SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાનો ગર્વ મુનિને ક્ષણવાર સ્પર્શી રહ્યો. કુંતી આગળ ચાલતી બંનેને દોરી રહી. મિલનખંડમાં પ્રવેશતાં જ ફાલ્ગનીએ નમન કર્યું. મહાભિનુ દેવદત્તે ગર્જના જેવા સ્વરે કહ્યું : “સ્વાગત ભો મગધપ્રિયે ! અને અતિથિવર, મગધનાં વંદન તમને.’ | મુનિ વેલાકુલે જવાબમાં સામો હાથ ઊંચો કરી કહ્યું : “આત્મપ્રિય મુનિ ! આપને મારાં અભિનંદન.' બધાં યોગ્ય આસને ગોઠવાયાં. મુનિને મહાભિનુ દેવદત્ત વિશે ફાલ્ગનીએ વારંવાર કહ્યું હતું અને ખરેખર, એ સાચું હતું. એ ભિખુ બુદ્ધથી પણ રૂપાળો ને ભગવાન મહાવીરથી પણ પડછંદ ને ગૌરવર્ણવાળો હતો. એના હાથ ભોગળ જેવા લાંબા હતા, ને કપાળ વિશાળ હતું. આંખોમાં ગરુડ જેવી વેધકતા ને હોઠ પર તીર જેવી તીણતા હતી. એ એક નજર ફેરવતો ને જાણે બધું પોતાનું કરી લેતો. ‘આપે યોગસિદ્ધિથી અશોકચંદ્ર જેવા રાજાને વશ કર્યા, એ મેં જાણ્યું છે.’ ‘યોગસિદ્ધિના ચમત્કાર વિશે તો આપના માટે મેં ઘણું સાંભળ્યું છે. યોગી બનીને તો હમણાં ઘણા હાલી નીકળ્યા છે. મારી વિશેષતા ખાસ યંત્રસિદ્ધિમાં છે.’ ‘યંત્રસિદ્ધિ વળી કેવી ?* ‘યંત્ર એટલે મંત્રમાં વપરાય છે તે કાગળિયા પરનું ચિત્ર નહિ. યંત્ર એટલે થોડા શ્રમે મોટા સંહારનું સાધન !' | ‘સંહાર એ તો હિંસા થઈ. મુનિને બુદ્ધ મુનિને-તે વળી હિંસા શોભે ?' મુનિ વેલકૂલે ભોળાભાવે કહ્યું. | ‘મુનિવર ! તમે આખી વસુધાના છો, છતાં વૈશાલીમાં વસ્યા છો, એટલે બુદ્ધ અને મહાવીરની અહિંસા વિશે જ જાણો છો અને એમાં જ આસ્થા ધરાવો છો, પણ હું પૂછું છું કે તમે વિષધર હિંસક નાગને કેવી રીતે અહિંસક બનાવશો ?' | મુનિ વેલાકુલ આ પ્રશ્નનો તત્કાલ જવાબ ન આપી શક્યા : નાગને કઈ રીતે અહિંસા સમજાવવી ? | મુનિ દેવદત્ત પ્રસન્નતાભરી નજરે નીરખી રહ્યા, ને બોલ્યા : ‘તમારા બુદ્ધમહાવીર કહેશે કે સાપને દૂધ પાઈ તુષ્ટ કરી અહિંસાનો ઉપદેશ આપવો. અને જેને એ કરડ્યો હોય એ માણસે એને ક્ષમા આપી જીવતો જવા દેવો !' ‘ના, ના, એ ન બને, પણ મહાવીરે તો ચંડકૌશિક સર્પને કરડવા દઈ પછી ઉપદેશ દીધેલો.’ 22 શત્રુ કે અજાતશત્રુ ‘એ તો ઠીક, પણ હું પૂછું છું કે તમે કે હું એ રીતે સાપને કરડવા દેવા તૈયાર છીએ ? અને તમને કહું કે કેટલાક ઉસ્તાદ લોકો જળમાં થળ બતાવનારા હોય છે. છ દિવસે તપાસ કરવા ગયો ત્યારે બિચારો ચંડ કૌશિક મરેલો પડ્યો હતો. કોણે જાણ્યું કે એ અહિંસક થયો હશે ? અને મર્યા પછી તો કોણ અહિંસક નથી ?” દેવદત્ત એક શંકિત વાતાવરણ ઊભું કર્યું. ફાલ્ગનીએ વચ્ચે બોલવાની રજા માગતાં કહ્યું, ‘નાને મોઢે મોટી વાત કરું તો માફ કરજો. એક યોગી સોનામહોરો લઈને મારે ત્યાં રાત રહ્યો. સવારે એણે જાહેર કર્યું કે હું અને ફાલ્ગની આખી રાત એક શયામાં સૂતાં, છતાં મને રોમાંચ સુધ્ધાં ન થયો. આ જાહેરાત હજી પણ એ કરતો ફરે છે. ને મને એના અવેજમાં દર વર્ષે સોનામહોરની એક થેલી મોકલે છે.’ મુનિ વેલાકુલે આનો કંઈ જવાબ ન આપ્યો. ભિખુ દેવદત્તે આગળ ચલાવ્યું : ‘શાક્ય છું, મહાને ઇષવાકુ છું, બુદ્ધ નો સગો છું. બુદ્ધ મને આજે પણ પોતાના સાધુસંઘનો નેતા બનાવવા માગે છે, પણ મારી અને એની માન્યતા જુદી છે. એ કહે છે કે હિંસા અહિંસાથી શમે; મારી માન્યતા છે કે હિંસાનો નાશ માહિંસાથી જ થાય.” ‘મહાહિંસા એટલે ?” ‘હિંસાનું એવું સ્વરૂપ દાખવવું કે માણસ એનો ફરી વિચાર પણ ન કરે.' * એટલે ?” ‘મેં મગધના વિજ્ઞાનીઓ સાથે મળીને એવાં બે યંત્રો નિર્માણ કરાવ્યાં છે, કે યુદ્ધમાં દુમનનાં દળોને ચપટીમાં ચોળી નાખે, એક યંત્રમાં કાંકરો નાખીને ફેંકો એટલે તીરની જેમ કે પાષાણની શિલાની જેમ વાગે. એનું નામ શિલાકંટક યંત્ર. બીજું યંત્ર એવું છે, કે એને ચાલુ કરીને મૂકે એટલે એની આગળ વળગાડેલાં લોહખુશલો ચારે તરફ વીંઝાઈને શત્રુનો સર્વનાશ કરે. એનું નામ રથમુશલ યંત્ર.’ ઓહ ! કેવાં ભયંકર યંત્રો ! હું આજે જ આ સાંભળું છું. હવે સમજ્યો કે આ મહાન યંત્રોના જોર પર જ તમારા મહારાજાએ ‘અજાતશત્રુનું બિરુદ ધારણ કર્યું હશે.' ‘હા. આ યંત્રોનાં અમે પ્રદર્શન કરીએ છીએ. જે જે રાજ્યોએ એ જોયાં તેઓ મગધને નમતાં-ભજતાં થઈ ગયાં. ઝેરનું ઓસડ ઝેર, એમ હિંસાનું ઓસડ મહાહિંસા. એક દહાડો ભારતભરમાં મારો સિદ્ધાંત જ સર્વમાન્ય થશે, અને એ દહાડે બુદ્ધમહાવીરને લોક પાખંડી ગણી પથ્થર મારશે.” દેવદત્ત કોઈ મહાન ભાવિ ભાખતો હોય તેમ બોલ્યો. અજાતશત્રુની નગરીમાં 1233
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy