SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ન હતો. એ બિચારીની સ્થિતિ તો પેલી પરભૂતિકાના જેવી થઈ હતી : પોતાના સંતાનને એ પારકી માતાના માળામાં હોંશે હોંશે મુકી આવી હતી. એ માનતી હતી કે વખત જતાં વાત ભુલાઈ જશે ને કાળનાં વહેણે વહેતાં રહેશે, પણ દીકરીનું મૃત્યુ થતાં એ વાત બમણા વેગથી સાંભરવા લાગી, મનને સતાવવા લાગી. આજ સવારથી એ બેચેન હતી. પાછું મનદુઃખ જાગ્યું હતું. પારકા માળામાં મૂકેલું પોતાનું સંતાન કેવું હશે ? એ માતંગનું મોં લઈને આવ્યું હશે કે પોતાની આકૃતિ લઈને ? એનાં નેત્રો માતંગ જેવાં સહેજ ભૂરાં હશે, કે પોતાનાં જેવાં આસમાની ? અને એની નાસિકા કેવી હશે ભલા ? વિરૂપા કલ્પનાની સૃષ્ટિમાં સરવા લાગી. ભલે માતંગ દેખાવડો રહ્યો, પણ મદમાં સદા ફાટી રહેતી એની નાસિકા મારા બાળકને નહિ શોભે. એને તો નાની એવી સુરેખ નાસિકા જ હશે. પહેલાં એક વાર બંનેને એકાંતમાં ચડસાચડસી થયેલી : “માતંગ કહે કે, બાળક મારા જેવું થશે, વિરૂપા કહે, મારા જેવું.” અને સ્મૃતિવિહારે ચઢેલી વિરૂપાની કલ્પના-નજર સમક્ષ નાના નાજુક હાથપગ ઉછાળતું, કોમળ કિસલય જેવું બાળક ખિલખિલાટ કરતું દેખાયું. પછી તો એ જાણે મનોમન બોલી ઊઠી : બરાબર મારા જેવું જ ! ચાલ, માતંગને બતાવું ! ને વિરૂપા એકદમ આવેગમાં ઊભી થઈ ગઈ. પણ આ શું ? પોતાને ઘેલછા તો નથી ઊપડી ને ? બીજી જ પળે એ સાવધ થઈ ગઈ. લાંબા હાથ એણે વક્ષસ્થળ પર સખત રીતે દાબી દીધા અને ચિત્તની શક્તિ માટે એક ભજન ગાતી ગાતી એ કામે લાગી : ભૂલ્યો મનભમરા, તું ક્યાં ભમ્યો ? ભમિયો દિવસ ને રાત; માયાનો બાંધ્યો પ્રાણિયો, ભમે પરિમલ જાત. કોનાં છોરું, કોનાં વાછરું કોનાં માય ને બાપ; અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ. સવારની મીઠી પવનલહેરો પર સવાર થઈને આ કંઠસ્વર વહેતો ચાલ્યો. મૂળથી જ મીઠો સ્વર, એમાં વેદનાના-વૈરાગ્યના ઝંકાર ઉમેરાયા; પછી તો કોઈ અપૂર્વ રસની ખરલમાં ઘૂંટાઈ ઘંટાઈને આવતા હોય એવા દર્દભર્યા, રસભર્યા એ સ્વરો બની ગયા. લોકપરિચય સાધી રહેલા શ્રમણોએ દીનહીન લોકોને શાસ્ત્રોનાં 24 [ સંસારસેતુ ગૂઢાર્થવાળાં સૂક્તો ને ઋચાઓને બદલે પ્રાકૃત ભાષા (તે કાળની લોકભાષા)નાં પદો શિખવાડ્યાં હતાં. એમાંના એક પદનો સાર આજે વિરૂપાને મદદ કરતો લાગ્યો. એની બહાવરી દશા ઓછી થતી ચાલી. ધમણ ધખંતી રે રહે ગઈ, બુઝ ગઈ લાલ અંગાર; એરણ કો ઠબકો મચ્યો, ઊઠ ચાલ્યો રે લુહાર !” ‘ભૂલ્યો રે મનભમરા.” આ શબ્દોએ વિરૂપાને ઠીક શાન્તિ આપી. એ પંક્તિ એ પુનઃ પુનઃ બેવડાવવા લાગી. આમ ને આમ કેટલીય પળો વીતી ગઈ હશે. અચાનક કોઈએ એને બોલાવી : વિરૂપા !” ધનદત્ત શેઠની દાસી ઊભી ઊભી બોલાવી રહી હતી. કોણ, નંદા ?** હા, હા, હું નંદા ! વિરૂપા, હવે તો તું કોયલ થઈને ઊડી જવાની લાગે છે. ગાવામાં એવી તો મગ્ન થઈ ગઈ હતી કે મેં ચાર વાર બોલાવી તોય તે ન સાંભળ્યું. જોજે પેલા માતંગને ન રખડાવતી !” નંદા, મશ્કરી શું કામ કરે છે ? કેમ આવી હતી, બેન ?” વિરૂપાએ મીઠાશથી કહ્યું. બા બોલાવે છે. ત્યાં તો તારા નામની માળા જપાય છે અને અહીં તો તને કશી સુઘ જ નથી ! બાળકના પ્રથમ દિવસના જાતકર્મ-સંસ્કાર વિશે તો તું જાણે જ છે; તને ત્યારે બોલાવાય એમ હતું જ નહિ. બીજે દિવસે જાગરણ-ઉત્સવ અને ત્રીજે દિવસે સૂર્યચંદ્રદર્શન પણ બરાબર પતી ગયાં. બાળકની શી ક્રાન્તિ ! ધનદત્ત શેઠ તો પુત્રની ક્રાંતિ જોઈ ઘેલા ઘેલા બની ગયા છે. તેઓ રાજ કુમારોના જેવા બધા સંસ્કારો ઊજવવાના છે.” એમ કે ? વાહ રે નસીબ !” “પાછી ગાંડી ગાંડી વાત કરવા માંડી છે ? વિરૂપા, ત્રીજા દિવસથી એક સપ્તાહ સુધી તો સંગીત, નૃત્ય, વાજિંત્ર, ખેલ, નાટક વગેરે ચાલ્યાં. આખું અઠવાડિયું જાણે સ્વર્ગીય આનંદનું વીત્યું. શેઠે રાજાજીને પોતાને આંગણે તેડ્યા; પોતાની તમામ દુકાને તોલમાપ વધારી દીધાં; મોતી, મણિ, કનક, હિરણ્ય ને પશુ દાનમાં દીધાં ! શેઠે તો બાળક માટે દેશદેશની ધાત્રીઓ બોલાવી છે : કોઈ બર્બર દેશની છે, કોઈ દ્વિમિલની છે, કોઈ સિંહલ, અરબ ને પુલિંદની છે; શબર ને પારસ દેશની પણ આવી છે. કાળજાની કોર જેવા બાળકના જતન માટે ચાર ધાત્રીઓ રાખવાના છે !” પરભૂતિકા D 25
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy