SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 20 મુસદ્દીઓની નજરે ભલે, આપને રુચે તેમ કરો. પણ હા, એક જણ આપને મળવાની રાહ જોઈને અંતઃપુરમાં બેઠું છે, હોં.’ મગધરાજે હળવી રીતે કહ્યું. ‘કોણ છે ?” મહામંત્રીએ આશ્ચર્યથી દાખવ્યું. ‘રાજ ગણિકા મગધપ્રિયાં.” ‘શા માટે ?’ મહામંત્રીએ આશ્ચર્ય દાખવ્યું. ‘એ કહે છે કે મારે રાજ સેવા કરી મારી જિંદગી અને મારી જુવાનીને સફળ કરવી છે !' મગધરાજે કહ્યું. | ‘સો ઉદર મારીને બિલ્લીબાઈ પાટે બેઠાં ! આવી સ્ત્રીઓ એ કંઈ રાણી ચેલા હોતી નથી. એ શા માટે શું કરતી હોય છે, એ કંઈ ન કળાય. એ તો એક ઉંદર માટે આખો ડુંગર પણ ખોદે.” મહામંત્રીએ સ્ત્રીસ્વભાવ વિશેનો પોતાનો અનુભવ આપ્યો. સાથે સાથે ચેલા રાણીને અપવાદમાં રાખ્યાં. ‘તો એને હમણાં જવાનું કહું ?' રાજાએ કહ્યું. મંત્રીશ્વર થોડીવાર વિચારમાં પડ્યા, ને પછી ઉત્સાહમાં આવીને બોલ્યા, ‘રાજકારણમાં તો સંઘરેલા સાપનો પણ ઉપયોગ છે. બોલાવો એને, કદાચ મહાભિખ્ખ પાછી પાની કરે તો મગધપ્રિયા ઉપયોગી નીવડશે.” મગધરાજે દાસીને ફરી આજ્ઞા કરી, ‘જા, મગધપ્રિયાને અહીં સત્વર મોકલ.’ દાસી મસ્તક નમાવી આજ્ઞા લઈને ચાલી ગઈ. થોડીવારમાં મગધપ્રિયા હાજર થઈ. જે નારી મગધરાજને ખુલ્લે મસ્તકે મળી હતી, એ નારીએ મંત્રીશ્વર જેવા વૃદ્ધની આમન્યા માટે ઉત્તરીય માથા પર નાખ્યું હતું. પણ પારદર્શક ઉત્તરીયની આડમાં એના મુખચંદ્રની શોભા ઓર વધી ગઈ. અલૌકિક રૂપમાધુરી વહાવતી મગધપ્રિયા આવીને એક ખૂણામાં બેસી ગઈ. વાતાવરણમાં એની સુષમા પ્રસરી રહી. થોડી વારમાં મહાભિખ્ખું દેવદત્તની પણ પધરામણી થઈ. એના દેહ પર વૈરાગ્યનાં પીળાં વસ્ત્ર હતાં. પણ એની આંખમાં શંકરના ત્રિનેત્રનો અગ્નિ હતો. મગધરિયા દૂર બેઠી જાણે દાઝવા લાગી. મહાભિમ્મુએ આવતાવેંત કહ્યું, ‘મુત્સદીઓ દળે આખી રાત, પણ ઉધરાવે ઓછું. કહો, મંત્રીરાજ ! વૈશાલી કંઈ બહુ ગમી ગયું !” સંસારની ચાર મહાશક્તિઓ એક એક ખૂણે બેસી ગઈ હતી. પોતાની અલૌકિક રૂપમાધુરી વહાવતી મગધરિયા પોતાના ચંદ્ર જેવા મુખ પર ઉત્તરીય નાખીને બેઠી હતી. એ જાણે કહેતી હતી કે બીજલી અંબરમાં છુપાયેલી સારી. બીજી તરફ મુસદ્દવટથી જગતને હથેલીમાં નચાવવાની તાકાત ધરાવનાર મહામંત્રી વસ્તકાર બેઠા હતા. જાણે એ કહેતા હતા કે મુસદ્દીઓના બુદ્ધિચાતુર્યથી જગત બચે તેટલું સારું; નહિ તો ભલભલાના ભુક્કા સમજો ! જાણો સંગ્રામનું સાકાર સ્વરૂપ હોય એવા મગધરાજ અજાતશત્રુ સિંહાસન પર બેઠા હતા, એ જાણે એમ દર્શાવતા હતા કે ન છૂટકે મારી તલવારને મ્યાન બહાર કઢાવજો, નહિ તો જગતમાં રક્તની નદીઓ વહેશે. અને સંસારને પોતાના શાપ યા વરદાન દ્વારા બરબાદ યા આબાદ કરવાની શક્તિ ધરાવનાર મહાભિખુ દેવદત્ત એક બાજુ બેસીને જાણે કહેતા હતા કે સંસારમાં બધા બગડ્યી સારા, પણ સંત બગડ્યો ભંડો છે ! આ ચારમાં અજાતશત્રુ અને મહાભિખુ દેવદત્ત બે સાધક હતા. તેઓને ગણતંત્ર અને ગણતંત્રના પુરસ્કર્તાઓને પૃથ્વીને પાટલેથી ઉખેડી નાખવા હતા ને પોતાની પ્રતિષ્ઠા કરવી હતી. આ બે સાધકોએ સાધન તરીકે મહાસુંદરી મગધરિયા અને મહામંત્રી વસ્યકારને સજ્જ કર્યા હતાં. પ્રથમના બે શેતરંજના ખેલાડીઓ હતા અને પછીનાં બે શેતરંજનાં પ્યાદાં હતાં; પોતાની અનુપમ અને કુશળ ચાલથી માલિકને જીત અપાવનાર નિઃસ્વાર્થી મહોરાં હતાં. મહાભિનુ દેવદત્તે આવતાંની સાથે ટોણો માર્યો, ‘મુસદ્દીઓ દળે આખી રાત, પણ ઉધરાવે ખાલીમાં. મહામંત્રી વૈશાલીમાં જઈ આવ્યા ને પ્રશ્નો પૂછી 142 D શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy