SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગોકુળ-વૃંદાવનનાં માંકડાંએ ભલભલા મદનાં પાણી ઉતારી નાખ્યાં ! બલરામની ઉત્તેજના અપાર હતી. એ જેટલા શાંત હતા એટલા ક્રોધી હતા. એક વાર ગરમ થયા પછી એને નરમ થતાં વાર લાગતી અને નરમ થયા પછી ગરમ થતાં વિલંબ થતો. એ હળ લઈને આ છેડાથી પેલા છેડા સુધી ઘૂમી વળ્યા. રસ્તામાં જે આવ્યું એનો સંહાર કરી નાખ્યો, ઝાડ, તંબૂ, જાનવર કે માણસ એમના સંહારમાંથી કોઈ ન બચ્યું ! આખરે એમણે અંધારામાં છુપાતો એક માણસ જોયો. એમણે ધાર્યું કે એ જ રાજા જરાસંધ હોવો જોઈએ અને એ એકલા એની પાછળ દોડ્યા. ખભે ધનુષબાણ તો હતાં જ, પણ એને વીંધી નાખવો નહોતો. વીંધી નાખતાં એ જીવથી જાય તો પછી શી મજા ? જરાસંધને તો મથુરાની ભરબજારમાં સાંકળે બાંધીને પગે ચલાવવો હતો ને કહેવાતા શુરવીરોની મશ્કરી કરાવવી હતી. બલરામ દોડવા, મૂઠીઓ વાળીને દોડ્યા, અંધારામાં છુપાતો માણસ પણ જાણે ભેદ પામી ગયો હોય તેમ વધુ અંધકારમાં છુપાવા પ્રયત્ન કરવા લાગ્યો. અંધારામાં એકબીજા આંધળી દોડ કરી રહ્યા. અંધારામાં લપાઈ જવા માગતી વ્યક્તિ પણ સશક્ત લાગતી હતી. એની દોડ પણ હરણાં જેવી હતી. બલરામ વાઘ બનીને પીછો લઈ રહ્યા. વાઘની લહતરસ એમના દિલમાં જાગી હતી. પણ દોડમાં એ ધીરે ધીરે કમજોર થતાં લાગ્યા ને પેલી વ્યક્તિ અંધકારમાં અલોપ થવાની તૈયારીમાં લાગી ! ઘડીકમાં એ એક વ્યક્તિ લાગતી, ઘડીકમાં બે ! આખરે હળ નીચે મૂકી બલરામે ધનુષ્ય-બાણનો સહારો લીધો. તીર વેગથી અંધારી દિશામાં વહી ગયું. કાચું ન રાખવા માટે એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ બાણ એમણે એ દિશામાં વહેતા મૂક્યાં; અને નાસતી વ્યક્તિ એક ચિત્કાર સાથે ભૂમિ પર ઢળી પડી. બલરામે હળ ઊંચું ક્યું ને એ દોડ્યા ! દોડીને એમણે પેલી વ્યક્તિને પકડી લીધી; એના પગમાંથી તીર ખેંચી લઈને પોતાના ઉત્તરીયથી પાટો બાંધી દીધો! લોહી વહેતું થંભી ગયું. પેલો માણસ જરા ચેતનમાં આવ્યો. પછી મશાલના અજવાળે જોયું તો જરાસંધ માલુમ ન પડ્યો, પણ કોઈ અગ્રગણ્ય વ્યક્તિ છે, તેવો ભાસ જરૂર થયો. બલરામે હળ ઊંચું કરી, નેત્રના લાલઘૂમ ડોળા ફેરવતાં કહ્યું, “બોલ, તું કોણ છે ? જરાસંધ ક્યાં છે ?' પેલો માણસ ભયનો માર્યો પળવાર કંઈ બોલી ન શક્યો. 82 D પ્રેમાવતાર બલરામે ફરી રાડ પાડીને કહ્યું, ‘બોલે છે કે આ હળ દઉં ?” હળ ? બાપ રે ! સજીવ મોત ! ચકચકતું એનું ફણું ! એક ઘા ભેગો જમીનદોસ્ત ! એ બોલ્યો, ‘હું મહારાજ જરાસંધનો દૂત છું.' મહારાજ જરાસંધ ક્યાં છે ?' બલરામે પૂછયું. સૈન્યના શિબિરમાં જ હતા.’ દૂતે કહ્યું. ‘એ તો હું પણ જાણું છું, પણ અત્યારે ક્યાં છે ?' “અત્યારે ક્યાં હશે એની મને ખબર નથી.’ જૂઠું બોલે છે કે ? રે દૂત ! સાચું બોલ, નહિ તો તારાં સો વર્ષ પૂરાં થયાં સમજજે !' બલરામનો પિત્તો ગયો. એમનું હળ ઊંચું-નીચું થવા લાગ્યું. ‘જો હમણાં આ પડ્યું તો રામ રમી ક્યા સમજજે !' ‘મને બચાવો. હું સાચી માહિતી આપીશ.' પેલો દૂત બોલ્યો. ‘જલદી કહે.” મહારાજ જરાસંધ શિબિર છોડીને સહીસલામત બીજે પહોંચી ગયા છે.” ‘કાયર રાજા ! લડ્યા વગર પીઠ બતાવીને ભાગી ગયો ?' બલરામે કહ્યું. ‘બલરામ ! તમે ગોવાળના ભેગા રહ્યા છો, એટલે પીઠ શું ને છાતી શું? એની તમને સમજ ન પડે ! આ તો દાવપેચની લડાઈ ! લડાઈનો દીવો જો પોતાનાથી બુઝાવી શકાતો ન હોય તો પતંગ બનીને પડવાથી કંઈ ફાયદો થતો નથી ! એ તો જીવતો નર ભદ્રા પામે.’ દૂતની વાતમાં કડવાશ હતી, પણ સાથેસાથે યુદ્ધ નીતિની શિખામણ પણ હતી. | ‘એક યોદ્ધો હજારો જીવોનો ભોગ આપીને લડાઈ જીતે છે. એક મુસદી ઓછામાં ઓછા ભોગે લડાઈ જીતે છે. યુદ્ધને અને પ્રેમને કોઈ નીતિનિયમ નથી; અને છે તો એના આગવા છે !' દૂતે કહ્યું. એ બલરામ પર પોતાની પ્રતિભાની છાપ પાડવા માગતો હતો. એના ઘામાંથી લોહી ચૂતું હતું, પણ જાણે એની એને પરવા નહોતી. થોડીવારે દૂતે કહ્યું, ‘મહારાજ જરાસંધ શિબિર છોડીને સહીસલામત બીજે પહોંચી ગયા છે. એને શોધવાના તમારા પ્રયાસો નિરર્થક છે.' ‘શિબિરના નાકે તો હું ખડે પગે ચોકી કરતો હતો; એક એકની મેં ખબર રાખી મણિબંધ 2 83
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy