SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નવાં નામ બદલે, અને લોકો એને ઓળખી જાય, છતાં એ માને કે પોતાને કોઈ ઓળખતું નથી, એવી તારી દશા છે ! તું સત્ય નથી વદતો, છતાં સત્ય દેખાડવાનો પ્રયત્ન કરે છે. પણ એમાં નવું કંઈ નથી. આ તારી પ્રકૃતિ છે.' પ્રભુ મહાવીરનાં આ વચનોએ ગોશાલકના મુખને અગ્નિકુંડ જેવું બનાવી નાખ્યું, અને એણે ભયંકર સ્વરે કહ્યું, ‘ઓહ ! એક અહંતની આ અવજ્ઞા ! આહ ! મારો ક્રોધ હવે મારા કાબૂની બહાર જાય છે. આજ આ મહાવીર મારા હાથે નષ્ટવિનષ્ટ થાય, તો હવે મને દોષ દેશો નહિ !! ને ગોશાલક ગુસ્સામાં બે ડગ પાછો હઠ્યો. વળી એક ડગ આગળ વધ્યો. વળી ચાર ડગ પાછો હઠ્યો. વળી બે ડગ આગળ વધ્યો. એનું અગ્નિકુંડ જેવું મોં ઊઘડતું ને બંધ થતું હતું. તેજ-રેખાઓ એ રીતે ચમકતી ને અદૃશ્ય થતી હતી ! હવે ગોશાલક મહાવીરની સામે ઊભો હતો, પણ મહાવીર આ બધી સ્થિતિમાં જલકમલ જેમ ખડા હતા. આ વખતે મહાવીર પર અનુરાગ ધરાવનાર એક સર્વાનુભૂતિ નામના શિષ્ય આગળ આવ્યા : ને બંનેની વચ્ચે ઊભા રહીને બોલ્યા : ‘રે ગોશાલક ! કંઈક તો સમજ . શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ બ્રાહ્મણ કે શ્રમણ પાસે એક પણ આર્યવચન સાંભળ્યું હોય તોપણ તે માનને યોગ્ય ને વંદનને યોગ્ય છે; તો ભગવાન મહાવીરે તો તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યો છે, બહુશ્રુત કર્યો છે, છતાં ભગવાન સામે તે જે અનાર્યપણું આચરવા માંડ્યું છે, તે યોગ્ય નથી. તારું આ કૃત્ય કુશિષ્ય તરીકેની તારી અપકીર્તિને સુવિખ્યાત કરે છે !' | ‘કુશિષ્ય ? ઓહ સાધુડા ! તારો સર્વનાશ થજો !” ને ગોશાલકે જોરથી મંત્રોચ્ચાર કર્યા. મુખમાંથી નાનાં નાનાં તેજ વર્તુલો છૂટ્યાં, ને થોડી વારમાં એની પીંગળી આંખોમાંથી વાલાની રાતી શેડ છૂટી ! એ શેડ સીધી સર્વાનુભૂતિ મુનિ પર જઈને પડી ! વીજળી પડે અને લીલું કંચન વરણું ઝાડ જેમ કાળું ઢીમ થઈ નીચે ઢળી પડે, એમ મુનિ જમીન પર પડી ગયા. એકાદ બે તરફડિયાં મારવાનો પણ અવકાશ ન મળ્યો. એ નિષ્ણાણ વૃક્ષના ટૂંઠા જેવા થઈ ગયા. એક મુનિની હત્યા ? વાતાવરણ વ્યગ્ર બની ગયું ! ભગવાન મહાવીરના સમુદાયના બીજા એક સુનક્ષત્ર નામના નવજુવાન સાધુ 196 શત્રુ કે અજાતશત્રુ આગળ ધસી આવ્યા. એ બોલ્યા : “હે અનાર્ય ! ખૂની ! ગુરુદ્રોહી ! તને કયો મૂર્ખ અહંત કહે છે ? અહંત તો આ ઊભા. હજી પ્રાયશ્ચિત્ત કરી લે. ક્ષમામૂર્તિ મહાવીરના ચરણ ચાંપી લે, હે ચંડકૌશિક !” ‘હું ચંડકૌશિક ?’ અને ગોશાલકની મીંચાયેલી આંખો ફરી ખૂલવા લાગી. એના મુખમાંથી મંત્રોચ્ચારની તેજ કણીઓ વળી વેરાવા લાગી ! ‘સાપને તો મદારી પણ વશ કરી શકે, પણ આ મારા મંત્રાયરને વશ કરે તો તને કે તારા ગુરુને ખરો સમજું !” ને ગોશાલ કે આંખને વિસ્ફારિત કરી. ભયંકર તેજ જ્વાલાની શેડ છૂટી ! મુનિ સુનક્ષત્ર ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. ' લોહીં જોઈને વાઘની તરસ બમણી બને, એમ હવે ગોશાલક વીસેક પગલાં પાછો હઠ્યો. પળવાર આંખ સજ્જડ રીતે મીંચીને ઊભો રહ્યો. વપરાયેલી તેજ શક્તિનો પુનઃસંચય કરતો હોય તેમ લાગ્યું. ‘મહાવીર, ચેતી જજે !' ગોશાલકે ભયંકર ગર્જના કરી. ભલભલાના છક્કા છૂટી જાય એવી એ ગર્જના હતી. પછી ગોશાલક પાછલા પગે ચાલ્યો. અને જેમ વાઘ શિકાર પર છલાંગ મારે એમ આગળ કૂદ્યો. ભગવાન મહાવીર શિષ્યોને હવે પોતાની પીઠ પાછળ રાખી આગળ આવીને ઊભા હતા. હજુ મિષ્ટ સ્વરે કહેતા હતા, ‘બૂઝ , બૂઝ, ઓ બહાવરા !” ‘લે, લેતો જા !' ને ગોશાલકે નેત્ર ખોલ્યાં, જાણે અગ્નિભરેલી ગુફાનું દ્વારા ખૂલ્યું. ભયંકર જ્વાલાઓ નેત્રમાંથી છૂટી ! મેદનીએ આંખો મીંચી લીધી. ભયંકર જ્વાલાઓનું એક વર્તલ આંધીની જેમ ભગવાન મહાવીરના દેહની આજુબાજુ વીંટળાઈ વળ્યું ! ઓહ ! જેઓએ આ દૃશ્ય જોયું તેઓ ભયથી હેબક ખાઈને ભોંય પર પડ્યા, બેહોશ થઈ ગયા ! મહાવીર મર્યો ! ગયો !” ગોશાલકે ભયંકર અટહાસ્ય કર્યું. આખી શ્રાવસ્તીમાં પળવારમાં સમાચાર ફેલાઈ ગયા કે ભગવાન મહાવીર ગોશાલકના ગુસ્સાનો ભોગ બની નિશ્માણ બની ગયા ! એક કાળો બોકાસ બધે વ્યાપી ગયો. મહાવીરના અનુયાયીઓ કિંકર્તવ્યમૂઢ થઈને ખડા હતા. ત્યાં માનવ મેદનીને ગજવતો સ્વર સંભળાયો : ‘મહાવીર ! મારી તેજજ્વાલા ભલે પાછી ફરી, પણ હવે તું વધુમાં વધુ છ મહિનાનો મહેમાન છે !' અને લોકોએ જોયું કે તેજવાદળના પટાની જેમ વીંટાતી જ્વાલાઓ મહાવીર 'તેજોલેશ્યો ! 197
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy