SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મહામંત્રી વર્ધકારનો ત્રિપાંખિયો ધસારો થોડી વારમાં જ ફળીભૂત થયો ને એમણે વૈશાલીની સેનાને ત્રણ તરફથી ઘેરી લીધી, આગળનો મોરચો અજાતશત્રુ અને સિંહપાદ સૈનિકોએ સંભાળી લીધો. અને બૃહનું સંચાલન મહામંત્રી વર્ધકાર પોતે કરી રહ્યા. વૈશાલીના વીરોનું પરાક્રમ પણ અદ્ભુત હતું, પણ તે બધા સૈનિકો હતા, ને એમની પાસે પોતાની સેનાને ભૂહમાં ગોઠવીને સમરમાં દોરી શકે એવો કોઈ સેનાપતિ હાજર નહોતો. સેનાપતિઓ વૈશાલીમાં વિવાદ કરી રહ્યા હતા : અને એ વિવાદમાં સમરાંગણે લડવા ગયેલા વીરોને મદદ મોકલવાની વાત વિસારે પડી ગઈ હતી. વૈશાલીના કાયદાબાજ લોકોએ તો, પોતે લડવા જવાને બદલે, લડવા જનારાઓને પાછા પાડવા એક કાનૂની પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, સંથાગારની મંજૂરી વગર ગમે તેનાથી લડવા કેમ જવાય ? પ્રેમીસમાજે પણ સંથાગારની રજા નહોતી લીધી, પણ તેઓ તો ગુજરી ગયા હોવાથી તેઓને માફ કરવામાં આવે છે; પણ આ લડતા લોકોએ આપણી સંસ્કૃતિને બટ્ટો લગાડ્યો છે ! અહિંસા અને પ્રેમની સંસ્કૃતિમાં શ્રદ્ધા ધરાવતા દેશે યુદ્ધ એવી રીતે ખેલવું જોઈએ કે જેથી જગતને બોધપાઠ મળે ! એના બદલે આપણે તો ધોબીની સામે ધોબી બન્યા ! જગત આપણા માટે શું કહેશે ? તરત દંદુભિનાદ થયો, રણભેરી વગાડવામાં આવી, તાબડતોબ સહુ સભ્યોએ સંથાગારમાં હાજર થવું, એમ જાહેર કરવામાં આવ્યું ત્યાં યુદ્ધ અંગે નિર્ણય લેવાશે. આ રણભેરી જ્યારે વૈશાલીની શેરીઓમાં વાગતી હતી, ત્યારે રણમેદાન પર વૈશાલીના યોદ્ધાઓ જીવસટોસટનું યુદ્ધ ખેલી રહ્યા હતા ! મગધની અનામત સેના પણ હવે સમરાંગણમાં ઊતરી રહી હતી. થાકેલી સેના પાછી હઠતી હતી ને તાજી સેના એનું સ્થાન સંભાળી લેતી હતી. એના બૂહ પ્રત્યેક પળે બદલાતા હતા. અને વૈશાલીની સેના પણ પોતાની સમજ પ્રમાણે સામનો કરી રહી હતી. અલબત્ત, સામનો અપૂર્વ હતો. વજિ, લિચ્છવી વગેરે અષ્ટ કુલના યોદ્ધાઓ આજ પોતાની વીરતા પ્રગટ કરી રહ્યા હતા. એ જોઈને ભારતભરમાં વિખ્યાત મગધના સિંહપાદ સૈનિકો પણ એકવાર મોંમાં આંગળી નાખી ગયા હતા. આવી યુદ્ધછટા હમણાં હમણાં કોઈએ જોઈ નહોતી. મગધની સેના ઘાસની જેમ કપાઈ રહી હતી. યુદ્ધ લંબાયું; રાત પડી તોય ન થંભ્ય ! પણ રાતે ગજ બ કરી નાખ્યો. યુદ્ધ ચાલતું હતું ત્યાં, કોઈ ભયંકર પ્રાણી ધસી આવે તેમ, એક યંત્ર ધસી આવ્યું. એના મુખ પાસે શીંગડાંની જગ્યાએ સાંબેલાં હતાં. 344 D શત્રુ કે અજાતશત્રુ એ સાંબેલાં-મુશલ લોહનાં હતાં અને ભયંકર વેગથી ઘૂમતાં હતાં; અને એના પ્રહારમાં આવનાર હાથી પણ ઘાયલ થઈને ભૂમિ પર ઢળી પડતો. અંધારામાં આ યંત્ર-પ્રાણી આવ્યું ને વૈશાલીના વીરોનો કચ્ચરઘાણ કાઢીને ચાલ્યું ગયું ! એ અજાણ્યું જ આવ્યું હતું; ગુપ્તતા એ મગધના યુદ્ધનો મહામંત્ર હતો. મધરાત થઈ. મેદાન શાંત બન્યું. પણ ભલભલાના હાજાં ગગડી જાય એવું દૈશ્ય હતું. હજી ઘણો ઘાયલો ચિત્કાર કરતા હતા, ને એ ચિત્કારોથી ભલભલાનું હૈયું ફાટી જતું હતું. મરનારા પાણી પાણીના પોકારો કરતા હતા, પણ કોઈ પાણી પાનાર ત્યાં નહોતું ! અંધારામાં કંઈ કળાય તેમ નહોતું; ને મગધવાળા વૈશાલીના વીરોને પાણી પાઈ જિવાડવા તૈયાર નહોતા. સાપને ગમે ત્યારે હણી નાખવો છે, પછી એની આળપંપાળનો કંઈ અર્થ ? છતાં સંસાર કંઈ સાવ શૂન્યહૃદય નથી; એ તો મીણ અને પાષાણ બન્નેનો બનેલો છે. આ ભીષણ સંગ્રામભૂમિમાં, મડદોની લોકોની વચ્ચે પણ, પાણીની મોટી ઝારી લઈને બે સ્ત્રીઓ ફરતી હતી – જાણે ચુડેલો જ હોય ને ! અને તેય રૂપભરી ! | ‘જ્યાં પાણી પાણી 'નો ચિત્કાર થતો, ત્યાં બંને સ્ત્રીઓ દોડી જતી. પણ પાણી પીનારો રણભૂમિમાં આવી રૂપાળી સ્ત્રીઓને જોઈ થડકારો અનુભવતો : ‘નક્કી આ કોઈ ચુડેલો રુધિર પીવા આવી છે !' ને ઘાની વેદનાથી અને ભયની લાગણીથી એ ઘાયલ યોદ્ધો બેહોશ બની જતો. આ સમરાંગણમાં કોઈક ઓછા ઘવાયેલા લાંબા થઈને પડ્યા હતા; જીવન બચાવવું એ રીતે શક્ય હતું. તેઓ પાણી પાનારીને પ્રશ્ન કરતા ; ‘ કોણ છો ? ક્યાંનાં છો ?” ‘એ જાણવાની તમારે શી જરૂર છે ? તમને તો પાણી જ જોઈએ છે ને ?” પાણી ખરું, પણ મગધનું જોઈએ છે !' મરતા માણસને મગધ શું કે વૈશાલી શું ?' ‘મરી જઈશ તોય ફરી મગધમાં જન્મ ધારણ કરીશ અને ફરી વૈશાલી સામે લડીશ, અને ફરી મરીશ. આમ સો વાર કરવું પડશે તોય પાછો હટીશ નહીં; પણ વૈશાલીનો વિનાશ થશે ત્યારે જ મારા આત્માને શાંતિ વળશે.’ બંને સ્ત્રીઓ એકબીજા સામે જોઈ રહેતી ને કંઈ પણ બોલ્યા વગર પોતાના કામે લાગતી. પાછળથી પો કાર આવતો: ‘રાંડ ચુડેલો ! ધરૂ પાઈને બેહોશ બનાવવા આવી છે, જેથી પછી આપણા દેહની નિરાંતે મિજબાની ઉડાવી શકે !” બંને સ્ત્રીઓ ખરેખર મરીને અવગતિને પામેલી ચુડેલો જ હશે, નહિ તો આવી ગાળો શું કામ સાંભળે ? અરે , કેટલાંક માણસોએ એ સ્ત્રીઓને સગી નજરે શબ રથમુશલ યંત્ર 2 345
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy