SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શાહસોદાગરો અને રાજા-રાણી હીરા, મોતી, માણેક, ગોમેદ વગેરે ખરીદતાં. ગણતંત્રનું ન્યાયખાતું ગણરાજના હાથમાં રહેતું અને એ રીતે ગણરાજ ગણપતિ કરતાં મોટો લેખાતો. ન્યાય કચેરીઓમાં એક જ ન્યાયાધીશ ન્યાય ન આપતો; અપરાધની યોગ્યતા પ્રમાણે પંચ નીમવામાં આવતાં. જુદા જુદા વર્ગના પાંચ આગેવાનો ઇન્સાફ તોળવા બેસતા; તેઓ અપરાધ જ્યાં થયો હોય ત્યાં જઈને પોતાની કાર્યવાહી શરૂ કરતાં. આ માટે ગણરાજ પાસે દરેક નગરના કે ગામના સત્ય માટે, પ્રમાણિકતા માટે, ઉદારતા માટે પંકાયેલા પુરુષોની યાદી રહેતી. વૈશાલીના ગણતંત્ર વિશે આટલું કહ્યા પછી એટલું નોંધવું જરૂરી છે કે આ સિવાય આ ગણરાજ્યોમાં ત્રણ વ્યક્તિઓ વધુ વિખ્યાત હતી. એમાં બે મહાત્મા હતા, અને એક સુંદરી હતી. બે મહાત્માઓના નામ હતાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર. ભગવાન મહાવીર કપિલવસ્તુના શાક્ય ગણરાજ્યના રાજા શુદ્ધોધનના પુત્ર હતા, ને સર્વ સંપત્તિ જનતા જનાર્દનને આપી સંન્યાસી થઈ ગયા હતા. ભગવાન મહાવીર જ્ઞાત્રિક કુળના વૈશાલીના શાખાનગર ક્ષત્રિયકુંડગ્રામના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. એ બંને જણા પોતાની સર્વ સંપત્તિનું દાન કરીને ત્યાગી બન્યા હતા. બંને પુરુષો બીજાનું લોહી લેવાને બદલે ખુદનું લોહી દેવાનું વ્રત લઈને જગતને તારવા દીક્ષિત બન્યા હતા. બંને જણા ભર્યા મેઘ જેવા હતા. બંને જણા અહિંસામાં માનતા, યુદ્ધમાં ન માનતા, પ્રેમમાં માનતા. રૂપમાં ન માનતા, ત્યાગમાં માનતા, પરિગ્રહમાં ન માનતા, અને સંસાર એક-બે જણની નહિ, જનસામાન્યની જાગીર છે, એમ ઉપદેશ આપતા. સંસારમાં ઊંચ-નીચ કોઈ નથી, જે જેવાં કર્મ કરે તે તેવો થાય. બ્રાહ્મણ, શ્રમણ, મુનિ ને શૂદ્ર - એ ચારે જન્મથી સમાન; અલબત્ત, સારાં-ખોટાં કર્મથી સૌ કોઈ નાના-મોટા થઈ શકે છે. સાચા યજ્ઞ પશુહિંસાથી થતા નથી. પણ મનમાં રહેલાં માન અને માયા રૂપ પશુઓને હોમવાથી થાય છે. આ વાતો નાની લાગતી, પણ એ નાની વાતોમાં મોટા ભૂકંપ જેવા આંચકા હતા. ને એ આંચકાઓથી ભારતવર્ષ ખળભળી ઊઠ્યું હતું. પણ ગણરાજ્યો આ ઉપદેશને જલદી સ્વીકારવા લાગ્યાં, કારણ કે ધર્મની ઉદાર નીતિમાં તેઓ માનનારાં અને જનસમૂહને સમાન નજરે જોનારાં હતાં. આ બે મહાત્માઓ જેટલું વૈશાલીની પ્રસિદ્ધ સુંદરી અંબપાલીનું આકર્ષણ હતું. 102 7 શત્રુ કે અજાતશત્રુ આ બે મહાત્માઓના ધર્મોપદેશ સાંભળવા આવનાર ઘણા લોકો એક વાર સુકર્મના ફળરૂપ આ સુંદરી અંબાપાલીનો સુંદર દેહ અને એનું નૃત્ય જોવાની લાલસા છોડી ન શકતા. અંબાપાલી વિશ્વની યૌવનશ્રી લેખાતી. એનું શરદની ચાંદની જેવું રૂપ, પુષ્પની કુમાશને ભુલાવે તેવો સ્પર્શ ને મનને કામણ કરે તેવો કંઠ લોકવિખ્યાત હતાં. આ રૂપર્યાવના ક્યાંથી, કઈ રીતે, કેમ આવી એ સર્વ વાતો દંતકથા જેવી બની ગઈ હતી. કહેવાતું કે એક નિવૃત્ત પ્રતિહારની એ પાલિતા પુત્રી હતી અને આંબાના ઝાડ નીચેની મળી આવી હતી. અંબપાલી ગામડામાં જન્મી અને યોગ્ય સમયે વૈશાલીમાં આવી. વૈશાલીમાં આવીને એણે ભારે ધમાલ મચાવી દીધી. જ્યાંથી એ નીકળતી ત્યાં ભીડ જામી જતી. વૃદ્ધો પણ એના અનિંદ્ય સૌંદર્યને એક નજરે નીરખી રહેતા ને ઘેલાઘેલા થઈ જતા. આ સૌંદર્યફૂલ કોને વરશે ? એ વિષય મોટી પ્રતિસ્પર્ધાનો બની ગયો. જો વૈશાલીમાં રાજા હોત તો તો એ અંબપાલીને પોતાના અંતઃપુરમાં પૂરી દેત અને ઝઘડો શાંત થઈ જાત. પણ આ તો ગણતંત્ર હતું. અંબપાલી આખરે વૈશાલીનો એક કોયડો બની ગઈ. એટલા બધા માણસો એને મેળવવા તત્પર થઈ ગયા કે આંતરવિગ્રહ ફાટી નીકળે એવું થયું. આખરે પ્રશ્ન સંથાગાર પાસે આવ્યો. સંથાગારમાં વધુમતીએ આ પ્રશ્નનો નિકાલ આવ્યો. વધુમતીનો નિર્ણય એવો હતો કે અંબપાલી ગણની થઈને રહે, ગણિકાધર્મ પાળે. એનું બિરુદ ‘જનપદકલ્યાણી !! અંબપાલી માટે બીજો કોઈ માર્ગ નહોતો. એ પદ્મિનીએ પોતાને કારણે રાજ્યમાં આંતરકલહ ઇષ્ટ ન ગણ્યો. આ બનાવ અંબપાલીને દેશદેશમાં વિખ્યાત કરી. પણ એના સૌંદર્ય કરતાં એના શીલે એને બેવડી જગજાહેર કરી. વૈશાલીમાં એક વાર ભગવાન બુદ્ધ આવ્યા. આમ્રપાલી એમના દર્શને ગઈ અને એણે પ્રશ્ન કર્યો, મહારાજ, ધર્મની વધુ જરૂર સામાન્ય માણસને કે ઉત્તમ માણસને ?' ભગવાન બુદ્ધે કહ્યું, ‘સામાન્યને પ્રથમ જરૂર. ધર્મ તો ઔષધ છે.’ ‘તો મહારાજ! આપ મારે ઘેર પધારો. હું સામાન્ય છું. મારો ઉદ્ધાર કરો!' ‘જરૂર આવીશ. ગણનાયકનો અને ગણિકાનો આત્મા એક રીતે સમાન છે.’ ભગવાન બુદ્ધે કહ્યું ને અંબપાલીના આમંત્રણનો સ્વીકાર કર્યો. થોડીવારે લિચ્છવીઓ બુદ્ધના દર્શને જતા હતા. માર્ગમાં અંબપાલી મળી. એનો ઠાઠ તો અજબ રહેતો, પણ આજ એનું તેજ અજબ હતું. લિચ્છવી જુવાનોએ પૂછ્યું, રે અંબ ! ક્યાં જઈ આવી?' નગરી વૈશાલી C 103
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy