SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હે આર્યપુત્રો ! હું ભગવાન તથાગતના દર્શને ગઈ હતી.’ અંબપાલી બોલી, ‘આવતીકાલે ભગવાન બુદ્ધ ભિક્ષુસંઘ સાથે મારે ત્યાં ભોજન લેશે.” એક ગણિકાને ત્યાં ?' ‘હા, આત્માની દૃષ્ટિએ તમે અને હું સમાન છીએ.' ‘રે પ્રિયે ! આ તારું કામ નહિ, તારો મહેલ તો ભોગી માટે છે, યોગી માટે નહિ. ભગવાનને ભોજન અમે કરાવીશું અને તેના બદલામાં તને એક લાખ કાર્યાપણ (સિક્કા) આપીશું.’ લિચ્છવી યુવાનોએ કહ્યું. એક લાખ કાર્દાપણું તો શું, આખું વૈશાલી આપો તોપણે આ આમંત્રણ તમને આપી શકું તેમ નથી.” આ વાતે અંબપાલીને વધુ જાહેર કરી. અને તેનું માન ખૂબ વધાર્યું. આ અંબપાલી વૈશાલીની શિક્ષણમૂર્તિ, સૌંદર્યમૂર્તિ ને કલામૂર્તિ બની ગઈ હતી. આવા વૈશાલી નગરનાં ગોપુરોમાં રાજગૃહીના સંદેશવાહકો પ્રવેશ્યા ત્યારે મધ્યાહ્નના બીજા પ્રહરને સૂચવતો તુરીસ્વર હવામાં ગુંજતો હતો. 15 મગધ વૈશાલીની મૂઠભેડ મગધરાજના સંદેશવાહકો વૈશાલીની અપાર શોભા નિહાળતા રાજ પ્રાસાદ તરફ ચાલ્યા. પ્રભાતનો રવિ વૈશાલીને સુવર્ણ રંગે રંગી રહ્યો હતો. વૈશાલીની નગરસુંદરીઓ ઉદ્યાનોમાં કંદૂક ક્રીડા કરીને પાછી ફરતી હતી. નવયુવાનો વહેલી સવારથી વનક્રીડા કરીને એશ્વ પર પાછા આવી રહ્યા હતા. સ્વર્ગનાં દેવ-દેવીને નિહાળવાનું સદ્ભાગ્ય માણસને વર્યું નથી, પણ વૈશાલીનાં સ્વાતંત્ર્યપ્રેમી નર-નારને નીરખ્યા પછી માણસને દેવ-દેવીને જોવાની તૃષ્ણા આપોઆપ શાંત થઈ જતી. નિર્ભયતા અહીંનાં નર-નારનો પ્રથમ ગુણ હતો. એમને રાજનો ડર નહિ, રાજસેવકોની ભીતિ નહિ; પોતે રચેલી દુનિયામાં પોતે સ્વાધીન રીતે જીવી રહ્યાં હોય, એવી દરેકના મોં પર ખુમારી હતી. અતિ લક્ષ્મી એ જેમ શાપ છે, એમ અતિ સત્તા - એકહથ્થુ સત્તા-માનવ માથે પડેલો મહાશાપ છે, એ વાતની પ્રતીતિ મગધના શાણી સંદેશવાહકો મનોમન કરી રહ્યા. એકહથ્થુ સત્તા-રાજા જ સર્વસ્વ એ નીતિ-પોતાનો જ ઘાત કરનારી છે. મહારાજ બિંબિસાર શ્રેણિકે જો ગણતંત્ર રચ્યું હોત-રાજસત્તામાં પ્રજાસત્તાને સ્થાન આપ્યું હોત તો એમને આમ નિરાધાર બની, કારાગારમાં બંદીવાન બની આત્મઘાત કરવો ન પડત. રાજતંત્રમાં એક સિંહ અને બાકી બધા અનુચરો ! ગણતંત્રમાં બધાય સિહો; અનુચરતામાં કોઈ માને નહિ ! રાજતંત્રમાં લાખું મરો, પણ લાખનો પાલનહાર ન મરો; ત્યારે ગણતંત્રમાં એક ભલે મરો, લાખ જીવવા જોઈએ. બહુજનહિતાય, બહુજનસુખાય, બહુમતિનું અહીં રાજ; આવા અનેક તર્કવિતર્કો કરતા સંદેશવાહકો 1041 શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy