SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તો એમાં અનુચિત શું હતું ?” કેદીએ પૂછયું. ‘ઘણું અનુચિત હતું. આજ તમે ધોળે દહાડે તારા ભાગ્યો, એ વખતે તમારા પુત્રને અને સામંતોને એવા તારા ભાળવાનો વખત આવત. અમે જો વખતસર ચેત્યા ન હોત તો એનાં પરિણામો ભયંકર આવત. પણ હે રાજા ! લ્યો, આ બકરાની ચામડીનો કોટ પહેરી લ્યો, એથી તમારા ઘ નહિ વકરે.” દેવદત્તે બકરાની સુંવાળી ચામડીનો કોટ સામે ધરતાં કહ્યું. ‘વકરવા દે ને ! જે દેહને કીંમતી મરીમસાલા ગમતા હતા, જેને યુવાન સુંદરીઓની સોડ ગમતી હતી, એ દેહને આ ચાબુકના જખમ પણ મીઠી મોજ આપશે. ગોળ ખાય એ ચોકડાં ખમે.” કેદીએ કહ્યું. એનો દેહ રક્ત-માંસથી ભરાયેલો હતો, પણ જાણે એની એને કશી તમા નહોતી. દેહ જાણે પારકો હોય એમ એ બેપરવાઈથી વર્તતો હતો. | ‘રાજા ! હું તારી ચાલાકી જાણું છું. આ ઘા વકરે તો આવતી કાલની સજામાંથી તને માફી મળે, એ માટે તું આ કરી રહ્યો છે.’ અપમાન કરવાની દૃષ્ટિએ દેવદત્તે તોછડી ભાષાનો આશરો લીધો. ‘દેવદત્ત ! ચાબુકના ઘા તો કાલે રૂઝાઈ જશે, પણ વાણીના ઘા તો વખત જશે એમ વકરશે. એક વખતનો ચક્રવર્તી રાજા, જેના શબ્દથી ધરતી ધ્રુજતી હતી, એને ગમે તેવાં માણસો તું કે તાં કરે, એનાથી વધુ આકરી સજા કઈ કહેવાય ? શું કાલે પણ મને ચાબુકનો માર મારવાનો છે ?' ‘હા, અનિશ્ચિત મુદત સુધી તારા અહિંસા-પ્રેમની પરીક્ષા લેવાનો મગધના રાજપુરુષોનો નિર્ણય છે.” ‘તો લાવ ભાઈ ! તારો એ કોટ પહેરી લઉં. જે વસ્તુ રોજ મળતી હોય એને સંઘરવાથી શું ? કાલે નવા જખમ મળવાના જ છે તો જૂના જખમને સંઘરીને શું ‘તું આમ્રપાલીની વાત કરે છે ને ?” | ‘હા, એ ભૂંડા લોકોએ જેમ લોકોની મિલકત સાર્વજનિક ઠરાવી એમ રૂપને પણ સાર્વજનિક મિલકત બનાવ્યું ! શું ઝાઝા ભૂંડા માણસો એક નિર્ણય કરે, એટલે થોડા સારા માણસોએ એને તાબે થવું ? એ નિર્ણયને કાયદો માની લેવો ? દુનિયામાં વધુ કોણ છે ? સારા કે ખરાબ ?” કેદી ચિંતનમાં ઊતરી ગયો; એણે જવાબ ન વાળ્યો. ‘કેમ બોલતા નથી, રાજન ! શું હું જૂઠું બોલું છું ?” દેવદત્તે ફરી પ્રશ્ન કર્યો. એ આવેશમાં આવી ગયો હતો. | ‘ના, જરા પણ નહિ, આમ્રપાલીના રૂ૫-મધુને હું પણ ચાખી આવ્યો હતો, દેવદત્ત ! અસત્ય વદવાનો કે અસત્યની તરફદારી કરવાનો મેં કદી પ્રયત્ન કર્યો નથી. ભૂલ કરવી ને એ ભૂલને છાવરવી એ હું કદી શીખ્યો નથી. મારી નાની એવી ભૂલ પણ મેં નાનામાં નાના માણસ આગળ પ્રગટ કરી છે. આમ્રપાલીને તો ખરેખ૨, વૈશાલીના ગણતંત્રે અન્યાય કર્યો છે. વ્યક્તિની મૂળગત સ્વતંત્રતા કોઈથી હણી નું શકાય. ઘણી સારી વસ્તુમાં પણ ખૂણે ખાંચરે કંઈક ખરાબી રહી હોય છે. પણ એ તો ખોજીને દૂર કરવી ઘટે; એથી સારી વસ્તુને ફગાવી ન દેવાય, મગધમાં ગણતંત્ર આવ્યું હોત તો આ અન્યાય ન થાત. કૌમાર્ય, યૌવન અને વાર્ધક્ય એ ત્રિવિધ અવસ્થામાં પિતા, પતિ અને પુત્રની ત્રિવિધ કેદમાં રહેલી સ્ત્રીઓને ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલી વાર સ્વતંત્રતા આપી છે, એ તો તું જાણે છે ને ?' ‘એમાં તો ચેલા ચેલકીનાં જૂથ જમાવવાનો એમનો ઇરાદો છે. પતિત, ભ્રષ્ટ, અનાચારી, ઉદ્ધત સ્ત્રીઓને સંઘમાં સંઘરી તેઓ જાસૂસી કરાવવા ઇચ્છતા હતા. રાજન, તમે ભલે પીળું એટલું સોનું માનો, અમે એમ નથી માનતા !' ‘એમ ન બોલ દેવદત્ત, કોઈના સદાશયને વિકૃત ચીતરવા જેવું મોટું બીજું કોઈ પાપ નથી. કહેવત છે ને, ભાઈ ! કમળાવાળાને બધું પીળું દેખાય; સ્વચ્છ-શુભ વસ્ત્ર પણ રંગરંગીન લાગે, વારુ, મગધમાં ગણતંત્ર સ્થપાયું હોત તો બીજું શું અનિષ્ટ થાત ?” ‘યુવરાજનું યુવરાજ પદ ચાલ્યું જાત અને બધા સુંઠના ગાંગડે ગાંધી બનવા ચાલી નીકળત. રાજ સંચાલન એ છોકરાંનાં ખેલ નથી. જરાક મૂછો ફૂટી કે ગમે તેવા માણસો ગણતંત્રના રાજકારણમાં દખલ કરવા આવી પહોંચત અને મગધમાં ટોળાશાહી જામી જાત. ટોળાં તો શિયાળનાં હોય; સિંહનાં ટોળાં ક્યાંય જોયાં છે ? આ અવિચારી ટોળાશાહી યુવરાજ અશોકચંદ્રને પણ પડકાર કરત; એ એને કહેત કે તમે રાજાને ત્યાં જન્મ્યા એથી શું રાજા થઈ શકો ? ઊતરો હેઠા !' દેવદત્તે સાધુ રાજકારણમાં રાજી છે 21 કેદીએ માગીને કોટ પહેરી લીધો અને એ ભોંય પર બેસી ગયો. એક તૂટેલી સાદડી ત્યાં પડી હતી. એ આગળ કરતાં એણે કહ્યું, ‘દેવદત્ત ! આ સાદડી પર બેસ અને મારી વાત સાંભળ. મને તો આ ભૂમિ બહુ ભાવે છે. વારુ, મને કહે કે ગણતંત્ર અહીં આવ્યું હોત તો શું અનિષ્ટ પરિણામ આવત ?” ‘ગણતંત્ર અહીં આવ્યું હોત તો નગરની સૌદર્યવતી કુમારિકાઓને નગરવધુ બનીને રહેવું પડત ! જે સુવર્ણ આપે એને દેહ ભેટ ધરવો પડત !” દેવદત્ત જોશમાં કહ્યું. 20 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy