SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ હવે પધારતા હશે. હું પાછો ફરું છું.” દેવસૂનુએ આજ્ઞા માગી. - “ખુશીથી પાછો જા. મહારાજાને કહેજે કે મગધરાજના નામ પર બત્રીસ પુત્રોની તો શું, પોતાની જાતની પણ કુરબાની કરવા માટે નાગરથિક ને સુલસા તૈયાર છે. ઘણું જીવો મગધ !” - “ઘણું જીવો મગધના મહાજનો !” અચાનક પાછળથી ધીરગંભીર સ્વર આવ્યો. બધાએ ચમકીને પાછળ જોયું તો સ્વયં મહારાજા બિંબિસાર અને મહાઅમાત્ય અભય આવી ઊભા હતા. સુલસા બાજુમાં માથું નમાવી ઊભી રહી ગઈ. નાગરથિકે હાથ જોડી નમસ્કાર કર્યા; પણ આ શું ? ખુદ મગધરાજે નાગરથિકના પગનો સ્પર્શ કર્યો. મારા નાથ , મને શરમાવશો મા !'' હું ક્ષમા યાચું છું, નાગદેવ !” શાની ક્ષમા ?” બત્રીસલક્ષણા બત્રીસના સંહારનું નિમિત્ત બન્યો તે માટે .” કોનો સંહાર, રાજવી ! મગધના સિંહાસન માટે જ તો આ જીવતર છે. રાજનું મારો વંશ ચિરંજીવ બની ગયો.” દેવી સુલસા ! મને ક્ષમા આપશે કે ?' “શા માટે નહિ ? સુલસા આજે વિશ્વમાં અભિમાન લઈ શકે તેવા પુત્રોની માતા સિદ્ધ થઈ છે. જીવન અને મૃત્યુ તો દિવસરાત જેવાં છે." નાગરથિકે સુલસાના અંતરભાવ વાંચતાં કહ્યું. “કેટલું ધૈર્ય ! ખરેખર મગધની આવી મહાપ્રજા માટે હું રાજા તરીકે અયોગ્ય છું : એવું મને ઘણી વાર લાગી આવે છે.” નિખાલસ સ્વભાવનો મગધરાજે નમ્રતાપૂર્વક કહ્યું. - “જેવા રાજા હોય તેવી પ્રજા થાય, મહારાજ , આજનો ઉત્સવ ફરીથી શરૂ થાય તેવી મારી ઇચ્છા છે. સુલસાના ઘેર શોક નથી, પણ ઉછરંગ છે : એ વાતની પ્રજાને મારે જાણ કરાવી છે.” સુલસાએ નમ્ર મુખે પ્રાર્થના કરી અને મહારાજની પાછળ રહેલી શિબિકા તરફ આગળ વધી. દાસીઓ મોતીના હાર, સુંદર ફૂલો ને અમતકુંકુમના થાળ લઈ આવી. રથમાં રાણી ચેલ્લણા હતાં. “મગધનાં મહારાણી ! મગધની એક નારી આપનું સ્વાગત કરે છે.” સુલસાએ રાણી ચેલણાને વધાવ્યાં, હસ્ત ગ્રહીને એમને બહાર લાવી. “માતા, મગધના શિરછત્ર સમા નાગદેવને નમસ્કાર કરો ! અને જગતજનની 88 [ સંસારસેતુ જેવાં દેવી સુલસાની આશિષ માગો.” મહાઅમાત્ય અભય કુમારે રાણીજીને કહ્યું : “પ્રણામ છે, પૂજનીય દેવતા !” “દેવી, અખંડ સૌભાગ્ય ભોગવો ને રાજા ચેટકના સંસ્કારબીજ અહીં રોપજો !” નાગરથિકે આશીર્વાદ આપ્યા. આશીર્વાદે કેટલાકને ચમકાવ્યા. અરે આ તો મહારાજ મગધરાજનું અપમાન ! પણ ના, ના, એ વીર યોદ્ધાના શબ્દોમાં એટલી નિખાલસતા ભરી હતી કે સહુને અપમાન કરતાં એમાં શિખામણનો ભાસ થયો. અનેક જાતના વિચિત્ર બનાવોથી મૂંઝાઈ રહેલ રાણી ચેલ્લણા આ સ્ત્રી-પુરુષ સામે આશ્ચર્ય અને હર્ષથી નિહાળી રહી. એક ક્ષણમાં મગધની અસંસ્કારિતા વિશેની એની કલ્પના સરી ગઈ. નવીન વાતાવરણ જાણે જૂનું લાગવા માંડ્યું. એણે મસ્તક નમાવી આશીર્વાદ ઝીલતાં કહ્યું : “ગુરુજનોના આશીર્વાદ ફળો !” પુત્રમૃત્યુની ઘેરી છાયા ધીરે ધીરે વિલીન થવા લાગી. જ્યાં મરનાર પુત્રોનાં માતા ને પિતા સ્વયં ઉત્સવમાં અગ્રગણ્ય ભાગ લે, ત્યાં બીજા શોક શી રીતે મનાવી શકે ? શ્રેષ્ઠીપુત્ર મેતાર્ય અને ઉદ્યાનરક્ષક માતંગનું સ્વાથ્ય કેવું છે ?” મહારાજાએ નાગરથિકને પ્રશ્ન કર્યો. સારું છે, મહારાજ , મગધની લાજ એ બે જણાએ રાખી !” અને વિરૂપા ?” “હા, હા, એને પણ જીવના સાટે મેતાર્યને જાળવ્યો, નહિ તો આજે રાજગૃહીનો એક દીવો જલતો ન હોત.” ચાલો, આપણે સર્વ એમની ખબર લેવા જઈએ. એમનું જાહેર સન્માન થવું ઘટે !” મહાઅમાત્ય પ્રસ્તાવ મૂક્યો. આગળ મહાઅમાત્ય ને નાગરથિકના અશ્વ, પાછળ મહારાજાનો અશ્વ અને પછી નવાં રાણીની શિબિકા : પાછળ માનવસમુદાયનો કોઈ હિસાબ નહોતો. વિરૂપાના તુચ્છાતિતુચ્છ આવાસ તરફ મહામહિમાવન્તો માનવસાગર ઊલટી રહ્યો. રાજા અને પ્રજાની આ હેતપ્રીત જોવા જાણે આકાશના દેવતાઓ પણ હાજર થયા હોય અને એમના પ્રકાશથી આખું નભોમંડળ ઝગઝગી રહ્યું હોય તેમ લાગતું હતું. સવારનો સૂર્ય મધ્યાહ્ન પહોંચતો હતો. મગધનાં મહારત્નો 89.
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy