SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્જઓ કહે, ‘અમારા પરાક્રમનું જ એ ફળ છે, કે અંગ સામેના યુદ્ધમાં વૈશાલીને વિજય મળ્યો. લિચ્છવીઓ તો ખોટો જશ ખાટી જાય છે !! લિચ્છવીઓ વળી લાંબા-પહોળા પુરાવા લઈને આવ્યા ને કહેવા લાગ્યા : વજ્જુિઓ તો ખોટા શેખીખોર છે ! લિચ્છવી ન હોત તો તેમને ખબર પડી જાત કે કેટલી વીસે સો થાય છે !' આમ ઇતિહાસ તો રચાય ત્યારે ખરો, પણ અષ્ટકુલોમાં પરસ્પર ભેદ પડી ગયો. વજ્જિ-લિચ્છવી કાલે મિત્ર હતા, આજે એમની આંખો લડવા લાગી. સહુ જાણે બીજાને સંભળાવવા માટે કહેવા લાગ્યા, ‘અરે, આજ યુદ્ધ નથી, એટલે ગમે તેટલી બડાશ ચાલે, એક વાર યુદ્ધ આવે તો બધી શેખી નીકળી જાય !' મંત્રી વર્ષકાર આઠે કુલના હિતસ્વી થઈને એકબીજાના સમુદાયમાં જવાઆવવા લાગ્યા. પણ ન જાણે કેમ, સમાધાનનાં શીતળ જળ વહેવાને બદલે વૈશાલીની રંગભૂમિ પર ઈર્ષ્યાના અંગારા ઝગમગવા લાગ્યા. ‘કયું કુળ મોટું ?’ આ પ્રશ્ન ઘરઘરનો થઈ ગયો. દરેક માણસ પોતાના કુળને, પોતાના કુળની સેવાઓને મહત્ત્વ આપવા લાગ્યો, એની જ કીર્તિગાથાઓ ગાતો ફરવા લાગ્યો. એક તરફ પ્રેમીસમાજનો વિસ્તાર વધતો હતો, બીજી તરફ અષ્ટ કુળોના જુદા જુદા વર્ગસમાજ સ્થપાતા હતા. વૈશાલીના એકતાના પ્રવાહોમાં અલગતાનાં જોરદાર વહેણ ભળતાં જતાં હતાં. વૈશાલીના અગ્રગણ્ય રાજપુરુષો આ પ્રેમી સમાજ કે વર્ગસમાજથી વેગળા રહેવા માગતા હતા, પણ ધીરે ધીરે આ સમાજોએ એમની શાન્તિ ને સમાધાનવૃત્તિ બગાડવા માંડી. કોઈ દિવસ વહેલી સવારે પ્રેમભાવભર્યાં ભજનોની ધૂન મચાવતું એક ટોળું આવતું અને અગ્રગણ્ય રાજપુરુષોને પોતાના પ્રેમીસમાજના સભ્ય થઈ જવા વીનવતું. વિનંતી ન માન્ય થાય તો આગ્રહ કરતું; આગ્રહનો સ્વીકાર ન થાય તો આવેશ પ્રગટ થતો; અને છતાં પણ ન ફાવે તો પ્રેમી સમાજના સભ્યો ભારે ધમાલ મચાવી મૂકતા. થોડે વખતે આ પ્રવૃત્તિઓ વધુ વેગમાં આવી અને પ્રેમ અહિંસાના ઊંડા અર્થો તારવવા લાગી. હિંસાનાં સાધનોને એ જડમૂળથી ઉખેડી નાખવા લાગી અને શસ્ત્રભંડારો પર પ્રતિબંધ મુકાવવા લાગી – રખેને પાસે શસ્ત્ર હોય તો હિંસા કરવાનું મન થાય ! શસ્ત્રહીન સેનાને કયો શત્રુ પરાજિત કરી શકવાનો છે ? અને ભલા, એ પરાજય પરાજય થોડો જ છે ! એ તો સવાર્યો વિજય છે ! સંથાગારોમાં આ પ્રશ્નો આવ્યા. પ્રેમીસમાજની બહુમતી હતી. વૈશાલીના બેચાર શસ્ત્રભંડારો બંધ કરવાનો ન છૂટકે નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને એક વિશાલ પરિષદમાં પ્રસંશાથી વધાવતાં મહામુનિ વેલાકુલે 282 ] શત્રુ કે અજાતશત્રુ અને મંત્રી વર્ષકારે આ કાર્યને જગતભરમાં અદ્વિતીય કાર્ય લેખવતાં કહ્યું : ‘અરે ! સંસારમાં પ્રેમનો મહાદીપ અગર કોઈ ઝળહળતો રાખશે તો વૈશાલી જ રાખશે. વૈશાલી ! જગદ્ગુરુ વૈશાલી ! પ્રેમ, દયા અને સમર્પણનું ઝંડાધારી વૈશાલી ! બીજી તરફ વર્ગીય સમાજ પણ પ્રબલ બન્યો હતો. વજ્જિ કુલના આગેવાનો લિચ્છવી કુલ તરફ જરાય સહાનુભૂતિ દાખવી ન શકતા. જે કુળના જે, એ કુળના એ તરફદાર ! સાચા અને સમભાવી પુરુષો માટે કામ કરવું મુશ્કેલ બની ગયું. કેટલાક સારા માણસો ક્ષેત્રસંન્યાસ સ્વીકારીને ઘેર બેઠા, અને રસ્તે જનારા ધણીરણી કે નેતા થઈ બેઠા ! અષ્ટકુલવર્ગોનો સમાજ રોજ ભરાતો, અને રોજ એકબીજા સામે જુદા જુદા આક્ષેપો ઘડી કઢાતા. સામાન્ય રીતે સર્વાનુમતિથી થતાં રાજકાજ થંભી ગયાં. કામ કરવું કે ન કરવા દેવું – એનું નામ કામ કર્યું, એવી નવી વ્યાખ્યા પ્રચલિત થઈ ગઈ. નેતાઓ થોડીએક ધીરજ અને સમજશક્તિથી કામ લઈ રહ્યા, પણ તેઓ માટેકપરી કસોટી આવીને ખડી રહી : એક જકુળના નેતા, અને એમાંય ભેદ ! એક દહાડો વર્ષકાર લિચ્છવીઓના મહોલ્લામાં જઈ ચઢવા. ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી ! આવો મહાપુરુષ આપણે આંગણે ક્યાંથી ? સહુએ એમનું ભારે સન્માન કર્યું. વિદાય લેતી વખતે એક વૃદ્ધ લિચ્છવીને પાસે બોલાવીને વર્ષકારે ધીરેથી કાનમાં પૂછ્યું, “ખેતી કેમ ચાલે છે ?' ‘સારી’ વૃદ્ધ લિચ્છવીએ જવાબ આપ્યો. ‘કેટલા બળદ છે ?' ‘બે’. પેલાએ આંગળી ઊંચી કરતાં કહ્યું. ‘બે બળદ, એમ ને ?’ વર્ષકારે ધીમે બોલતાં ને બે આંગળી ઊંચી કરતાં કહ્યું. ‘હા, પ્રભુ !’ ને વૃદ્ધ લિચ્છવીએ મસ્તક નમાવ્યું. વર્ષકારે એના મસ્તકે હાથ મૂકી વિદાય લીધી. થોડે દૂર ઊભેલા જનસમાજમાં આ વાતચીત કેવા પ્રકારની હતી તે જાણવાની ઉત્કંઠા જાગી હતી. તેઓએ પૂછ્યું, ‘રે ! પૂજનીય મંત્રી વર્ષકારે તમને શું કહ્યું ?’ *ખાસ કંઈ નહિ !' “અરે, ખાસ કંઈ નહિ કેમ ?’ એક જણાએ શંકા કરી. આવો માણસ વાત કરે, અને વાત ખાસ ન હોય, એ કેમ બને ?' બીજાએ ટેકો આપ્યો. ભેદનીતિ D 283
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy