SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 22 ગર્ગ અને કાળા મથુરાનો કેડો નિર્ભય બન્યો હતો. અને યાદવોની પોઠો દ્વારકાથી મથુરા સુધી નિષ્ક્રિશ્ચતપણે વહેવા લાગી હતી. ધીમે ધીમે બધા યાદવો આ માર્ગે પોતાની માલમત્તા લઈને મથુરાથી દ્વારકામાં આવી વસ્યા હતા. મૂળ તો એ માર્ગ લોહિયાળ હતો; અને માનવીનું તો શું, પશુપંખીનું ભ્રમણ પણ ત્યાં શક્ય નહોતું રહ્યું. યાદવમાત્રને મચ્છરની જેમ મસળી નાખનાર ગુરુ ગર્ગાચાર્ય અને એમણે યવનરાજની સ્ત્રીથઈ ઉત્પન્ન કરેલ પુત્ર કાલયવન એમનો મારગ રોકીને અને એમનો કાળ બનીને ત્યાં ખડા હતા. અને યાદવ તો શું, યાદવ નામનું પંખી પણે ત્યાંથી આગળ પ્રવેશ પામી શકતું નહિ ! તો પછી આ કેડા નિર્ભય કેમ બન્યા ? આ બધું કેવી રીતે બન્યું ? બધાને મન એ એક કોયડો હતો. દ્વારકાથી મથુરાના માર્ગે જતા જાણકાર પ્રવાસીઓ જરાક નવરા પડતા કે એ વાત છેડી યુદ્ધ છેડાઈ ગયું, અને રણહાકથી આકાશ ધણધણી રહ્યું. દાનવો ભારે બળવાન હતા, અને દેવો ગમે તેવા બળવાન તોય સુકોમળ હતા. એમણે પૃથ્વી પરથી રાજા મુચકુંદને પોતાની મદદે બોલાવ્યો. મુચકુંદે જ બૂર યુદ્ધ આપ્યું. દાનવો પરાજિત થયા. દેવોએ રાજાને કહ્યું, ‘તમે અમને મદદ કરી છે, તેથી અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ. મોક્ષ સિવાય તમારે જે માગવું હોય તે માગો.’ મુચકુંદે કહ્યું, “મોક્ષ કાં નહિ ?” - દેવોએ જવાબ આપ્યો, “મોક્ષ માટે તો અમે પણ ઝંખીએ છીએ. જે અમને ન મળ્યું હોય, એનું વરદાન અમે તમને કઈ રીતે આપી શકીએ ?' મુચકુંદે આ વખતે પૃથ્વી પરથી પોતાના રાજ્યના સમાચાર મંગાવ્યા. સમાચાર ઘણા ખરાબ હતા. એની ગેરહાજરીનો લાભ લઈને દુશ્મનો ચડી આવ્યા હતા, અને એમણે મુચકુંદના રાજ્ય તથા પરિવારનો નાશ કર્યો હતો. મહાસમર્થને શત્રુ પણ એવા જ મોટા હોય - સંખ્યામાં ને બળમાં ! રાજ્ય તો મહેનત કરતાં કદાચ પાછું મળે, પણ પોતે ગમે તેટલું કરે તોય મરેલો પરિવાર કંઈ જીવતો ન થાય ! એટલે રાજા મુચકુંદને બળ નિરર્થક લાગ્યું. મુચકુંદને તો મોક્ષની જ લગની લાગી. એણે કહ્યું, ‘મોક્ષનો માર્ગ કયો ?” દેવોએ કહ્યું, ‘વિષ્ણુદર્શન.' ‘એ ક્યારે બને ?' ‘વિષ્ણુ અવતાર ધરે ત્યારે.” મુચકુંદ કહે, ‘તો હું વિષ્ણુદર્શન થાય ત્યાં સુધી પૃથ્વી પરની કોઈ સુંદર ગુફામાં યોગનિદ્રામાં રહેવા માગું છું. મને હવે રાજ કાજની કોઈ સ્પૃહા નથી. વિષ્ણુદર્શનની ઝંખના સાથે હું ત્યાં નિદ્રા લઈશ. મારો શ્રમ પણ ઊતરશે, અને યથાસમય વિષ્ણુદર્શન પણ લાધશે.” દેવો કહે, ‘તથાસ્તુ.” મુચકુંદ કહે, ‘માત્ર આટલું જ તથાસ્તુ નહિ. એની સાથે બીજી શરત એ પણ રહેશે કે પૃથ્વી પર વેંતિયા રાજાઓ રોજ એક ને એક ધમાલ ચલાવતા હોય છે. જો કોઈ મારી નિદ્રામાં ભંગ કરે, તો એ વખતે મારી આંખ ઊઘડે, એમાં અગ્નિ આવીને વર્સ. જે પહેલો સામે દેખાય તે સ્વાહા ! બળીને ભસ્મ ! આવી વિભૂતિનું વરદાન પણ મને મળવું જોઈએ.' દેવો કહે, ‘એ પણ આપ્યું ! અગ્નિ ખુદ ત્યાં ચોકી કરશે; અને તમારી નિદ્રામાં ગર્ગ અને કાળ 171 બેસતા. આ અભુત બનાવની કહાની કહેનારા અનેક વાતો કહેતા : પણ દ્વારકામથુરાનો એ મારગ નિર્ભય કરવાનું શ્રેય તો ફક્ત શ્રીકૃષ્ણને જ આપતા. શ્રીકૃષ્ણ અશસ્ત્રવિદ્યાના પ્રણેતા લેખાતા, અને આશ્ચર્યની વાત તો એ હતી કે કાલયવન જેવા મહાશત્રુનો એમણે એકલા હાથે અને શસ્ત્રની સહાય વગર જ વિનાશ કર્યો હતો ! જાણ કાર ને ઠરેલા યાદવ સાર્થવાહો આ વાત આદિથી માંડીને કહેતા. વાતે એવી છે કે મથુરા-દ્વારકાનો મારગ રોકીને જેમ કાલયવન બેઠો હતો, એમ એ માર્ગે એક બીજો સમર્થ રાજા પણ પડ્યો હતો. એનું માન મુચકુંદ. મુચકુંદ માંધાતા નામના જગવિજેતા રાજાનો ત્રીજો દીકરો હતો. એ મંત્રતંત્રનો મહાન વેત્તા ને અસ્ત્ર-શસ્ત્રનો પારંગત હતો. એક વાર દેવો અને દાનવોમાં
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy