SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ “હત્તારીની ! અરે આ તો ચાંડાલણી વિરૂપા !” કેટલા રસિકજનોની ભાંગીને ભુક્કો થઈ ગયેલી મનોરમ કલ્પનાનો આમાં પડઘો પડતો હતો. “એનો ધણી રાજાજીના બગીચાનો રક્ષક અને આ ગાંડી આમ શેરીઓ વાળી જીવન કાં ભરે ?' પાસેથી પસાર થતા પુરજનો વિરૂપાને જોઈ, મધપૂડો જોઈને માખીઓ ગણગણવા લાગે એમ કંઈ ને કંઈ ગણગણાતા ચાલ્યા જતા. પેલો માતંગ જ એનો ધણી ને ! અલ્યા, એ તો પૂરો મંત્રવેત્તા છે મંત્રવેત્તા ! આ રૂપાળીના ખાવાના કોડ પૂરવા ઘેર બેઠાં રાજાજીના બગીચાની કેરીઓ મંગાવતો, એવો જબરો છે ! અરે, કહેવાય છે કે એની પાસેથી એ વિદ્યા મેળવવા ખુદ મગધરાજ નીચા આસને બેઠેલા, ને એ ઊંચા આસને બેઠેલો !'' “મૂકને એ વાત ! પ્રભાતના પહોરમાં ચાંડાલની વાત ક્યાંથી કાઢી ! ન જાણે આજનો દહાડો કેવો જશે !” ચાંડાલ થયા એટલે શું ? શું એ કંઈ માણસ નથી ?” “અલ્યા એ માણસવાળો છે કોણ ? કોઈ શ્રમણનો ચેલો લાગે છે !” અચાનક પાછળથી ક્રોધભર્યો ગર્જારવ સંભળાયો. વાતો કરનારા પાછળ જોવા જાય છે, તો કોઈ ભૂદેવતા ચાલ્યા આવતા દેખાયો. માથા પર હવામાં ફરફરતી ખાસ્સી એડેધા ગજ ની શિખો, ખભા ઉપર લાંબી યજ્ઞોપવીત, કપાળમાં મોટું ત્રિપુંડ ને હાથમાં પૂજાપાત્ર ! એમના પગની ચાખડીઓનો ખડખડાટ ભલભલાની તંદ્રા ઉડાડી દે તેવો હતો. વાતો કરનારા તો ભયથી ઉતાવળા આગળ વધી ગયા, પણ પેલા ભૂદેવતાનો ક્રોધ ઓછો ન થયો. ક્રોધ ઠાલવવા માટે એમણે વિરૂપાને જ યોગ્ય પાત્ર સમજી. અરે ઓ ચાંડાલણી ! મહાપાતકી, હીનવણ, ધર્મહીના ! જરા કોઈ જતુંઆવતું હોય એ જો તો ખરી ! આમ ધૂળ ઉડાડ્યું જાય છે, પણ એ ધૂળ અમારા તરફ ઊડીને આવી રહી છે, તે તો જો ! ધર્માધર્મનો વિચાર તો કર ! અરે, બધું એક આરે કાં કરો ! આ ભવ તો બગડ્યો, પણ પર ભવનો તો વિચાર કરો.” “ખમા મારા દેવતા ! પાયે પડું !" વાળતી વાળતી વિરૂપા થંભી ગઈ ને જરા કટાક્ષમાં બોલી ; “તમારો ધર્મ અમર રહો ! પણ તમને ધર્મભ્રષ્ટ કર્યા, એ ગુનો મારો નથી, મહારાજ !” “ત્યારે કોનો છે ?” “આ અધર્મી પવનનો. આમતેમ વહેતો એ સ્વછંદી અમને અને તમને સરખાં કરે છે. એને જરા શિક્ષા કરો ને, ભૂદેવતા !" વિરૂપા જરા ટોળથી બોલી. “જોયાંને નીચ ! અધમ ! રે દુષ્ટ ! મારી મશ્કરી ?” ભૂદેવતાનું ત્રીજું લોચન ખૂલી ગયું.એમણે ક્રોધાગ્નિ વરસાવતાં કહ્યું : “આખરે કજાત તે કજાત! સાબુથી ગમે તેટલો ધુઓ, પણ કોલસો કાળો મટે ? આ કોલસાને ધોળા કરવા પેલા પાખંડીઓ હાલી નીકળ્યા છે. એણે જ આ બધાને ફટવ્યાં છે. હોમ-હવન, યજ્ઞ-યાગ, પૂજા-પાઠ બધા વૈદિક ક્રિયાકાંડો પર પાણી ફેરવ્યું. હળાહળ કળિ આવ્યો !” પેલો પાખંડી ને ?" બટકબોલી લાગતી વિરૂપા એકદમ ભક્તિના આવેગમાં આવી ગઈ : “તમારે મન પાખંડી, પણ અમારો તો તારણહાર ! અમ દુઃખિયાંનો બેલી ! અમ ગરીબોનો નાથ ! જનમ જનમની અમારી હીનતા એણે ધોઈ નાંખી ! દેવતા, એ અમારો મંગલમય પ્રભુ તમારી હીનતા નિવારો !” “મહત્યાપ, શાંતમ્ પાપમ્ ! નીચને મોઢે લગાડવાં ખોટાં ! એમની સાથે તે વાત હોય ! એ તો તાડનનાં અધિકારી !'” અને અનેક શાપ આ ચાંડાલ જાત તરફ વરસાવતા ભૂદેવ શાસ્ત્રનાં ફરમાનો રટતા, કાષ્ઠની ચાખડીઓ ખખડાવતા આગળ વધ્યા. વિરૂપા પણ એક મંદ સ્મિત વેરી કામે લાગી. રોજ રોજ આવા આવા અનેકવિધ અનુભવોને પાત્ર થનાર વિરૂપા શું ખરેખર લક્ષ આપવા લાયક વ્યક્તિ હતી ? માનવીનાં ચર્મચક્ષુ સ્વાભાવિક રીતે આ કષય એવી એ રૂપસુંદર હતી ? વિરૂપા હતી તો જાતની ચાંડાલ, વાને કંઈક ઘનશ્યામ, પણ કુદરતે એના ઘાટમાં સૂતું સૌંદર્ય મૂક્યું હતું. શામળી છતાં વિરૂપા સુંદર હતી. સુંદરતા કંઈ સફેદ ચામડીમાં જ નથી હોતી. કામદેવની કામઠી શી એની દેહલતામાં અંગે અંગે અદ્ભુત મરડ ભર્યો હતો. એ ચાલતી અને જાણે નૃત્યનો કોઈ ભંગ રચાતો. એનું સુરેખ નાક, મોટી ને કાળી આંખો, છટાદાર શરીરરેખાઓ જોનારાની આંખોને ખેંચી રાખતાં. ગોળ લાડવા શા મુખ પર ઊંચો ઉતાવળે બાંધેલો અંબોડો એની મુખશ્રીમાં અનેકગુણો વધારો કરતો, છતાંય એ ચાંડાલ કુળની હતી; જે કુળને બ્રહ્માજીએ પોતાના પગ દ્વારા સરક્યું, અને જેમના અનુયાયીઓએ પોતાને પગ તળે કચર્યું, એ હીણા શૂદ્ર કુળનું સંતાન હતી. શાસ્ત્રજ્ઞાન એમના માટે શિરચ્છેદ સમાન હતું ને હીનતા એ એમનો જન્મસંસ્કાર હતો. એવા કુળની આ સ્ત્રી હતી. વિરૂપાનો પતિ માતંગ રાજગૃહીના રાજ-ઉદ્યાનનો રખેવાળ હતો. ને વિરૂપા પોતે રાજગૃહીની શેરીઓ વાળતી. સ્વમાન ને માનવહક જેવા કોઈયે સિદ્ધાંત આ દેપતીએ જાણ્યા નહોતા, છતાં એમનું જીવન એ સિદ્ધાંતો પર જ રચાયેલું હતું. વિરૂપા ?” ઊંચેથી અવાજ આવ્યો. “કોણ બા ?” શેરીઓ વાળતી વાળતી વિરૂપા શેરીને એક છેડે આવેલી હવેલી નીચે આવી પહોંચી હતી. ઊંચી ઊંચી હવેલીના સુંદર નકશીદાર ગવાયમાં પૂર્વ અને પશ્ચિમ 3 2 D સંસારસેતુ
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy