SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ભાઈ ! ખાસ વાત નહોતી. તમને મારા પર શ્રદ્ધા નથી ?” પેલા વૃદ્ધે કહ્યું. ‘આમાં શ્રદ્ધાની વાત જ ક્યાં છે ? વાત પૂછીએ છીએ ત્યારે કહેતાં તમને શું થાય છે ?” જુવાન લિચ્છવીએ કહ્યું. ‘બે આંગળીની સંજ્ઞા કંઈક મહત્ત્વની વાત બતાવે છે.' ‘તમે બધા તો વાતનું વતંગડ કરો છો. અમારે ખેતી વિશે વાત થઈ. ‘સાવ જૂઠ. ખેતી વિશે વાત હોય તો બે આંગળીની શી જરૂર ?' અરે ! એમણે કહ્યું, કેટલા બળદ છે ? મેં કહ્યું, બે !' | ‘હવે આવો મોટો માણસ આવા પ્રશ્નો કદી પૂછે ખરો ? બળદ તો બે જ હોય - અને તે બે આંગળી ઊંચી કરી એ તો બરાબર: પણ એમણે શા માટે સામે તેમ કર્યું ?' અરે ! તમને બધાને શંકાડાકણ વળગી લાગે છે !” વૃદ્ધ ગુસ્સે થઈને કહ્યું. ના, ના. ખાનગીમાં તમે અમારી વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરી રહ્યા છો. અમારાથી છૂપું રાખવા ચાહો છો.' ને ધીરે ધીરે વાત વિવાદ પર ને પછી વિખવાદ પર ચઢી ગઈ. એકબીજા તરફ છૂટથી આક્ષેપો થવા લાગ્યા. જુવાન લિચ્છવીઓએ ખુલ્લો આક્ષેપ કર્યો : ‘તમે વૃદ્ધ લોકો અંતરથી વર્જાિઓ તરફ ચાહ રાખો છો, અને મંત્રી દ્વારા વાટાઘાટો ચલાવો છો, પણ અમે એ સાંખી નહિ લઈએ.’ વૃદ્ધો ખોટા આરોપથી છંછેડાઈ ઊઠ્યા. અને મારામારી જામી ગઈ. પરિણામ એ આવ્યું કે લિચ્છવીઓના સંઘમાં પણ ભેદ પડ્યો. એકબીજા એકબીજાનાં છિદ્ર જોવા લાગ્યા. થોડે દિવસે વર્જાિઓના સમાજમાં પણ વિખવાદ થવાના સમાચાર આવ્યા. મંત્રી વર્ષકાર ત્યાં ગયા હતા, અને એક સજ્જન સાથે ખાનગીમાં થોડી વાત કરી આવ્યા હતા. અને વાત વિશે પુછાયું તો એ વર્જાિ એ કહ્યું કે મંત્રીએ મને પૂછ્યું કે આજે શાક કયું ખાધું ?” સાવ દંભ ! આવો મોટો માણસ આવો પ્રશ્ન તે પૂછતો હશે ? નક્કી કંઈક સ્વાર્થસાધના ચાલતી લાગે છે !' અને વધુ એક ઝઘડો ઝગી ઊઠડ્યો. વર્ષકાર મંત્રી હમણાં હમણાં સ્થળે સ્થળે ફરતા. તેઓનું આગમન આમ તો સૌને આનંદજનક ભાસતું, પણ એમાંથી મોટા ઝઘડાઓ જાગી જતા. હમણાં હમણાં એ નવસો નવાણું રાજાઓમાં ફરવા લાગ્યા હતા. અને પોતાના સ્વભાવ મુજબ સહુને વિવિધ પ્રશ્નો કરતા. એક રાજાને એમણે પ્રશ્ન કર્યો : 284 ] શત્રુ કે અજાતશત્રુ ‘શું તમારી સ્થિતિ સામાન્ય છે ?” રાજાએ સામો પ્રશ્ન કર્યો : “આપને કોણે કહ્યું ?' વર્ષકાર કહે : ‘અમુક રાજાએ મને કહ્યું.” બસ, રાજાઓમાં ખટપટ પ્રવેશી. આ પછી પરસ્પર પ્રશ્નો થતા, ઉત્તરો થતા, ખુલાસા થતા ને એમાંથી દૈષ વધતો. મન મેલાં થયા પછી નિખાલસ વાત અશક્ય થતી. એક વાર એક મહાપરાક્રમી રાજા મળ્યો. વર્ષમારે એને પૂછ્યું, “અંદરખાનેથી તમે ગંડકી કાંઠાના રાજાઓથી કંઈક ડરો છો, ખરું ને ? કોણે કહ્યું ?' ‘ગંડકી કાંઠાના રાજાએ.” | ‘અરે, જોય ગંડકીનો ગંડુ રાજા ! એના બાપને લડવાના દાવપેચ તો મેં શીખવ્યા હતા !! અને બંને વચ્ચે વેર ઝગી ઊઠ્યું. ધીરે ધીરે વૈશાલીના પ્રદેશમાં અનેક જૂથો પડી ગયાં. એક જૂથ બીજા જૂથની સતત નિંદામાં રાચવા લાગ્યું. એક સાથે મળીને નાનું શું કામ કરવું પણ મુશ્કેલ બની ગયું. અગ્રગણ્ય નેતાઓમાં તો કડવાશ એટલી વધી ગઈ કે એક રસ્તા પર બે જણા સાથે ચાલી જ ન શકે. એક દેખાય તો બીજો પાછો ફરી જાય ! એકબીજાનાં મોં જોવામાં જાણે પાપ મનાવા લાગ્યું. ને કાતરના જેવી લોકજીભ પ્રજાઓમાં પડેલા ભાગલાને વિસ્તારતી ચાલી. છેલ્લે છેલ્લે એક નાનકડી પરિષદ પણ મળવી મુશ્કેલ બની ગઈ; એકાદ સામાન્ય ઠરાવ પસાર કરવો એ પણ આકાશને પૃથ્વી પર લાવવા જેવું મુશ્કેલ કામ બન્યું ! અને આ તરફ મગધપતિ અજાતશત્રુ પોતાની પાછી વાળેલી સેના લઈને વૈશાલીની નજીક આવી પહોંચ્યો. શત્રુ આવ્યાના સમાચારે દરેક જૂથમાં ઉત્તેજના તો ફેલાવી, પણ પાછા સૌ અંદરોઅંદર સલાહ કરવા લાગ્યા, “અરે, હમણાં આપણે મેદાને નથી પડવું. જેઓ પોતાના પરાક્રમની ગુણગાથાઓ ગાતાં થાકતા નથી, તેઓને જ પહેલાં જવા દો ! જોઈએ તો ખરા કે એ કેવી ધાડ મારે છે ! પછી આપણે તો બેઠા જ છીએ ને !' અને વૈશાલીનો ઘેરો ધીરે ધીરે સખત બન્યો. ભેદનીતિ 285
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy