SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ “સ્વર્ગના નવા મહારાજા ! આ બધી સુંદરીઓ આકાશગંગાનું પવિત્ર નીર ને આકાશકુસુમોની ફૂલછાબથી આપનું સ્વાગત કરશે. પણ એ પહેલાં આ દેવભવનના રિવાજ મુજબ આપે નિઃસંકોચ રીતે પૂર્વભરનાં સુકૃત્ય ને દુષ્કૃત્ય વર્ણવવાં જોઈએ. દરેક દેવતાના અભિષેકની આ પ્રાથમિક વિધિ છે ! પૂર્વભવ ? સત્ય ? દુષ્કૃત્ય ?” મનને મૂર્છા ચડાવે તેવા આ રમ્ય વાતાવરણમાં આવા પ્રશ્નો રોહિણેયના મનને ભારે કરી નાખે તેવા લાગ્યા. એણે ફરીથી ધીરે સ્વરે ઉચ્ચાર્યું : “સુકૃત્ય ને દુષ્કૃત્ય !” “હા, સુકૃત્ય ને દુષ્કૃત્ય ! તમારાં સત્યો સાંભળીને અમે બધાં સ્વર્ગલોકમાં એની કીર્તિગાથાઓ ગાતાં ફરીશું. તમારાં દુષ્કૃત્યો તો જાહેર થતાંની સાથે લય પામશે. અને એ રીતે આત્મા પરનો બોજ હળવો થતાં તેમાં ચિરકાળ સુધી આ સુંદર સ્વર્ગ, આ સૌંદર્યભરી અપ્સરાઓને ભોગવી શકશો.” પણ આ શબ્દો કંઈ કંઈ સતેજ બનતા જતા રોહિણેય પર જુદી અસર નિપજાવી રહ્યા. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો : શું સ્વર્ગમાંય સુકૃત્ય ને દુષ્કૃત્યની માથાકૂટ રહેલી છે ?” અને રોહિણેયે ખુલ્લાં રહેલાં વાતાયનો વાટે દૂર દૂર સુધી નજર નાખી. મધરાતનું આકાશ તારલિયાઓથી છલોછલ હતું ને દૂર દૂર પૃથ્વી પરના દીપકો દેખાતા હતા. એણે દૂરની નજર સંકેલી ચારે તરફ ખંડમાં નજર નાખી. ખંડમાં મોહિની રૂપ ધરીને નયનનર્તન કરતી, કટીભંગ કરતી, વિધવિધ હાવભાવ રચતી એ જ અપ્સરાઓ ખડી હતી. શું સાચું ? પોતાનાં સુકૃત્યો – દુષ્કૃત્યોને પ્રગટ કરી દેવા ? હજી શરીરમાં ઘેન વ્યાપેલું જ હતું. પથ્થરનાં ઓશીકાં ને પાણીની પથારીઓમાં પોઢનારી મદભરી કાયા સેજમાં બેઠેલી અસરાના સુકોમળ અવલંબન વગર ટટ્ટાર બેસી શકતી નહોતી ! સ્વર્ગ ! અસરા ! અને પુરુષને પોતાનાં સુત્ય ને દુષ્કય યાદ આવવા લાગ્યાં. મોટામાં મોટું દુષ્કૃત્ય કર્યું ? અને એ પુરુષને પોતાનું એક મહાન દુષ્કૃત્ય યાદ આવ્યું. એણે રોહિણેયના જન્મમાં પિતાની આજ્ઞા ઉલ્લંઘીને પેલા જ્ઞાતપુત્રની વાણી સાંભળી હતી ! એ જ મોટું દુષ્કૃત્ય. એ વાણી સાંભળવા કરતાં એ વેળા પોતે મરી કેમ ન ગયો ! કેવું દુષ્કૃત્ય ! અને દુક્યની યાદ સાથે પેલા શબ્દો એનાં સ્મરણપ્રદેશમાં ગુંજારવ કરી રહ્યા. અરે, એ જ સ્વર્ગભુવન શું આ જ ! આ જ પેલાં દેવદેવીઓ ! શું આ સત્ય હશે કે પ્રપંચ ! મગધનો મહાચોર રોહિણેય મરી ગયો ? આ મારો નવો અવતાર છે ? ખરેખર હું સ્વર્ગમાં છું ને આ સુંદર અપ્સરાઓ મારી સેવિકાઓ છે ? અને પુરુષ વિશેષ વિચારમાં ઊતરતો ગયો. એણે સામે ઊભેલી સુંદરીઓ પર શ્રમભરી નજર કરી, ખંડની દીવાલ પર ઝળહળતા દીપકોના પ્રકાશમાં એ લાંબા સુંદર પડછાયા પાડતી ઊભી હતી. પ્રતિહારિકાઓની ફૂલમાળાઓ ગૂંથાઈને કંઈક કરમાયેલી લાગતી હતી. દીર્ધ શ્રમ રાતના ઉજાગરે ઘેઘૂર બનેલાં વિશાળ લોચનો વારેઘડીએ ઉઘાડÍચ થતાં હતાં. સાચોસાચ આ અસરાઓ હશે ? શું રોહિણેય મૃત્યુ પામ્યો હશે ? એણે વિમાસણમાં સેજ અપ્સરાના હસ્તને ખેંચ્યો. અપ્સરાના કોમળ હસ્ત પર પ્રસ્વેદ હતો. એના પગમાં લાગેલા તીરને કાઢતાં કાઢતાં અચાનક સાંભળી લીધેલાં જ્ઞાતપુત્રનાં પેલાં અકારાં લાગેલાં વાક્યો યાદ આવ્યાં : “મહાનુભાવો, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવનો રાજા ઇંદ્ર છે ને તે સ્વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે, તે જાણો છો ? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી, તેમનાં નેત્રો કદી ઉઘાડÍચ થતાં નથી. એમની પુષ્પ-માળાઓ કદાપિ કરમાતી નથી અને એમનો દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.” જ્ઞાતપુત્રે કરેલું વર્ણન અને આ દૃશ્ય બેમાં જમીન આસમાનનો ફેર હતો. શું જ્ઞાતપુત્ર જૂઠા ! અરે, બીજી બાબતમાં ભલે જૂઠા લાગે. સ્વર્ગની બાબતમાં જૂઠા શા માટે હોય ? રે રોહિણેય ! ચાલ ! ઉસ્તાદી બનાવ ! અનિષ્ટમાંથી પણ ઇષ્ટ ખેંચી લે. બીજી તરફ જ્ઞાતપુત્રનાં વચનોને પણ સત્યની કસોટી પર કસી લે. એક કાંકરે બે પક્ષી ! ‘દગો દગાખોર સાથે દગો !” પુરુષના મસ્તિષ્કમાં કોઈએ નવો પ્રકાશ રેડ્યો. મહામંત્રી અભય એને યાદ આવ્યો. વગર ઋતુએ પોતાની માતાનો દોહદ પૂરવા જેણે વૈભાર પર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. એ વિચક્ષણ મુત્સદીથી શું અશક્ય હોય ! નક્કી દગો ! - રોહિણેય અજબ વિમાસણમાં પડી ગયો. વિધિમાં વિલંબ થતો હોવાથી એને સાવધ કરવા એ અપ્સરાએ નજીક જઈ, લલિત રીતે દેહસ્પર્શ કરતાં કહ્યું : - “સ્વામીનાથ ! અન્ય દેવતાઓ આપનું સ્વાગત કરવા સ્વર્ગભૂમિની વીથિકાઓમાં સજ્જ થઈને ખેડા છે. કૃપા કરીને અવિલંબે વિધિ સમાપ્ત થવા દો ! બોલો , આપનાં કૃત્યોની કથા કહો ! અમે શ્રવણ કરીએ છીએ !” ક્ષણભરની આંધી પછી જેમ દિશાઓ પ્રસન્ન થઈ ઊઠે છે, એમ મુંઝવણની એક પળ પસાર થતાં જ પુરુષ સાવધ થઈ ગયો. એણે કહેવા માંડ્યું : “હે મૃગુલોચના ! પૃથ્વી પર હું તદ્દન નિર્દોષ જીવન ગાળતો હતો. ઘેર ખેતી 1821 સંસારસેતુ સ્વર્ગલોકમાં | 183
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy