SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શય્યા પર સૂઈ ગઈ. જાણે સુતરશ્રમને નિવારવા માટે બાજુમાં કમળપુષ્પનો વીંઝણો એ ઢોળવા લાગી. એનું ગતિડોલન અપૂર્વ હતું. એ ડોલનથી એની અલકલટ પરનાં મંદારપુષ્પો શિથિલ બન્યાં હતાં. શ્રવણ ઉપરનાં સુવર્ણકમળો નૃત્ય કરતાં હતાં, એના હાથે ને પગે લાલારંગની લાલી હતી. શી સ્વર્ગની શોભા ?'' રોહિણેય એકદમ આવેશમાં બોલી ઊઠ્યો. મારા અધિરાજ, હજી તો એવા ઘણા ખંડ બાકી છે. જુઓ, ગ્રીમખંડની પડખે જ , કેતકી પુષ્પનાં વનોથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગળ કરતી હોય એવી વર્ષાઋતુ. ત્યાં મીઠો ઝરમર ઝરમર મેહ વરસે છે, અને પેલો ઉન્મત્ત મયુર કે જેનો અમર પિરછ કલાપ ઇંદ્રધનુના રંગોથી દેદીપ્યમાન છે. એ કેલિ કરતો રસિકોને આમંત્રણ આપે છે. જેવી આ વર્ષાઋતુ છે એવી એના ઉપભોગને અનુરૂપ શ્યામસ્વરૂપા, સ્નિગ્ધગાત્રા વામાં ત્યાં છે.” વર્ષાઋતુનો ખંડ ખુલ્લો થતાં જ અંદરથી વાદળોના ગોટેગોટા જાણે બહાર નીકળવા લાગ્યા. ગર્જના ને વીજળી થવા લાગી. વરસતા વરસાદમાં એક વૃક્ષની ડાળ પર બે શુક-સારિકા ચાંચમાં ચાંચ નાખી પ્રણયોન્મત્ત બેઠાં હતાં. હવાના ઝકારાઓમાં હેમદ્વાર વારેવારે બિડાતાં હતાં ને ઊઘડતાં હતાં. આ વેળા નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક નીલવર્ણા ઉત્તરીયવાળી સ્ત્રી એમાં પ્રવેશી. પવનનું તોફાન પ્રચંડ હતું. એક પવનના ઝપાટે એનું નીલરંગી ઉત્તરીય દેહથી અળગું કરી નાખ્યું. એ જ વેળાએ નિર્લજજ વિદ્યુતે પ્રકાશની સળી ઘસીને એ સુંદરીની નગ્નતા પ્રગટ કરી દીધી. સુવર્ણથી કંડારેલ કોઈ પ્રતિમાશી એ પોતાની નગ્નતા ઢાંકવા જાણે કોઈનું આલંબન યાચતી હોય એમ એકદમ અંદર ધસી ગઈ. “અદ્ભુત !'' પુરુષે ફરીથી ઉચ્ચાર કર્યો. સ્વામી ! હજી આ શરદવિલાસને તો નિહાળો ! નવીન નીલ કમળના વિસ્તારથી હજાર નેત્રવાળી થઈ પોતાની શોભાને ચૂમતી હોય એવી શરદને તો જુઓ ! સ્વચ્છ જળ ભર્યા સરોવર, ને વૃક્ષ વૃક્ષ ગુંજારવ કરતા ભ્રમરો 'રક્તપાદ અને રક્તચંચુથી શોભતા આ શ્વેત શરીરના રાજહંસોય હવે પોતાની પ્રિયતમ હંસીઓ સાથે વિહાર કરે છે અને પેલું આસોપાલવ ! સોળશણગાર સજેલી સુંદર યુવતીના પાદપ્રહારથી હવે તો અજબ રીતે ખીલી ઊઠયું છે. ને પેલું બકુલ ! સુરસુંદરીઓએ મધુરસની પિચકારી મારી એનેય બહેકાવી મૂક્યું છે. દેવોને વિજયપ્રસ્થાન માટેનો આ પ્રસંગ વિદાય થતાં પહેલાં પતિને અનેક રીતે તૃપ્ત કરતી કામિનીઓની વ્યાકુળતા તો નીરખો ! એમનાં શૃંગાર, એમના હાવભાવ, એમના રતિવિલાસો અનન્ય છે. એવી સુંદર ઇતુ શરદને શોભાવતી કુમકુમ લાલપવાળી સુંદરી પણ છે.” 180 સંસારસેતુ વસંત, ગ્રીમ ને વર્ષાના ખંડની પછી શરદ ઋતુનો ખંડ હતો. એના દ્વારા ઊઘડતાં જ શુભ્ર સ્વચ્છ દિશાનો ચારે તરફ ચમકતી દેખાઈ. શાંત જળભર્યા સરોવરો ને એને આરે નાનાં નાનાં તાજા દર્ભ ચરતાં મૃગબાળ દેખાયાં. પયોધર ને નિતંબના ભારથી લચી જતી એક નૃત્યસુંદરી માથે કુંભ મૂકી પનઘટ જવા નીકળી હોય એમ તેમાં પ્રવેશી. અને આ હેમંતલક્ષ્મી ! અને એના ઉપભોગને યોગ્ય આ હસ્તિની સુંદરી ! એની સ્નિગ્ધતા વગરની વિરહવેણી તો જુઓ ! એણે પ્રીતમના પ્રસ્થાનને દિવસે જ સુંદર કેશ કલાપની ત્રણ સરની એક લાંબી લટ ગૂંથીને વેણી બાંધી છે. પિયુ ઘેર આવીને જ એ વેણી છોડશે, ને કેશસંસ્કારધૂપ* આપશે." હેમંતઋતુનો ખંડ ઘેરો હતો ને શીળા વા વાતા હતા. પક્ષીઓ, પશુઓ એકબીજાની હૂંફમાં પડ્યાં હતાં. એ વેળા એક વિરહિણીએ દ્વાર ખોલ્યું. એણે ફૂલોની સેજ બિછાવી રાખી હતી. મધુર પકવાન્ ને સુંદર મધુરસો તૈયાર રાખ્યા હતા. શીતળ વાયરા એની કોમળ દેહલતાને ધ્રુજાવી રહ્યા હતા, પ્રીતમની રાહમાં ધડકતા ઉરને ઉરવસ્ત્રથી વારે વારે દાબતી હતી. એના કંઠમાં શ્વેત ડોલર કળીઓનો હાર હતો. અને ઓ મારા નાથ ! નીરખી લો ! ડોલરને અને સિંદુરવાનાં પુષ્પોથી હેમંત અને વસંતનું અનુસંધાન કરતી આ શિશિર ! પણે ઊભી શિશિરને ઉપભોગ શ્યામા !” એ દશ્ય પણ અભુત હતું. પુરુષ સૂધબૂધ ભૂલી ગયો. એણે પોતાની પાસે બેઠેલી કુશળ અપ્સરાને ભેટવા પોતાના બાહુ લંબાવ્યા : “થોભો, મારા નાથ ! આ દેવવિમાન, પ્રાસાદ, આ ઋતુમાં ને ઋતુઓને યોગ્ય રસિકાઓને સ્વીકારી સુધન્ય કરો તે પહેલાં અમને તમારો અભિષેકવિધિ પૂર્ણ કરવા સુંદરીઓ, તમારો વિધિ ખુશીથી પૂર્ણ કરી, એ માટે તૈયાર છું.” સેજ પર બેઠેલી નવયવનાએ સંકેત કરતાંની સાથે ભરેલા જળકુંભો હાથમાં લઈને અનેક સુંદરીઓ ત્યાં ઉપસ્થિત થઈ ગઈ. દરેક સુંદરીએ વક્ષસ્થળ ઉપર એક કીમતી વસ્ત્ર વસ્યું હતું ને દેહ પર સુશ્રીથી ભરેલા અવયવોને પારદર્શક બનાવે તેવું ઉત્તરીય પહેર્યું હતું. એમના ગાઢ કેશકલાપ છૂટા હતા ને તેમાંની સુગંધી તેલની સ્નિગ્ધતા આંખને ભરી દેતી હતી. કુંભવાળી સ્ત્રીઓની પાછળ કુસુમછાબ લઈને સુંદરીઓ આવી હતી. તેની પાછળ અનેક જાતના મઘમઘતા પકવાન્સથી ભરેલા થાળ લઈને સુંદરીઓ ઊભી હતી. * કેશને ધૂપ દેવાનો પ્રાચીન રિવાજ, સ્વર્ગલોકમાં n 181
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy