બુદ્ધ કે ભગવાન મહાવીર તરફ એટલી ધૃણા ભરી હતી કે મહાસાગરમાં કાંકરી સમાઈ જાય તેમ એ લજ્જા એ ધૃણાના પૂરમાં સમાઈ ગઈ. મગધપ્રિયાએ આછું ઓઢેલું ચીવર મોટા અંબોડા પર ઢાંકીને ફરી જયભિખુને નમન કર્યું. નમન કરીને મસ્તક ઊંચું કરતાં ફરી ચીવર સરી ગયું ને એનો મોહક કેશપાશ ને ગ્રીવાનો આરક્ત લાલ મખમલી ભાગ પોતાની સુશ્રી પ્રસારીને આંખને આંજી ગયો. થયા. મગધપ્રિયાની ચંદનકાષ્ઠની સુખપાલખી પ્રયાણ માટે સજજ થતી હતી, ત્યાં મહાભિખ્ખું દેવદત્ત પાસે આવીને કહ્યું, ‘માગધે ! માત્ર મહામુનિ વેલાકુલ પર જ તારું લક્ષ કેન્દ્રિત ન કરતી; ગણતંત્રને હરાવવા હોય તો બુદ્ધ અને મહાવીરની પણ ખબર લઈ લેવાની જરૂર છે. એમનો વિનિપાત મગધવિજય માટે જરૂરી છે. એટલું 148 1 શત્રુ કે અજાતશત્રુ મુસદીઓની નજરે D 49.
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy