SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ અને પશ્ચિમ “થનગન વનમાં નીચે વસંતડી હૈયાની કુંજ મારી હૂલે-ઝૂલે.” – ન્હાનાલાલ રોજ પ્રાતઃકાળે રાજગૃહીની ઐશ્વર્યભરી શેરીઓમાં એક મીઠો સ્વર સંભળાતો. પ્રભાતની મંદ મંદ પવન-લહેરો પર સવાર થઈને, જનશૂન્ય વીથિકાઓમાં થઈને વહેતો આ મધુર ગીતરવર સૂતેલાં નરનારીઓની કાગાનીંદરમાં ઔર મીઠાશ પૂરતો. ધીરે ધીરે સ્વચ્છ થતા જતા આકાશના આંગણા પર અદ્ભુત ચિતાર અરુણ, કુમકુમનાં છાંટણાં છાંટીને વિદાય લેવાની તૈયારી કરતો કે તરત આ ગીતસ્વરા સંભાળતો દૂર દૂર આંબાવાડિયામાંથી વહ્યો આવતો. કોકિલનો ઉન્મત્ત ટહુકાર, થોડે દૂર આવેલાં વ્રજ -ગોકુળોમાં ઘમ્મરવલોણાં ફેરવતી ગોપકન્યાઓના મીઠા કંઠસ્વરો, અને તે બધા સાથે ભળીને વહ્યો આવતો આ સૂર અપૂર્વ સ્વરમાધુરી ધારણ કરતો. અને આ સૂર પણ કંઈ એકલો જ નહોતો વહેતો. તાલબદ્ધ ઘરઘરાટનો ધ્વનિ પણ સાથે સાથે આવતો. પરોઢિયાની તંદ્રામાં પડેલાં રસિક જનોને વાદળોના ધીમા ગડગડાટ પર સવાર થઈને કાંઈ ઇંદ્રપરી ટહુકતી ચાલી જતી હોય, એવી કલ્પના ઊગી આવતી. પણ કલ્પનાનો ઉપભોગ પૂરો થાય તે પહેલાં વૈતાલિકોનાં ગાન આરંભાતાં, દેવાલયનો ગંભીર ઘંટારવ નિદ્રાની સાંકળને છિન્નભિન્ન કરી નાખતો, અને જરા મોડાં જાગેલાં પુરજનો ઉતાવળે નિત્યકર્મમાં પરોવાતાં. સૂની વીથિકાઓમાં અવરજવર વધતો અને અચાનક એક મીઠો અવાજ સંભળાતો : છેટાં રહેજો માબાપ !” પેલું ગીત બંધ થઈ જતું. ઘરઘર અવાજ વેગવાન બનતો.
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy