SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ - “આ રહી બેટા. પાસે જ ઊભી છે ને ! આખી રાત ઊંઘ તો બરાબર આવી ને ?” શેઠાણીએ એની પીઠ પર હાથ પસારતાં કહ્યું. અર્ધમીંચેલી આંખે મેતાર્થે માતાની અલકલટ લેવા પ્રયત્ન કર્યો. પણ આ શું ? વિખરાયેલ કેશવાળી અને ચંદ્રના પ્રકાશમાં ચંદ્ર જેવા સૌમ્ય મુખવાળી સ્ત્રીના બદલે તાજા જ્ઞાનશૃંગાર કરેલ, ઊગતા સૂર્યના કેસરવર્ણા ગોળા જેવા મુખવાળી સ્ત્રી ! મેતાર્યની થાકેલી મરણશક્તિએ વિચાર કર્યો : રાતે આવેલી કઈ માં, જેની અલકલટ સાથે મેં મારાં પોપચાં ઘસ્યાં હતાં ને આ મમતાભર્યા મુખવાળી માતા કઈ ? શું ખુદ દિવસ અને રાત તો માતા બનીને નથી આવ્યાં ? અથવા માતા જ એવાં જૂજવાં બે રૂપ તો નથી ધરતી ને ? મેતાર્યના તન સાથે મન પણ અશક્ત હતું. એ ફરીથી તંદ્રામાં પડ્યો. થોડીવારે એણે પુનઃ ઉચ્ચાર કર્યો : મા !” આ રહી બેટા !" શેઠાણીએ મેતાર્યના લલાટે ધીરેથી હાથ ફેરવ્યો. ઉષાની મૃદુ આભા બારી વાટે ઘરમાં પ્રસરી રહી હતી. એક ખૂણે ઊંઘવાના બહાને સોડિયું વાળીને પડેલી વિરૂપા શું ખરેખર ઊંઘતી હતી ? ના રે ના ! એ ઘેલી રડી રહી હતી. પણ ૨ડનારાઓને રડતાં રાખી, હસનારાઓ સાથે હસતો સૂર્યનો ગોળો ક્ષિતિજ માંથી બહાર આવતો હતો અને પોતાનાં પ્રખર કિરણોથી પૃથ્વીની વિશાળ પીઠ પર તેજ સંધાન કરતો હતો. મગધનાં મહારત્નો. ૨ડતી રડતી નિદ્રાના ખોળે પોઢી ગયેલી વિરૂપા જાગી ત્યારે એના ઘરની આસપાસ મોટો કોલાહલ થઈ રહ્યો હતો. શેરીઓ અને રસ્તાઓ ઝડપથી ને ચીવટથી સાફ થઈ રહ્યા હતા. ચારે તરફ જળનો છંટકાવ થઈ રહ્યો હતો. ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ રહી હતી, ને ઝરૂખે ઝરૂખે આસોપાલવના તોરણો બંધાઈ રહ્યાં હતાં. પ્રજાજનો હરતાંફરતાં ખૂબ શોર મચાવી રહ્યાં હતાં. ઘોડેસવાર સમાચાર લાવ્યો હતો કે મહારાજ બિસ્મિસાર વૈશાલીપતિ ચેટકની રૂપસુંદર પુત્રી સુજ્યેષ્ઠાનું હરણ કરીને આવી રહ્યા છે. નગરથી થોડે દૂર છે. એક પ્રહર પૂરો થતાં તેઓ આ તરફ આવવા રવાના થશે. ક્ષત્રિય રાજા એ કે રાજ કુમારીનું હરણ કરે, અને તેમાં પણ બધા રાજવીઓ વચ્ચે સંસ્કાર ને ધર્મપરાયણતાનો ફાંકો રાખનાર વૈશાલી ગણતંત્રના રાજવીની પુત્રીનું હરણ કરે : એ તો પ્રજાને પોરસ ચડાવે તેવો પ્રસંગ ! બે દિવસ પહેલાંનો દુ:ખદ લૂંટફાટનો પ્રસંગ ભૂલી પ્રજા તો પોતાના આવા નરવીર ને પરાક્રમી રાજવીનાં સન્માન કરવા ઘેલી બની ઊઠી. ઘર, ગવાક્ષો, ઝરૂખાઓ શણગારાવા માંડ્યા હતા. મોતીના સાથિયા અને રંગોળી પુરાવી શરૂ થઈ. આજે તો રાજાએ મગધના નામનો ડંકો દેશમાં વગાડ્યો હતો. ચૌટે ને ચકલે પુરજનો એકઠાં મળી કંઈ કંઈ વાર્તાવિનોદ કરવા લાગ્યાં હતાં. અલ્યા, આ કુમારી તો જ્ઞાતપુત્ર મહાવીરની ઉપાસિકા છે. હવે એનો ધરમ ને બરમ પાણીમાં !” એ કે હસતાં કહ્યું. ઠીક નાક કાપ્યું. રાજા ચેટક તો કોઈને ગણકારતો જ નહોતો. પોતાની પાસે જાણે બધા રાજા તણખલાં ! અલ્યા, એ અહિંસાધર્મનો ઉપાસક લડવા બહાર નીકળ્યો હશે કે ?” 80 D સંસારસેતુ
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy