SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વારુ, ઘણું જ સુંદર, જગત સાધુ થઈ જાય પછી રાજ્ય, સેના, દંડ, કારાગાર એ બધાની કશી જ જરૂર ન રહે. એ સાધુઓ મુખ્યત્વે શું પ્રબોધે છે?” ‘તેઓ કહે છે કે, કેઈને દ્વેષી ન માનો. આપણા અંતરમાં જે દ્વેષ બેઠો છે, એને હણો એટલે સંસારમાં તમારું દ્વેષી કોઈ નહિ હોય. તમારા દિલને ચોખ્ખાં કરો. વેર ત્યાં બેઠાં છે, એ વેર જ વેરી ખડાં કરે છે.” “ઓહ ! તમારી વાતો સાંભળી મને સાધુ થઈ જવાનું મન થઈ જાય છે! ભલા, તમે સાધુ કેમ થતા નથી, એ જ આશ્ચર્ય છે.’ મહામંત્રી વાસ્સ કાર વાતનો ભારે રંગ જમાવ્યો હતો. એને વૈશાલીના લોકો વાતકુશળ વધુ લાગ્યા. ‘એનું કારણ મંત્રીરાજ , વૈશાલીની સુંદરીઓ છે. અહીંનું વાતાવરણ પ્રેમભર્યું છે.” હતો. તેઓ બતાવવા માગતા હતા કે અમે મગધની મૈત્રી માગીએ છીએ. મહામંત્રી વસ્સ કારે સહુને પ્રેમભાવે સંબોધતાં કહ્યું, ‘વૈશાલીના વીર-દ્ધ નગરજનો ! મગધ પ્રથમથી મૈત્રીમાં માને છે. યુદ્ધ તો અનિવાર્ય હોય ત્યારે જ એ ખેલે છે. એના અવિજેય સિહપાદ સૈનિકો યુદ્ધ ખાળવા માટે સતત સજજ હોય છે, યુદ્ધ લડવા માટે નહિ. અમારાં રાજતંત્રોનું પહેલું સૂત્ર એ છે કે ભય વિના પ્રીત નહિ, દંડ વિના રાજ નહિ.” | ‘મહામંત્રી !' એક નગરજને એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની સંસ્કૃતિના અમે પૂજારી છીએ, અમને પાપ પ્રત્યે દ્વેષ છે, પાપી પ્રત્યે નહિ; અમને વૃત્તિ સામે વિરોધ છે. વ્યક્તિ સામે નહિ. માટે તો અમે તમારું સ્નેહભીનું સ્વાગત કરીએ છીએ.’ ‘હું જાણું છું, વીરભદ્ર વૈશાલીજનો ! એ શ્રદ્ધાથી તો હું અહીં આવ્યો છું. અમારું રાજતંત્ર પ્રાચીન પ્રણાલિકા પર ચાલે છે. તમે જગતને નવી વિચારસરણી આપવા ઇચ્છો છો.' અવશ્ય, મંત્રીરાજ !' વૈશાલીના એક મહાજને કહ્યું, ‘અમે ભય અને દંડ બંને કાઢી નાખવા માગીએ છીએ. ભૂખ્યો માણસ જે મ ખાવા તરફ ઉત્સુક થાય, એમ વૈશાલીનો ગમે તે પ્રજાજન સ્વાભાવિક રીતે નિષ્ઠાવાન બને, કાયદાપાલક બને, એને એ માટે દંડ કે ભયની જરૂર ન રહે, એ માટે અમે યત્ન કરી રહ્યા છીએ.” ‘સુંદર ! અતિસુંદર ! પણ અમે હજી માણસમાં પશુનો અંશ માની રહ્યા છીએ; તમે એને દેવ માની લીધો છે.મહામંત્રીને આ વાતમાં રસ પડ્યો હોય એમ લાગ્યું. ‘આપને જાણીને આશ્ચર્ય થશે કે અમે કારાગારોને કિલ્લામાંથી ખસેડ્યાં છે, ને એની દીવાલો તોડી પાડવા માંડી છે. માણસ જાણી-ભુજીને દોષ કરતો નથી; એની અંદર રહેલા કામ, ક્રોધ, મદ, મોહ એ બધું કરાવે છે.' વૈશાલીના એક સામંતે કહ્યું. એ ક્ષત્રિય હતો, પણ એણે શૂરવીરતાને શોભતું એ કે ચિત્ર રાખ્યું નહોતું. હમણાં તથાગત ભગવાનને ચરણે તલવાર મૂકી, યુદ્ધમાં ભાગ ન લેવાની એણે પ્રતિજ્ઞા કરી હતી. ‘અભુત ! અભુત ! તમે રાજ કારણ નહીં પણ ધર્મકારણ ચલાવો છો. અરે, કામ, ક્રોધ, મદ, મોહ કે જેને લીધે અપરાધ જન્મે છે, એ કષાયોને દૂર કરવા કંઈ યત્ન કરો ખરા કે નહીં ?” અવશ્ય. એ માટે બધા નગરજનો તેમજ રાજપુરુષો અને કારાગારના કેદીઓ માટે સાધુઓનો ઉપદેશ એક વાર સાંભળવો અનિવાર્ય છે. અહીંના કેટલાક મલ્લકુસ્તીના અખાડાઓમાં ઉપદેશકો અખંડ ધારાએ ઉપદેશ આપે છે.’ 128 D શત્રુ કે અજાતશત્રુ | ‘હોઈ શકે છે. જે પ્રજામાંથી દ્વેષ અને વેર ચાલ્યાં ગયાં હોય, એ પ્રજામાં પ્રેમનો અંશ જ શેષ રહે. પણ એક પ્રશ્ન પૂછું ?' મહામંત્રી વાસકારે કહ્યું. ‘એક શું કામ , અનેક પ્રશ્નો પૂછો. પ્રશ્ન અને ઉત્તરની કલામાં ગણતંત્રના લોકો કુશળ હોય છે.’ | ‘અમારે ત્યાં સૌંદર્યભરી નારીને જલદી લગ્નબંધનમાં નાખવામાં આવે છે. એમ માનીને કે એના નિમિત્તે નિરર્થક કલેશ થતાં અટકે , તમારે ત્યાં...' ‘મંત્રીરાજ ! તમે મહાન વૈશાલીના કાયદાઓથી અજાણ્યા લાગો છો. અહીંનાં પ્રેમપાત્રો એ અક્ષયપાત્રો છે. અમારા સંથાગારે એક નિયમ કર્યો છે કે જેમ સિંહાસન કોઈ એકની માલિકીનું નહિ, એમ આ પ્રદેશની અજબ સુંદરીઓ પર પણ કોઈ એકની માલિકી નહિ. આમ્રપાલીનો કિસ્સો તો તમે જાણતા જ હશો !' વૈશાલીના નગરજનો મગધના મંત્રીને પોતાના દેશની વાતોમાં રસ લેતા જોઈ ખૂબ હોંશમાં આવી ગયા હતા, અને જરૂરી-બિનજરૂરી બધી વાતો હોંશે હોંશે કરી રહ્યા હતા. રથ ધીરે ધીરે ખેંચાતો જતો હતો. વાતો પણ ધીમે ધીમે આગળ વધતી હતી. પાછળથી જયજયનાદ ઊઠતો હતો. નગરસુંદરીઓ પોતાના મંજુલ કંઠરવથી વાતાવરણને મુખરિત કરી રહી હતી. આખે રસ્તે આનંદના અતિરેકનું એક મોજું પથરાઈ ગયું હતું. આનંદ શા માટે, એ પ્રશ્નનો જવાબ આ લોકો પાસે કદાચ નહોતો, પણ તેઓ ગમે તે પ્રસંગમાંથી આનંદ ખેંચી લેવાના સ્વભાવવાળાં હતાં. કોણ, પેલી વેશ્યા આમ્રપાલી ?' વસ્યકારે કહ્યું, “અમારે ત્યાં આવી સુંદરીઓનો દરજ્જો હલકો ગણાય છે.' માનસ્તુપ D 129
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy