SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુમતી પક્ષે પોતાનું નિવેદન રજૂ કર્યું. આ વાત કરનાર વિક્રમંડલના શિરોમણિ સુરશર્મા હતા. એ ‘દેવ’ના ટૂંકા નામે ઓળખાતા. તેઓ હંમેશાં શાસ્ત્રના આધાર લઈને આગળ ચાલતા. તેઓએ શત્રુપક્ષના પંખીને પણ દુર્ગમાં આશ્રય આપવો ન જોઈએ એવું વિધાન કર્યું, અને પોતાના સ્વભાવ મુજબ એના સમર્થનમાં ભારતના પ્રાચીન રાજનીતિશાસ્ત્રની એક વાત રજૂ કરી : xએક પ્રદેશમાં એક ગામ જેવો મોટો વડલો હતો. એ વડલા પર કાગડાઓનો રાજા મેઘવર્ણ પોતાના કાગપરિવાર સાથે રહેતો હતો. જુવાન રૂપાળી કાગડીઓ ને નાનાં કાગબચ્ચાંથી વડલો કિલ્લોલ કરતો. આ વડથી થોડે દૂર પર્વતની ગુફાઓમાં પોતાનું નગર વસાવીને અરિમર્દન નામનો ઘુવડ રાજ કરતો હતો. આ રાતના રાજાની આણ બધે પ્રવર્તતી. ઘુવડ અને કાગડાઓને જૂનાં વેર હતાં, ઘુવડોએ ધીરે ધીરે વડલા પરનાં કાગકુટુંબોને ઓછાં કરી નાખ્યાં. શત્રુ અને રોગની બાબતમાં આળસુ કાગકુટુંબો પોતાનો સર્વનાશ જોઈ મોડાં મોડાં પણ જાગ્યાં. બધાં કામમંડળો એકઠાં થયાં. આ વખતે રાજા મેઘવર્ષે સહુને ઉદ્દેશીને કહ્યું કે “શત્રુનો પ્રતિકાર કરવાની પળ આવી પહોંચી છે, પણ એકદમ તેના દુર્ગ પર આક્રમણ કરી શકાય તેમ નથી. શાસ્ત્રમાં સંધિ, વિગ્રહ, યાન, આસન સંશ્રય ને ઢંધીભાવ, આ પ્રકારે શત્રુના વિનાશના ઉપાયો બતાવ્યા છે. એમાંથી કોનો પ્રયોગ કરવો તે કહો.’ આ વખતે મેઘવર્ણના પાંચ સચિવો હતા. તેઓએ કહ્યું : ‘આ માટે એકાંતમાં બેસીને મંત્રણા કરવાની જરૂર છે.” રાજા પાંચ સચિવ અને એક વૃદ્ધ મંત્રી સ્થિરજીવી સાથે એકાંતમાં મંત્રણા કરવા બેઠો. યુદ્ધમાં જેટલા કાન ઓછા ભેગા થાય તેટલું સારું. રાજાએ કહ્યું, ‘મારા પ્રિય સચિવો ! શત્રુથી આપણી સુરક્ષા કરવા માટે તમે તમારો અભિપ્રાય નિઃસંકોચ દર્શાવો !' પહેલા સચિવે કહ્યું, ‘શત્રુ બળવાન અને સમયે પ્રહાર કરનાર હોય તો તેની સાથે સંધિ યોગ્ય છે. બળવાન સાથે યુદ્ધ યોગ્ય નથી. મેઘ કદી પણ પવનની સામે જતા નથી.* આ પછી બીજા સચિવે કહ્યું, ‘શત્રુ ક્રોધી ને કપટી હોય તો તેની સાથે સંધિ યોગ્ય નથી. કારણ કે પાણીને ગમે તેટલું ગરમ કરીએ, તોય તે અગ્નિને બુઝાવી નાખે છે. આવા શત્રુઓ સાથે યુદ્ધ જ ધર્મ છે. સંધિ કરી હોય તોય તેઓને ફરી બેસતાં વાર લાગતી નથી.' * પંચતંત્રમાંથી. 264 B શત્રુ કે અજાતશત્રુ ત્રીજા સચિવે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું, ‘શત્રુ બળવાન છે, માટે હાલ તુરત સંધિ કે વિગ્રહ કરવા કરતાં યાન જ યોગ્ય છે. બહાદુરીથી પાછા હઠીને પ્રાણની રક્ષા કરવી. રાજા યુધિષ્ઠિરે અને મહારથી શ્રીકૃષ્ણ શત્રુને બળવાન જોઈ દેશનો ત્યાગ કર્યો હતો, અને એ વખતે પ્રાણની રક્ષા કરી ફરી રાજ્ય પ્રાપ્ત કર્યું હતું.' પ્રત્યેક મંત્રીની સલાહ ખૂબ જ કીમતી હતી. આથી રાજાએ ચોથા સચિવને પૂછ્યું, ‘તમારો અભિપ્રાય આપો.' ચોથા મંત્રીએ કહ્યું, ‘દેવ ! હું સંધિ, વિગ્રહ કે યાન એ ત્રણેમાંથી એકેયમાં માનતો નથી. મને તો સને ગમે છે. પોતાના સ્થાનમાં રહેલો મગર મોટા હાથીને પણ ખેંચી જાય છે, અને સ્થાનભ્રષ્ટ થયેલા સિંહને બળવાન કૂતરો પણ પરાભવ પમાડે છે. પાંચમાં મંત્રીએ કહ્યું : “મારા મતે તો આ પ્રસંગ સંશ્રયનો છે. કોઈ પણ રાજાની સહાય મેળવી યુદ્ધ કરવું. એકાકી ઝાડ ગમે તેવું બળવાન હોય તોપણ તોફાની પવન તેનો નાશ કરી શકે છે.' આ વખતે સ્થિરજીવી નામના સકલ નીતિશાસ્ત્ર પારંગત મંત્રી ત્યાં બેઠા હતા. રાજાએ તેમનો અભિપ્રાય પૂછડ્યો. વૃદ્ધ મંત્રી સ્થિરજીવીએ કહ્યું, ‘મારા મત પ્રમાણે આ સમય દ્વૈધીભાવનો છે. શત્રુને વિશ્વાસમાં લઈ, તેનું છિદ્ર જાણી, તેને ઠગવો. કફનો નાશ કરવા માટે જેમ પહેલાં ગોળ ખાઈને કફ વધારવામાં આવે છે, અને પછી તેનો નાશ કરવામાં આવે છે તેમ, શત્રુની પાસે જઈ, તેનામાં વિશ્વાસ કરી, તેના મિત્ર થઈ, તેનો વિશ્વાસ સંપાદન કરી તેને હણવો.” મેઘવર્ણ રાજા કહે, ‘આ કેમ બને ?” સ્થિરજીવી કહે, ‘પોતાનાથી પણ બળવાન શત્રુનો બુદ્ધિ અને વિજ્ઞાનથી નાશ કરી શકાય છે. રાજન ! આ કામ હું ઉપાડી લઈશ, ને આપણા શત્રુનો નાશ કરીશ.” મેઘવર્ણ રાજા કહે, તે કેવા પ્રકારે તે મને કહો. અને એ અંગે અમારે શું શું કરવું તે અમને સૂચવો.” શું શું કરવું તે સ્થિરજીવીએ રાજાના કાનમાં કહ્યું. બીજે દિવસે સભામાં સ્થિરજીવી મંત્રી રાજા સામે આક્ષેપ કરવા લાગ્યો, અને ગમે તેમ બોલવા લાગ્યો. સભામાં બધા ગરમ થઈ ગયા. રાજા મેઘવર્ણ આ વખતે આગળ આવ્યો, અને બોલ્યો, ‘અરે ! આ દ્રોહી ઘરડા કાગડાને મને જ સજા કરવા દો.” અને રાજાએ સ્થિરજીવીને ચાંચના તીવ્ર પ્રહાર કરી ઘાયલ કર્યો; પછી સર્વ રાજનીતિના પ્રકારો 1 265
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy