SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારકાને શું સાગરમાં સંતાડી દેશો ?' ‘હરગિજ નહીં, દ્વારકા અને યાદવોને અશ્રુષ્ણ રાખવા કાળયવનનો સામનો કરવાની જવાબદારી હું મારા શિરે લઉં છું.' શ્રી કૃષ્ણ વચ્ચેથી પ્રશ્ન ઉપાડી લીધો. ‘હું કૃષ્ણને નહીં જવા દઉં.’ માતા દેવકી બોલ્યાં. એ ઘણાં વખતે પુત્રસુખ પામ્યાં હંતાં. માતા ! પુત્રના જીવનને ન જુઓ, એના જ શને જુઓ. તમારો કૃષ્ણ તો કાળને ખાનારો છે !' શ્રીકૃષ્ણે કહ્યું. માતા દેવકી એની મુખમુદ્રા પર નરસિંહનું તેજ નીરખી રહી ! બધાં પાછાં ભેગાં મળીને મિત્ર બનીને મજા કરતાં હોય છે. મનની આ સરળતા, જીવનની આ નિદૉષતા ભલભલા મહારથીનેય દુર્લભ છે, કેટલા યાદવો મથુરાના મહાત્રાસ પણ ભૂલ્યા હશે ? અને કેટલા જરાસંધો યાદવોને નેહની નજરે નીરખતા હશે ? પણ આ બાળકોને છે એમાંનું કંઈ ?' લોકો કહેતા, “નેમ ! તારી વાત જો બધા માને તો તો પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે ! નેમ કહેતો, ‘વ્યર્થ છે સ્વર્ગની માથાકૂટ ! પૃથ્વીને જ સ્વર્ગ બનાવો. સ્વર્ગ એ કંઈ ખાટી જવાની ચીજ નથી; મૂડીને વાપરી ખાવાની જગ્યા છે. પૃથ્વી જ પુરુષાર્થીને જન્મ ને જરાના સંતાપથી મુક્ત કરી શકશે.’ આ બધી ઊંડી વાતો કોઈ સમજી ન શકતું. પણ તેમનો ચહેરો એવો મોહક હતો ને વાણી એવી કામણગારી હતી કે લોકો સમાજની રચના આપોઆપ કરી લેતા. નેમ કહેતો, ‘ઉગ્ર સંહારને ઉગ્ર સ્નેહથી છાવરવો ઘટે. આપનો વૈભવ એ જ દુનિયાની ગરીબી છે. ત્રાજવાનાં પલ્લાં સહુને માટે સરખાં તોળાય છે; એમાં વધઘટ કરનારને માથે દુનિયાનાં ભૂખદુ:ખે અને દરિદ્રતાનો હિસાબ આપવાની જવાબદારી આવી પડે છે !' દ્વારકા થોડા વખતમાં બેનમૂન નગરી બની ગઈ. વન, વ્રજ ને જનપદ રચાઈ ગયાં. સેતુ બંધાઈ ગયા. દુર્ગ તો એવો અજબ થઈ ગયો કે પુરુષો તો શું, સ્ત્રીઓ પણ તેમાં રહીને ભલભલાને પડકાર કરી શકે, ધંધાદારી શ્રેણીઓ, અનુકૂળ શેરીઓ અને શેરીએ શેરીએ ભૂખ્યાંને માટે સદાવ્રત રચાઈ ગયાં. પશુઓ માટે પશુશાળા અને પંખીઓ માટે ઠેર ઠેર પરબડીઓ પણ તૈયાર થઈ ગઈ. યાદવો નગરની રચના કરીને નિવૃત્ત થયા કે તેઓએ પોકાર કર્યો, “અમારાં હિરણ્ય ને વ્રજ હેજી મથુરામાં છે, એ લાવવાં છે, પણ વચ્ચે યાદવોનો શત્રુ કાળયવન બેઠો છે.’ ‘કાળયવન સાથે યાદવો યુદ્ધ કરીને પોતાનો હિસાબ પતાવી લે.’ પ્રજામાંથી પોકાર આવ્યો. ‘કાળયવનને પછાડવાની યાદવોમાં શક્તિ નથી. એની પાછળ તેત્રીસ અયોહિણી સેના સાથે જરાસંધ ઊભો છે.' બલરામે કહ્યું. “શું યાદવો નિર્બળ છે ?” કેટલાક યાદવોએ પડકાર કર્યો. ‘લાખેણા યાદવોને હું નિરર્થક હણાવી નાખવા માગતો નથી.' બલરામે કહ્યું. કાલે કાલયવન અહીં આવીને ઊભો રહેશે તો શું કરશો ? તમારી સોનાની 168 1 પ્રેમાવતાર નગરી દ્વારકા 1 19
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy