SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તલમાં - હત્યામાં તો ધરમ ક્યાં ભાળ્યો ?” બેસ, બેસ, ડાહ્યા ! વળી બે વર્ષ પહેલાં તું જ વાત નહોતો લાવ્યો કે મા - - શક્તિને સાત છગાલ ચઢાવીએ તો સાત દીકરા થાય ? અને મેં જ તને ઊધડો નહોતો લીધો ! અલ્યા, બધી સ્ત્રીઓને તમે સરખી શી રીતે માની લીધી ? પાંચે આંગળીઓ સરખી હોય ખરી ?” સરખી નહિ તો બીજું શું ? કાગડા જ્યાં જુઓ ત્યાં કાળા ને કાળા. જેવી એ તેવી તું ! જેવી તું તેવી તારી મા !'' માતંગ વિરૂપાને લક્ષ કરી પેલા બાળકની માતા પર ઊપજેલો ગુસ્સો ઠાલવતો હતો. જોજે અલ્યા, મારી માનું નામ લીધું છે તો સળગતું છાણું જ મારીશ.” બે ઘડી પહેલાં પ્રેમથી વાતો કરતાં ધણીધણિયાણી લડી પડ્યાં. બન્નેએ એકબીજાની સાતસાત પેઢીઓ યાદ કરી એમને કંઈ કંઈ ભલીબૂરી સંભળાવી દીધી. આ વાતનો અંત ક્યારે આવત એની કોઈ સીમા દેખાતી નહોતી. આખરે વિરૂપા રડી પડી અને વિરૂપાના સુંદર કપોલ પ્રદેશ પરથી સરતાં આંસુઓએ આ કલહને ઠારી દીધો. હૈં, આ તું શું કહે છે ?” વિરૂપાના દિલમાં ફાળ પડી. એને લાગ્યું કે સવારમાં ધનદત્ત શેઠનાં પત્ની સાથે થયેલી વાતચીત માતંગ જાણી ગયો લાગે છે. એના મોં પર રતાશ તરી આવી, એનું પારેવા જેવું ભોળું દિલ ઉતાવળે ધડકવા લાગ્યું. પણ એક ક્ષણમાં એ સાવધ થઈ ગઈ. માતંગ નવી ખબર આપવાના હર્ષાવેશમાં આગળ બોલતો હતો. વીરુ, તને જાણીને આશ્ચર્ય થશે કે એક માતાએ પોતાના પુત્રને બલિ આપવા વેચ્યો, અને તે પણ થોડીઘણી સોનામહોરો માટે !” “સોનામહોરો લીધી ?” વિરૂપાને ખાતરી થઈ ગઈ કે વાતનું લક્ષ બીજું જ હતું. હા હા, સોનામહોરો લીધી !" પછી શું થયું ?” “શું થાય ? એનો ભોગ દેવાવાનો હતો. હતો તો બ્રાહ્મણનો દીકરો, નામ અમર, પણ ભલા બાળકને કોઈએ નવકારમંત્ર શીખવેલો.” નવકારમંત્ર કે ? અલ્યા, એની પાસે તો બીજા બધા મંત્ર પાણી ભરે, હોં કે !” બહુ પંડિતા ખરી ને, એટલે તું બધું જાણે ! એ બધીય આપણી તો રિદ્ધિ ! એમ કુડું ન બોલીએ, એના ભલા પ્રતાપ કે પાંચ જણ આપણું ઘર પૂછતા આવે.” હાં હાં, અલ્યા પછી થયું શું ?” વિરૂપા માતંગના ડોલતી શ્રદ્ધાવાળા દિલને પિછાનતી હતી. એણે વાત બદલી નાખી. થાય શું ? રાજાજી ચિત્રશાળા ચણાવતા હતા. દરવાજો કોઈ રીતે ઊભો ન થાય, વારે વારે ઊભો કરે અને વારે વારે પડી જાય. બધા મૂંઝવણમાં પડી ગયો. આખરે કોઈએ કહ્યું કે એમાં બત્રીસલક્ષણો બાળ હોમો ! રાજાના સેવકોએ તો ઢંઢેરો પિટાવ્યો, અને મોં માગી સોનામહોરો આપી છોકરાને શોધી લાવ્યા. શું છોકરાનું રૂપ ! શી એની કાન્તિ ! પહેલાં તો એણે છૂટવા ઘણાં ફાંફાં માર્યો, પણ જમદૂતના હાથમાંથી છુટાય તો એ લોકોના હાથમાંથી છુટાય ! બાળકને કોઈએ નવકારમંત્ર શીખવેલો. આખરે એ મંત્રનો એણે જાપ કર્યો. એ જાપથી એક ચમત્કાર થયો. બધા થંભી ગયા. છેવટે બાળકને મુક્ત કર્યો, ત્યારે જ બીજાનો છૂટકો થયો. બાળક તો સંસારની વિચિત્રતા અને સ્વાર્થપરાયણતા વિચારી મુનિવેશ ગ્રહી ચાલી નીકળ્યો.” “ધન્ય, ધન્ય ! અનેક નમસ્કાર હજો એ મંત્રને !” “અને અનેક વાર નમસ્કાર હજો આ બૈરીઓની જાતને, જેને પેટની ઓલાદ કતલ કરવા આપતાં જરાય દયા કે શરમ ન આવી ! અને વળી એ તો કહેતી હતી કે આમાં તો ધરમ સમાયો છે : યજ્ઞમાં હોમાવાથી બાળકને સ્વર્ગ મળશે ? અરે, 12 D સંસારસેતુ ભવનાં દુઃખિયારાં 13
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy