SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ માટે માગણી કરતું, તો કોઈ મેતાર્યને જીતેલો જણાવતું. તો કોઈ મહાઅમાત્યને ! દેહ પરનો પ્રસ્વેદ લૂછતો જુવાન મેતાર્ય આગળ આવ્યો ને નમ્રતાપૂર્વ બોલ્યો : મહારાજ , શરત તો મહામંત્રી જીત્યા છે. મારી જીતમાં કલંક છે. મેં તો એક વાર ઠોકર ખાધી.” મહાઅમાત્ય તરત આગળ આવ્યા ને બોલ્યા : “ના, ના, પિતાજી ! જીત તો મેતાર્યથી જ ગણાય. ઠોકર ખાવા છતાં એણે મને આગળ જવા જ ન દીધો ! હોડનું પારિતોષિક કુમાર મેતાર્યને જ ઘટે !” મંત્રીરાજ ! અહીં તમારો ન્યાય નહીં ચાલે !'' મેતાર્થે મહામંત્રીને બોલતા અટકાવી કહ્યું : “મહારાજ પાસે હું અને તમે વાદી-પ્રતિવાદી રૂપે ખડા છીએ. ને ન્યાય આપવાનો અધિકાર આજે તમને નથી, મહારાજ મગધેશ્વરને જ ન્યાય આપવા દો !'' મહારાજ બંને કુમારોની નિખાલસતા જોઈ ગદ્ગદિત થઈ ગયા. તેમણે કહ્યું : શાન્ત થાઓ, યુવાનો ! હું જ ન્યાય તોળીશ, આ વિજય તમારો નહિ, પણ મારો છે, મગધનો છે, મગધની વીર પ્રજાનો છે. જેના રાજ્યમાં સ્વયં પુરુષાર્થ કરી વિજય વરી, વિજયમાળા બીજાને પહેરાવનાર નિષ્કામ મહારથીઓ અસ્તિત્વ ધરાવે છે. એ રાજ્યનો સૂર્ય અવશ્ય મધ્યાહ્ન છે. સર્વ વિષયોમાં તેનો વિજય છે. હું ઇનામ મહાશ્રેષ્ઠી ધનદત્તના પુત્ર કુમાર મેતાર્યનો !” “અને બીજો ?” અરે, એટલુંય જાણતા નથી ? કેસૂડાનાં પુષ્પ સરખો પેલો ઊઘડતા રક્તવર્ણનો અશ્વ તે જ અહિચ્છત્ર ! રાજગૃહીના મહાઅમાત્ય અભય-કુમારનો !” અરે, આ તે કંઈ શરત કહેવાય ? એક તો ઊગતો જુવાન અને બીજો પુખ્ત યુવાન : બે વચ્ચે કાંઈ હરીફાઈ શોભે !'' બેસો, બેસો, શાસ્ત્રમાં કહ્યું નથી કે ‘ગુણિપુ ન ચ લિંગ ના ચ વય:' જાત કે જુવાની આવે ટાણે જોવાતી નથી, સિત્તેર વર્ષના વૃદ્ધો પણ આ શરતમાં ઊતરે છે.” આવી આવી મનમાની ચર્ચાઓ કરતાં પુરજનોનાં નયનો તીવ્રવેગે આવતા બે અશ્વોની ગતિ પર જ સ્થિર બન્યાં હતાં. “અરરર... ગયો, બસ ગયો !'' બધેથી અરેરાટીનો ઉચ્ચાર થયો, શ્વતમયૂરને ઠોકર લાગી, ઉપરનો અશ્વારોહી લથડ્યો ને આખા જનસમૂહમાંથી લાગણીભર્યો ઉપરનો શબ્દ નીકળી પડ્યો. - “હાય, મારો લાલ !” એક ખૂણે ઊભી રહી, તરસ્યાં નયનોએ નીરખી રહેલી વિરૂપા ધડામ કરતી ધરણી પર ઢળી પડી. ભયમાં ફાટી રહેલા એના ડોળા ચારે તરફ ઘુમવા લાગ્યા. એ તરત અવાચક બની ગઈ. એક તરફ શરતની પૂર્ણાહુતિની રસાકસીભરેલી ક્ષણો, બીજી તરફ વિરૂપાની ઓ હાલતે ! ધન્ય ધન્ય મિત્રાર્યને !” મેદનીમાંથી પ્રશંસાના શબ્દો ગાજ્યા. જનતા એકદમ હર્ષાવેશથી ગર્જી ઊઠી, ઠોકર ખાધેલ અશ્વ પરથી ગબડેલો મેતાજ અત્યંત કુશળતાથી વાંદરીના બચ્ચાની જેમ અશ્વના પેટને વળગી રહ્યો ને પુનઃ એક છલાંગે પીઠ પર આરૂઢ થઈ ગયો. માનભંગ થયેલા સવારે અને આજે હવે તો પ્રાણાર્પણની બાજી લગાવી હતી. છતાંય સંકેતસ્થાન પર શ્વેતમયૂર અને અહિચ્છત્ર એક જ સાથે પહોંચી શક્યા, એક નહિ પણ બે જણા સર્વશ્રેષ્ઠ નીવડ્યા. મહારાજ બિમ્બિસાર સ્વસ્થાનેથી ઊઠી હર્ષપૂર્વક બંનેના સ્વાગત માટે આગળ ધસી આવ્યા. ધન્ય છે ! તમને બંનેને. જયવાદ ઘટે છે.” હોડનો નિર્ણય બાકી છે. વિજય એકનો જ હોય, અને એ રીતે પારિતોષિક પણ એકને જ મળે.* મેદનીમાંથી જુદી જુદી જાતના અવાજો આવી રહ્યા હતા. કોઈ પુનઃ શરતને 58 D સંસારસેતુ અને મહારાજે ભાવાવેશમાં મહાઅમાત્ય અભય અને કુમાર મેતાર્યને છાતીસરસા ચાંપી દીધા, પાછળ રહી ગયેલા અશ્વરોહીઓ ધીરે ધીરે સંતસ્થાન પર આવી ગયા હતા. મહારાજ બિમ્બિયારે સભાને ઉદ્દેશીને કહ્યું : “મગધની આશા સમા નવજુવાનો ! સાચા પુરુષાર્થનો કદી પરાજય નથી. એ તો ભાવિ મહાન વિજયની પ્રાથમિક ભૂમિકા છે. કર્મશીલ યોદ્ધાનો પરાજય થતો જ નથી. મગધને એવા યોદ્ધાઓની જરૂર છે. આજે જીતેલા કે હારેલા : તમામ યોદ્ધાઓને હું પારિતોષિકથી નવાજીશ. તમારી અધૂરી રમેલી રમતો ખુશીથી ને ઉત્સાહિત સમાપ્ત કરો !” મહારાજના આ શબ્દોને માનવમેદનીએ હર્ષના પ્રચંડ નિનાદથી વધાવી લીધા. નિરાશ થયેલા યુવાનો પુનઃ કીડાક્ષેત્ર પર આવીને સજજ થઈ રહ્યા. આ પછી શરતોનો પ્રારંભ થયો. વિવિધ જાતની શરતો હતી. એકમાં અશ્વોને ગોળ કુંડાળે નાખી દોડાવવાના હતા. બીજીમાં સળગતી ખાઈઓ પરથી અશ્વોને કુદાવી ચાલ્યા જવાનું હતું. ત્રીજીમાં દોડતા અશ્વ પર ખેડા હંજારમાં એક n 59
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy