SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એનું કારણ એ છે કે તમારે ત્યાં ઊંચનીચની ભાવના હજીય જીવે છે. ગણિકા ગણિકાનો સ્વધર્મ પાળે, એટલે એ ઊંચ. અમે સારી રીતે પોતાનો સ્વધર્મ આચરતા કોઈ પણ નગરજનને હલકો લેખતા નથી.’ ‘એટલે શું ઘરની કુલવધૂઓ અને આ નગરવધૂઓ સમાન ?' મહામંત્રીએ પ્રશ્ન કર્યો. ‘કુલવધૂનું મહત્ત્વ કુટુંબ પૂરતું. આ નગરવધૂઓનું મહત્ત્વ નગર પૂરતું. મહામંત્રી ! માણસના આત્માને જોતાં શીખો. આત્મા ઉચ્ચ નથી, નીચ નથી. ભારે નથી, હલકો નથી !' વાત કરનારે કોઈ સાધુએ શીખવેલાં સૂત્રો બોલવા માંડ્યાં. એ ન જાણે પોપટની જેમ કંઈનું કંઈ કેટલીયવાર રટત. પણ મહામંત્રીએ તેને રોકતાં પ્રશ્ન કર્યો, નથી સમજાતી મારાથી તમારી આવી બધી વિચિત્ર વાતો ! શું આત્માની રીતે વૈશાલીનો એક શુદ્ર માનવી અને વૈશાલીનો શાસનપતિ સરખા ?' ‘અવશ્ય, અમારે ત્યાં માટી ખોદનાર, મોતી પરોવનાર કે સોનાનું સંચાલન કરનાર બધા સરખા. તમે જાણો છો, ભગવાન બુદ્ધે હમણાં વૈશાલીનાં નગરજનોના આમંત્રણનો અસ્વીકાર કરી આમ્રપાલીના ભોજનનો સ્વીકાર કર્યો હતો તે?' ‘તો અહીં મોટા થવાની કોઈને પ્રેરણા નહીં થતી હોય, ખરું ને ?' મહામંત્રી વસકાર બરાબર ખીલ્યા હતા. ‘સુંદરીને રીઝવવા ખાતર એવી પ્રેરણા જાગે, બાકી જ્યાં સહુ સમાન ત્યાં મહત્ત્વાકાંક્ષા કેવી ? જાણો છો, આ મહત્ત્વાકાંક્ષાઓએ તો પૃથ્વીને સમરાંગણ બનાવી મૂકી છે ?’ ‘જરૂર, આવી સુંદર ભૂમિમાં સુંદરીઓના પ્રેમપાશમાં જીવનારાઓને યુદ્ધભૂમિમાં મરવું કેમ ગમે ?' ‘અવશ્ય. મનુષ્ય કંઈ માખી નથી, કે ગમે ત્યારે તેને હણી શકાય. અરે, અમે માખીને પણ જીવની દૃષ્ટિએ મહત્ત્વ આપીએ છીએ. એટલા માટે તો અમે એમાં જીવહાનિ અનિવાર્ય છે એવા યુદ્ધને તિરસ્કારીએ છીએ.’ ‘અને કોઈ લડવા આવે તો ?' ‘તો અમે એને સન્માનીએ. દિલભર દિલમાં અમે માનીએ છીએ. અમે મૈત્રી માગતા હોઈશું તો તાકાત નથી કે કોઈ યુદ્ધ માગે.' ‘ધન્ય ! ધન્ય ! આજ અહોભાગ્ય મારાં છે, કે મેં ઘડી પહેલાં ભગવાન તથાગતનાં દર્શન કર્યાં, તેઓની સુધા જેવી વાણી સાંભળી અને અત્યારે તમારી 130 ] શત્રુ કે અજાતશત્રુ વાણી અને તમારી સંસ્કૃતિનાં દર્શન કર્યાં. મને સદાકાળ તમારો માનજો.' પછી મહામંત્રીએ નગરજનોના આગેવાન જેવા આગળ ચાલતા એક વયોવૃદ્ધને વંદન કરતાં કહ્યું, ‘તમારો મૈત્રીનો સંદેશો મારા રાજા અજાતશત્રુ પાસે લઈ જઈશ. અમારે ત્યાં એક જણનું મહત્ત્વ લાખનું નહિ, એકની પાછળ લાખ ઘસડાય. એક સમજ્યો એટલે બધા સમજી જાય.' ‘એક જણનું મહત્ત્વ એટલે સર્વ જનની બુદ્ધિ અને તર્કની હસ્તીનું દેવાળું? મંત્રીરાજ, અમારા સંથાગારમાં એક વાર આવો. એક નાના પ્રશ્ન પર પણ દિવસો સુધી બુદ્ધિ અને તર્કની દલીલો ચાલે છે, એ જોવા જેવી હોય છે.' ‘ખરેખર, તમને જોતાં ભગવાને મુખ, બુદ્ધિ ને તર્ક નકામાં નથી સરજ્યાં, એ વાતની ખાતરી થાય છે.' જય હો ગણતંત્રનો ! અરે, મંત્રીરાજ! અમારા માનસ્તૂપના દર્શને તો ચાલો. તમામ પરદેશી યાત્રીઓ ત્યાં જાય છે, ને એનું સન્માન કરે છે.' નગરજનોએ કહ્યું. ‘હું એના જ વિચારમાં હતો. ભત્તે ગણનાયકની મુલાકાત લીધા પછી મારે ત્યાં જવું હતું. પણ હવે અત્યારે જ જઈ આવીએ. વૈશાલીના માનસ્તૂપ વિશે ઘણું સાંભળ્યું છે.’ નગરજનોએ રથને બીજી દિશામાં વાળ્યો. થોડીવારમાં ઊંચો, ગગનથી વાતો કરતો માનસ્તંભ દેખાયો. એ સુંદરી નકશીથી કંડારેલો હતો, અને એમાં વિદેહના પ્રતાપી અને પવિત્ર પુરુષોની પ્રતિમાઓ મૂકેલી હતી. એની ચારે તરફ સુંદર ઉદ્યાનો વિસ્તરેલાં હતાં. અને નાના નાના જલપ્રવાહો વાળીને રમ્ય કુંજો બનાવી હતી. રંગબેરંગી પંખીઓ ત્યાં રમતાં, અને ઠેર ઠેર હરણાં ચરતાં, ફરતાં આખું ઉદ્યાન નરનારીઓથી ભરેલું હતું. સ્ત્રી-પુરુષોનાં સુંદર યુગલોની હારની હાર એ તરફ આવતી - જતી દેખાતી હતી. મહામંત્રીએ થોડે દૂરથી રથમાંથી નીચે ઊતરી ચાલવા માંડ્યું. ને પાસે આવતાં નીચા નમી ધૂળ માથે ચડાવી. કંઠમાંનો હાર કાઢી એનાં મોતી અલગ કર્યાં. ને એ મોતીડે સ્તુપને વધાવ્યો : “પૂજાનો બંદોબસ્ત તો રાજ્ય તરફથી થતો હશે ?' ‘હા. હમણાં પ્રજામાં થોડોક વિવાદ જાગ્યો છે, એટલે અનિવાર્ય રીતે રાજ્ય પૂજન-અર્ચન સંભાળે છે.’ ‘શું વિવાદ ?’ મહામંત્રીએ ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો. ‘કેટલાક બુદ્ધિશાળી લોકોએ હમણાં વાદિવવાદ ઉઠાવ્યો છે. એ કહે છે કે અતિ પરાક્રમી લોકો એટલે જેણે વધુ સંહાર કર્યો હોય તે. આવા લોહિયાળ રીતભાતવાળા નરોની મૂર્તિઓ પૂજવાથી આપણી ભાવિ પ્રજા પર ખરાબ અસર માનસ્તુપ D 131
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy