SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શું હવે વેણુના સૂર નહિ સંભળાય ?” બીજી ગોપીએ પૂછયું. ના, હવે અહીં યુદ્ધ ખેલાશે. આ નવાણો લોહીથી ભરાશે. આ ભૂમિ આખી માનવશબોની સ્મશાનભૂમિ બની જશે.’ બલરામે કહ્યું. એમણે આજ અદ્ભુત પરાક્રમ દાખવ્યું હતું. ‘રે ! તો પછી અમને જીવવું નહિ ગમે !' ‘ગમે કે ન ગમે.” શ્રીકૃષ્ણ વચ્ચેથી વાત ઉપાડી લીધી; “જે કર્તવ્ય સામે આવીને ખડું હોય, એને પરિણામની ચિંતા વગર બજાવવું જોઈએ. આપણે હવે યુદ્ધ કાળમાં જીવીએ છીએ. સહુ એને અનુરૂપ તૈયારીઓ કરવા માંડો !' શ્રીકૃષ્ણના શબ્દોથી બધાં ઉત્તેજિત થયાં ને ભાવિ યુદ્ધના વિચારમાં ગૂંથાયાં! મને વચન આપો !. યુદ્ધ !યુદ્ધ અને યુદ્ધ ! આખા પ્રદેશમાં આ શબ્દનો પ્રસાર થઈ રહ્યો. ‘તૈયાર થાઓ યુદ્ધ માટે !' ઠેર ઠેર આ હાકલ ગાજી રહી ! વલોણાં વલોવતી ગોપીઓ નેતરાં અડધે છાંડી વારંવાર બહાર નીકળી પ્રશ્ન કરતી : ‘તો શું હવે રાસ નહિ રમાય ?' યોદ્ધાઓ હસીને કહેતા, ‘હવે તો તલવારની તાળીઓ લેવાશે.” ગોપી પોતાનો પતિ, જે યોદ્ધાના વેશમાં હતો, તેને જરાક ગુસ્સે થઈને કહેતી, ‘હસો છો શું ? આ કંઈ હસવાની વેળા છે ?' યોદ્ધા હસીને સામે પૂછતો, ‘તો શું રડવાની વેળા છે ? અરે ! આજ તો દરેકે પોતાનું કર્તવ્ય બજાવવાનું છે !' ગોપી બોલી, ‘ કર્તવ્ય તે કેવું ? આ ગાયો કપાઈ જશે, આ હરિયાળાં ગૌચરો વેરાન થઈ જશે, આ ઘર ને વસ્તી બધું ભસ્મીભૂત થઈ જશે, અને કર્તવ્ય બજાવ્યાના બદલામાં તમને મળશે શું ?” યોદ્ધો હસીને બોલ્યો, ‘ગાંડી ! કર્તવ્ય એ કર્તવ્ય ! એના ફળનો વિચાર નહિ કરવાનો.” ‘ફળનો વિચાર કર્યા વગર કોઈ આંબો વાવે ખરી, ગાંડા ?” આ પ્રદેશમાં ગોપ કરતાં ગોપી ડાહ્યી લેખાતી. અરે ગાંડી ! તેં આ દીકરાઓને જન્મ આપ્યો ત્યારે વિચાર કર્યો હતો કે એ મને પાળે તો જન્મ આપું અને ન પાળે તો ન આપું ? પૂછી જોયું હતું તારા ગર્ભને? પ્રતિજ્ઞા લેવરાવી હતી પુત્ર પાસે ? ના, ના ! કર્તવ્ય એ કર્તવ્ય સમજવાનું !' ‘રે ! તલવાર તાણતો તાણતો ક્યારનો વળી તત્ત્વજ્ઞાન છાંટતો થઈ ગયો તું! 64 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy