SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ હતી, પછી કેવી રીતે નાસી ગયો ?” બલરામે આશ્ચર્યથી પૂછવું. ‘તમારી આંખ સામેથી જ એ ગયા ' દૂતે કહ્યું. મારી આંખ સામેથી ?” બલરામે આશ્ચર્ય વ્યક્ત કર્યું. એમના માન્યામાં આવતું નહોતું. | ‘હા, તમારી આંખમાં ધૂળ નાખીને !” | ‘મારી આંખમાં ધૂળ નાખીને ?' બલરામે સામે એ જ શબ્દો બેવડાવ્યા. રે, પોતાની આંખમાં ધૂળ નાખીને દુશમન પોતાની આંખ સામેથી ચાલ્યો જાય, તો તો પોતાની ચતુરાઈમાં પણ ધૂળ જ પડે ને ! ચાલાક છે રે દૂત ! ખોટી વાત કરે છે તું ! સંતાઈને-લપાઈને મોતથી ધ્રુજતો તારો રાજા આટલામાં જ બેઠો હશે . બોલ, નહિ તો આ મારું હળ તારા જીવનો તોલ હમણાં કરી દેશે.’ બલરામે કહ્યું , ‘મરવું એ જરાસંધી સેના માટે કોઈ ભયંકર વાત નથી, યાસી ક્યાસી રાજાઓને બાવડે ઝાલી-બંદીવાન બનાવીને કાષ્ટપિજ રમાં પૂરનાર ચક્રવર્તીની સેના અને સેનાના કર્મચારીઓ મોતથી ડરનારા ન હોય !' બલરામ મનમાં હતાશા અનુભવી રહ્યા , ભાતે ચઢયા છે કે નહિ, એ તપાસવા તમામ ભાત ચાંપી જોવાના હોતા નથી, બેચાર દાણાને તપાસવા જ પૂરતા ગણાય. જરાસંધી યોદ્ધાઓના દિલના ખમીરને એ મનમાં ને મનમાં અભિનંદન આપી રહ્યા. એને નમાવવો એટલે ગજવેલને નમાવવા બરોબર કાર્ય લાગ્યું ! | ‘બલરામ ! મેં તમને પિછાણી લીધા. મારી એક વાત સાંભળી લો. તમારાં ત્રણ તીર ખાધેલો કદી જીવી ન શકે, જીવે તોય યુદ્ધ ન લડી શકે, જરાસંધી યોદ્ધા યુદ્ધ વિનાના જીવનને મૃત્યુ લેખે છે. યુદ્ધના વાતાવરણમાં જ અમે જીવીએ છીએ. જુવાનીમાં આવ્યા પછી એકેય વરસ એવું વીત્યું નહીં હોય કે જ્યારે એકાદ યુદ્ધ અમે ખેલ્યું નહિ હોય !' ‘એટલે જ શાન્તિના, સૌમ્યતાના બધા છોડ તમે ઠીંગરાવી નાખ્યા છે. અમે યુદ્ધ નથી માગતા, શાંતિ માગીએ છીએ.” બલરામને દૂત વાત કરવા જેવો લાગ્યો. ‘શાંતિ માગનારા યુદ્ધ નોતરે છે. યુદ્ધને નોતરું દેનારા શાંતિ આણએ છે. દુનિયાનો ક્રમ પણ કોઈ અજબ છે !' દૂતે કહ્યું. અમે યુદ્ધને ખતમ કરશું.” બલરામે કહ્યું. ‘તમે ખતમ થશો, યુદ્ધ ખતમ નહિ થાય. એ માનવ-સ્વભાવ છે. જેમ ઝેરને મારવા ઝેર જોઈએ, એમ યુદ્ધને થંભાવવા યુદ્ધ જોઈએ.’ દૂત પણ ખીલ્યો હતો. એ અશક્ત થતો જતો હતો, પણ એની તેને ચિંતા નહોતી. ‘રે દૂત ! અત્યારે આપણે એની ચર્ચા નથી કરવી; પણ કોઈક વાર અમારા નાના ભાઈ નેમને મળજે; એની શિયા વૈરોટયાને મળજે ! એણે નાગોને નિર્દેશ કર્યા છે !” ‘મ કોણ ? રાજા સમુદ્રવિજયનો પુત્ર ને ? મહારાજ જરાસંધની દાઢમાં છે. સમુદ્રવિજય કાષ્ઠપિંજરનો નજીકનો જ અતિથિ છે !' દૂત સંપૂર્ણ આત્મવિશ્વાસથી વાત કરતો હતો. ‘છવાસી રાજાઓનાં પિંજરની બાજુ માં સત્યાસીમું પિંજર તૈયાર થઈ ગયું છે. સોનાનું કર્યું છે.' બલરામ યુદ્ધ, વેર, પ્રતિશોધ બધું ભૂલી ગયા ને દૂતની વાતોમાં રસ લઈ રહ્યા. અજબ ગજબ એની વાતો હતી; સાંભળવા ન ચાહીએ, તોય સાંભળવી ગમે તેવી હતી. ‘સોનાનું શા માટે ?” બલરામે પ્રશ્ન કર્યો. અમને પણ આશ્ચર્ય થયું હતું, પણ મહારાજ નાં પુત્રી અને શહીદ બનેલા મહારાજ કંસદેવનાં પત્ની મહારાણી જીવયશાની આજ્ઞાથી એ સોનાનું બન્યું છે.” દૂતે ખુલાસો કર્યો. ‘જીવયશાએ સોનાનું કરાવ્યું ? રે, કેસની મહાહત્યામાં રાજા સમુદ્રવિજય તો આગેવાન હતા !” ‘મહારાણી એ જાણે છે, પણ કહે છે કે રાજા સમુદ્રવિજયના દીકરા નેમ પર રાણીને ખૂબ પ્યાર છે, એ કહે છે કે આખી દુનિયા દુમને લાગે, પણ એ તો વહાલો લાગે તેવો છે !' ‘સ્ત્રીચરિત્ર અજબ છે, વારુ, હવે જલદી કહે કે જરાસંધ કેવી રીતે મારી પાસેથી છટકી ગયો ? નહિ તો જોયું આ...' ‘હવે એ બહુ બતાવવું છોડી દો, બલરામ ! મોતથી હું તો શું, મગધની સ્ત્રીઓ પણ ડરતી નથી. જો તમને ખુમારી હોય તો મૌન લઈ લઉં છું, લો ઉપાડો તમારું, હળ ને બોલાવો મને !' દૂતના શબ્દો પાછળ જોર હતું. એણે મૌન ધારણ કર્યું. હાથમાં હળ છતાં બલરામ હતપ્રભ થઈ ગયા. આ તરફ ચારેબાજુ કોલાહલ વધતો જતો હતો, ને શિબિરોના ભડકા બુઝાતા જતા હતા. મેઘન પરથી લગભગ જરાસંધના જોદ્ધાઓનું નામોનિશાન મટી ગયું હતું. થોડાંક મડદાં પડ્યાં હતાં; મરેલાં થોડાંક પશુઓનાં શબ વિખરાયેલાં પડ્યાં હતાં. મણિબંધ B 85
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy