SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ વેલકૂલ મગધની આ મહાન વ્યક્તિઓને જોઈ રહ્યા : એક પરમ રાગની મૂર્તિ ! એક પરમ તેજની મૂર્તિ ! પોતે માને એ સાચું, પોતે કરે એ સાચું, પોતે કહે તે સાચું, એવી દૃઢનિશ્ચયી એ વ્યક્તિઓ. એમાં કોઈથી શંકા ઉઠાવાય નહીં, સંદેહ કરાય નહીં કે ઢીલાપચાપણું દાખવાય નહીં. જાણે મગધની અજેય શક્તિ. 31 અહિંસાની સાધના મહાભિખુ દેવદત્તે જે બતાવ્યું એ મુનિ વેલકૂલે ભારે રસપૂર્વક જોયું અને એમના સિદ્ધાંતો આંચકા ખાવા લાગ્યા. એમને થયું : અરે ! હિંસાના નાશ માટે મહાહિંસા જ જરૂરી છે. પ્રેમભાવનું ત્રાજવું ભારે કમજોર છે; એના ભરોસે મહારાજ્યો ન ચાલે. ભય ? અરે, ભય એ જ માણસને નિયંત્રણમાં રાખનાર જડીબુટ્ટી છે ! લાકડી ન હોય તો બિલાડી સંસારનાં તમામ દૂધ બગાડી નાખે. સારા થવામાં હંમેશાં મહેનત પડે છે, ને મહેનતનું કામ કરવાની ઇચ્છા સંસારમાં સરવાળે ઓછી જોવા મળે છે. કાયદા એ પણ એક પ્રકારનો ભય જ છે ને ! કાયદા કાઢી નાખો, કેદ કાઢી નાખો, ન્યાય-કચેરીઓ ખોદી નાખો અને પછી જુઓ કે સંસાર નરકાગાર બની રહે છે કે નહિ ? માણસ તો પશુતાનો પડોશી છે. સૌ માણસના જૂથમાં કદાચ પાંચ માણસ પ્રેમથી સ્વકર્મ કરે, પણ પંચાણું જણા તો શાસનથી જ કામ કરે. અને કાયદો તો નવાણુ જણાને લક્ષમાં રાખીને જ થાય ! એટલા માટે જ રાજ્યશાસન માટે દંડશક્તિ અનિવાર્ય ગણાય છે ! મહાભિખ્ખું દેવદત્તે બતાવેલાં બે યુદ્ધોપયોગી યંત્રો દંડશક્તિનાં જ પ્રતીક હતાં. એકનું નામ શિલા કંટક હતું. ઉપરાઉપરી બે ઊંટ ઊભાં કરીએ એટલું તો એ યંત્ર ઊંચું હતું. એ આખું યંત્ર નકરું ગજવેલનું હતું. ગજવેલની ઊંચી દીવાલો પર એક મોટું ચકરડું ગોઠવેલું હતું. એ ચકરડામાં નાની નાની કાંકરીઓ, લોઢાની નાની નાની ખીલીઓ ને ગોળીઓ ભરવામાં આવતી. પછી એ ચકરડાને એક લોઢાની સાંકળથી ખૂબ ફેરવવામાં આવતું. ચક્કર ગોળ ગોળ ફરતું ને સાંકળ એને વીંટાઈ જતી. આ પછી એને યુદ્ધના મેદાનમાં ખેંચી જવામાં આવતું. અને ત્યાં સાંકળનો છેડો છૂટો મૂકવામાં આવતો. સાંકળ છૂટી થતાંની સાથે ચક્કર ગોળ ગોળ ઘૂમવો 224 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy