SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અને બીજો દેશ કેવો ? હજીય યોગી ખાબોચિયાં ખૂંદે છે કે શું ? હું જે કહું છું તે બરાબર સાંભળો અને સમજો મારા રાજાના ધર્મગુરુ બનવાનું ને એ જે કહે તે કાર્ય કરી આપવાનું.’ ફાલ્ગનીએ આશાવાહી સ્વરે કહ્યું. મુનિ હા-ના કહેતાં પહેલાં ફાલ્ગનીના દેહ પર નજર કરી રહ્યા. મુનિનું અંતર પોકાર પાડતું હતું. આ અનુપમ લાવણ્યને ના કહીને શું આવો અનુપમ યોગ વણસાડાવો ? ના રે ના, યોગીને તો આખી વસુધા કુટુંબ સમાન છે. વૈશાલી પર પ્રેમ અને મગધ પર દ્વેષ-રાગદ્વેષની આ પ્રવૃત્તિ - એક મુનિને ન શોભે. | મુનિએ સહજભાવે કહ્યું, ‘ફાલ્ગનીના દરેક કથનનો મને સ્વીકાર છે, વચનબદ્ધ છું સખી ! હું તારા રાજાને ઓળખતો નથી. હું તો ફાલ્ગનીને- મારી આત્મપ્રિય સખીને- પિછાનું છું. ચાલ સખી ! તું કહે ત્યાં જઈએ, તું કહે તે કરીએ, જીવનનો અપૂર્વ આનંદ લઈએ.” “ચાલો ત્યારે, આજે ને આજે જ ત્વરાથી પ્રસ્થાન કરીએ. મગધની ધરતી બહુ દૂર છે.” અને ફાલ્ગનીએ પોતાના અર્ધખુલ્લા દેહને અંગમરોડ આપીને આખેઆખો દેહ મુનિ પર નાખી દીધો. મુનિ એ મીઠા ભારને વહી રહ્યા. મુનિની શેષ રહેલી વિવેકશક્તિ પણ આ સૌંદર્ય અગ્નિમાં ભસ્મીભૂત બની ગઈ. એ વખતે આશ્રમના કોઈ અંતેવાસીએ બહારથી દ્વાર ખખડાવ્યું. મુનિ જરા ચમકી ગયા, પણ ફાલ્ગની સ્વસ્થ થતાં બોલી, ‘એ તો પૂનમ હશે.' | ‘પૂનમ હશે ?' મુનિનું પાપથી ભીરું બનેલું મન ધ્રુજી ઊઠવું. એને પૂનમનો ડર લાગ્યો. ફાલ્ગનીના દેહ પર પૂનમનો માલિકી હક હતો. ‘નિશ્ચિત રહો. એ આપના યોગ અને શીલને બરાબર પિછાને છે. હું તો યોગીનો યોગ છું. મને ખાતરી છે કે એ તમારા ઉત્સંગમાં મને નિહાળે તોય શંકા નહિ સેવે. ચાલો, હું દ્વાર ઉઘાડું છું.’ ફાલ્ગની અર્ધા પહેરેલાં અને અડધાં ન પહેરેલાં વસ્ત્ર આગળ વધી. ‘થોભી જા, જરા હું સ્વસ્થ થઈ જાઉં. જોને, તારા સેંથાનું સિંદુર મારા કપોલ પર લાગ્યું છે !' મુનિની વાણીમાં ભય અને અસ્વસ્થતાની લાગણી ભરી હતી. “કંઈ વાંધો નહિ. એ તો આપણી આત્મીયતાનું અને તમારી યોગસાધનાનું પ્રતીક બન્યું છે. પૂનમ ઉદાર છે. યોગીના પ્રેમઅંશનો જાણકાર છે.' ને ફાલ્ગનીએ દ્વાર ખોલી નાખ્યું. જોયું તો એક અંતેવાસી સાથે પૂનમ બહાર ઊભો હતો. બંનેએ અંદર પ્રવેશ કર્યો. પૂનમે મુનિના ખંડમાં એક નજર નાખી. ફાલ્ગનીની ચંપાકળી જેવી અર્ધખુલ્લી દેહ જોઈ ન જોઈ અને એણે પોતાની દૃષ્ટિ યોગી તરફ ઠેરવી. | મુનિ મનોમન શંકામાં પડ્યા હતા. હમણાં પૂનમને શંકા પડશે, અને એ હોહા મચાવી મૂકશે ! સ્ત્રીની બાબતમાં લોકોનાં કલેજાં ભારે નાજુક હોય છે. પણ પૂનમ તો પૂનમ નીકળ્યો. એ એકદમ ખડખડાટ હસી પડ્યો ને મુનિની પાસે જઈને એના ચરણમાં પડતો બોલ્યો, ‘વાહ, ઊર્ધ્વરેતસવાળા યોગીની ભાળ આજ મને મળી , ધન્ય મુનિરાજ ! ધન્ય ફાલ્ગની ! ધન્ય હું ! આજે આપણે સૌ કૃતાર્થ બન્યાં ! અરે મુનિજી, હું શ્રાવસ્તી જાઉં છું. તમારે આવવું છે ?' ‘એકાએક શ્રાવસ્તી જવાનો કંઈ ઉદ્દેશ ?’ મુનિએ ઉત્સુકતાથી પૂછવું. આજ સવારે ઢંઢેરો પિટાયો છે કે ત્યાં બે અહંત ભેગા થયા છે ને ખરાખરી સાઠમારી જામી છે.' મુનિના એક અંતેવાસીએ કહ્યું. કોણ બે અદ્વૈત ?” ‘ભગવાન મહાવીર અને આર્ય ગોશાલ ક.’ | ‘મહાભિનું દેવદત્તે હમણાં અહીં સમાચાર કહેવરાવ્યા છે. વાહનનો જોગ તેના તરફથી છે, દર્શનના દર્શન થશે, ને મોજ ની જ મળશે , ચાલો, ચાલો, ખૂબે મજા આવશે.' પૂનમે ખૂબ ભાવપૂર્વક કહ્યું. “અરે, મહાભિખુ દેવદત્તે જ આ બધો ઉપાડો લીધો છે ! એ શ્રમણમાત્રનો શત્રુ બન્યો છે. દેવદત્ત છડેચોક કહે છે કે એમના લાકડે એમને બાળીશ ! એમની અહિંસા અને એમનું અહંતપદ એમને જ ન બાળે તો મને કહેજો.’ | ‘પણ એમ કરવાનું કંઈ કારણ ?” ફાલ્ગની જાણે દેવદત્તને પિછાનતી ન હોય તેમ બોલી. ‘પેટનો બળ્યો ગામ બાળે, એના જેવું. એને કોઈ પણ ધર્મના આચાર્ય બની રાજ ગુરુ ને લોકગુરુ બનવું છે. અત્યારે સહુ કહે છે કે રાજગુરુ, ધર્મગુરુ કે લોકગુરુ બની શકે એવા તો માત્ર બે જ જણા છે. એક ભગવાન બુદ્ધ અને બીજા ભગવાન મહાવીર, બુદ્ધ પર એણે હમણાં એક પ્રયોગ કરેલો, એ તો જાણો છો ને ?” ‘કેવો પ્રયોગ કરેલો ?' ફાગુની જાણે વાત ન જાણતી હોય તેમ બોલી. ‘ભયંકર પ્રયોગ. પ્રથમ તો બુદ્ધ અને મહાવીરના ઉપાસક મહારાજા શ્રેણિક બિંબિસારનો તેણે કાંટો કઢાવ્યો, અને એના પુત્ર અશોકચંદ્ર-અજાતશત્રુનો મિત્ર અને સાથી બની ગયો. રાજાના સાથી તરીકે એણે એક દહાડો રાજા પાસે માગણી મૂકી કે મારાઓને મોકલી બુદ્ધની હત્યા કરો.” 178 D શત્રુ કે અજાતશત્રુ યોગીનો યોગ | 79
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy