SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગગનવિહારી પંખીઓ પણ અહીં વિસામો લેવા ન થોભતાં, કારણ કે અહીં કોઈ વસતી નહોતી, જેથી શ્રમથી જાગેલી યુધાને નિવારવા કંઈક ખાનપાન જડી રહે. કોઈ વાર રાતે ઘુવડ આવતાં, પણ એ પણ એકાદ પ્રહરથી વધુ અહીં રહી ન શકતાં. એમનાં ભા માટે ઉંદરો કે કીટ અહીં ન મળતાં. સ્વાર્થ વિના જીવ ક્યાંય ઠેરતો નથી ! રાજગૃહીના કારાગૃહમાં એક કેદી હમણાં નવો નવો આવ્યો હતો; અને એણે અહીંની મૃત શાંતિમાં ચેતન રેડ્યું હતું. એના આગમન પછી કારાગારમાં અવરજવર વધી હતી. રસ્તાઓ સ્વચ્છ થયા હતા. અહીંની ચોકીદારી કરતા વૃદ્ધ થઈ ગયેલા રખેવાળો વર્ષો પછી બદલાયા હતા, જૂના રખેવાળોને નગરમાં લઈ જવામાં આવ્યા હતા; નવા રખેવાળોને અહીં મૂકવામાં આવ્યા હતા, એકનું ભલું એ બીજાનું ભૂંડું ને એકનું ભૂંડે એ બીજાનું ભલુ એ તો દુનિયાનો દસ્તૂર છે. કંટાળેલા ચોકીદારોને આ ભૂંડા કારાગૃહ પર પણ માયા થઈ હતી. મસાણમાં માણસ રહે તો મસાણ પ્રત્યે પણ મોહ થાય, એવી મનની રચના છે. જૂના ગયા ને નવા આવ્યા. હવે અસૂર સવારે કોઈ લહેરી રખેવાળ નાનકડું ગીત ગાતો. એમાં માશુકને એ યાદ કરતો. એનાં જુલફાંને એ સંભારતો. એનાં નયનને એ વખાણતો, માયાનું યાદ કરવાનો જ અહીં આનંદ હતો; જોવાનું તો કંઈ હતું નહીં. આ રીતે પણ કારાગારનો મરી જતો સંસાર પુનર્જીવિત થતો. અહીં ઊંડા પાતાળ કૂવા હતા. એનાં પાણી વગર વપરાશે ઝેર જેવાં થઈ ગયાં હતાં, નીચે તળપ્રદેશમાં થઈને વહેતી સ્વચ્છ સંદાનીરાનાં જળ કાવડોમાં ભરાઈને અહીં આવતાં. કાવડવાળાઓ ચાલતા ચાલતા ઉતાવળે વાતો કરતા. પહાડો એના પડઘા પાડતા. કાવડવાળાને એ પડઘા વાતો કરવા ઉત્તેજિત કરતા. એ જેટલી વાતો કરતા એનાથી વધુ હસતી, એ કહેતા કે અમને ચોકીદારો મૂંગા મરવાનું કહે છે, પણ અર્ધમૃત જેવી આ જિ દગીમાં વાતો ન કરીએ કે હસીએ નહિ તો અમે પણ આ પથ્થર જેવા જ થઈ જઈએ. | સિંહદ્વારના ગુંબજ પર પહેરો ભરતા સૈનિકો આ માટે જ શુક, સારિકા અને કપોતનાં પાંજરા રાખતા. એકલવાયું જીવવું તો ભારે દુઃખદાયક છે, વાતો ન કરીએ તો એના ભારથી પેટ ફાટી જાય ! કિલ્લોલ કરવો કે કકળાટ કરવો, એ બંને હૈયાને સાબૂત રાખવાનાં સાધનો છે. સાચી વાત છે, ભાઈ તમારી ! 10 1 શત્રુ કે અજાતશત્રુ પણ જેના કારણે આ કારાગારમાં નવું ચેતન આવ્યું, એ કેદી તો વારંવાર બોલ્યા કરે છે : ‘અવનિમાં હું તો સાવ એકલો છું ! ‘આવ્યો એ કલો, જઈશ એકલો ! ‘નહિ કોઈ સાથી, નહિ કોઈ સંગાથી ! ‘સંગાથી છે મારાં પુણ્ય અને પાપ !” ભારે અજબ કેદી ! કારાગારનું નામ પડતાં ભલભલા લોકો સૂધબૂધ ખોઈ નાખે છે. એ રોજ આખા ગામને ડહાપણ આપતા હોય છે, પણ એવે વખતે એમનું ડહાપણ ખોવાઈ જાય છે. એ પોકારી ઊઠે છે, હાય બાપ, આ તો કારાગાર ! જીતવું નરક ! મારી નાખ્યા ! પણ આ કેદી તો કારાગારને બાપનું ઘર કહે છે. શાંતિથી, સંતોષથી, વિશ્વાસથી એ અહીં આવીને રહ્યો છે. અને કેદી પણ સામાન્ય નથી લાગતો. એનો દેખાવ અસામાન્ય છે. પંજા વાઘના છે. પગ હાથીના છે. અવાજ કેસરીનો છે, આંખો બાજની છે ને હાથ વજની ભોગળના છે ! ફક્ત દેહ પર બુઢાપો આવ્યો છે. પણ જાણે બુઢાપો પણ એનાથી ડરે છે. એ જરા ખોંખારો ખાય છે કે જાણે રણશીંગડું ગાજી ઊઠે છે. ખોંખારો સાંભળી બુઢાપો બિચારો ઊભી પૂંછડીએ ભાગવા માગે છે. એની ધોળી ધોળી મૂછોના આંકડા નીચા નમેલા છે. જાણે ક્ષત્રિય થઈને એ વૈશ્ય બન્યો છે. કહે છે કે ભાઈ! વાણિયા મૂછ નીચી ! એમ લાગે છે કે એ કદી બુઢાપાને બિચારો ગણીને આશ્રય આપી રહ્યો છે. આવેલા મહેમાનોને કંઈ ધક્કો દેવાય ? - ચાર વીશી જેટલી ઉંમર થવા આવી છે; પણ કેદીમાં હજી બે વીશી કાઢે એટલી તાકાત દેખાય છે. એના દેહ પર ક્યાંય કરચલી નથી, અંગમાં ક્યાંય કોઈ ખોડ નથી. કાને પૂરું સંભળાય છે. ચક્ષુથી પૂરું દેખાય છે. ઠેકવું હોય તો લંકાનો ગઢ ઠેકી જાય એટલી તાકાત દેહમાં ભરી છે. હાથમાં તલવાર હોય તો પચાસ જુવાનિયા વચ્ચેથી મારગ કરી લે, એવી એની સ્કૂર્તિ છે. કેદી કોઈ દુઃખિયો આ ગરીબ જીવ દેખાતો નથી. સુખી લાગે છે. એના રંગઢંગ તો રાજવંશીના લાગે છે. કેદી છે છતાં દેહ પર અલંકાર છે. કેદી છે છતાં રેશમના વાઘા પહેરેલા છે. એનાં પગરખાંની જોડી જેવી જોડી આખા રાજ ગૃહમાં કારાગારમાં રાજા દુ:ખી નથી !! II
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy