SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શક્યું! શ્રીકૃષ્ણ માંધાતા કંસને હણ્યો. કંસપત્ની જીવયશા બાપ પાસે રાવ ખાવા દોડી ગઈ ! અને ગોપસેના ભારે ગર્વ સાથે ગોકુલ-વૃંદાવનમાં પાછી ફરી. હવે એમને કાલીય નાગનો ડર રહ્યો નહોતો. કાલીય નાગ ગોપલોકોનો રખેવાળ બન્યો હતો. ધરા પર જ્યાંત્યાં ફરીને એ ગોપલોકો અને તેઓની ધેનુઓની રક્ષા કરતો. પણ પરાજયનાં ઝેર ભારે હોય છે. કાલીય નાગની વાત જુદી હતી, પણ બીજાં સ્વતંત્ર નાગકુળ છેલ્લા પરાજય પછી વ્યાકુળ બની ગયાં હતાં અને એમણે યત્રતત્ર ઉપદ્રવ ચાલુ કરી દીધા હતા. કેટલાંય ગામ નાગોના ઉપદ્રવથી ખાલી થઈ ગયાં હતાં. ખૂણેખાંચરે ક્યાંય પણ નાગ અને આર્ય મળ્યા કે જોઈ લો રંગભડી ! બેમાંથી એક ઓછો થયે જ છૂટકો ! એટલે કાલિંદીનો ઝરો નિર્ભય થયો હતો, પણ બીજાં નીરનવાણ ભયવાળાં બની ગયાં હતાં ! ક્યાંક આડોઅવળો પગ દીધો કે ફટકાવ્યો જ સમજો ! અને ડસેલાનું ઝેર ચૂસવાની કળા ફક્ત નાગલોકો પાસે જ હતી ! ગરબડિયા ભાષામાં કંઈક ભણીને પછી તેઓ આમ્રફળ ચૂસતા હોય એમ શાને ચૂસતા. ને ઝેરની પિચકારીઓ પાસેના પાત્રમાં ઠાલવતા ! ડસેલો સાજો થઈ જતો. પેલા પાત્રમાંનું ઝેર સંઘરીને સૂકવાતું; અને એનો રાસાયણિક ઉપયોગ થતો, કેટલાક નાગ આ સૂકવેલી ઝેરની રજનો ઉપયોગ દવામાં પણ કરતા. કેટલાય ભયંકર રોગો એનાથી નાબૂદ થતા. કેટલાય વૃદ્ધો એનાથી જુવાન થતા. પણ આ જ્ઞાન અમુક વર્તુળમાં જ સીમિત હતું. પર્વતો, ઝરણાં, ખીણો, વૃક્ષઘટાઓ ને રેતીનાં રણોમાં એ છુપાયેલું હતું. મધરાતના ઘનઘોર અંધકારમાં એ હતું, ને મધ્યાહ્નની શેકી નાખે તેવી નીરવતામાં એ હતું ! આ માટે આર્યો અંધકારને ભયંકર લેખતા. નીરવતા જોઈને એમનું હૈયું ફાટી જતું ! ધીરે ધીરે એકલા નીકળવું જોખમભરેલું બની ગયું ! આ વખતે નાનો નેમ પ્રીતની ઝોળી લઈને આ બધામાં ફરવા નીકળી પડ્યો. મોટાઓ મોતના ડરથી ઘરખૂણે છુપાઈ ગયા, તો નાના છોકરાઓએ આગેવાની લીધી. જેવા શ્રીકૃષ્ણ વજ દેહી એવો નેમ વજહૃદયી ! એને જાણે પર્વતની બીક નહોતી, ખીણનો ડર નહોતો. ઝરણામાં એ અનિષ્ટ પેખતો ન હતો. એ તો ચકલાને, આમ્રપત્ર પરના કીટને અને વનમાં ફરતી મક્ષિકાને પોતાનાં મિત્ર લેખતો ! એ તો કહેતો કે સવી જીવ કરું શાસનરસી ! પણ રે નેમ તારું શાસન કયું ? નેમ જવાબ દેતો કે પ્રેમશાસન એ જ મારું શાસન, જ્યાં જીવમાત્ર સમાન ! 36 3 પ્રેમાવતાર આવા અલગારી નેમની વાતોને લોકો ઘેલછા સમજતા. એને એક શ્વાસના દુ:ખમાં માનવવેદના જેટલી વેદના જણાતી. ઘણીવાર એ ઘેલો કહેતો : “આ ચાંડાળ, આ શ્વાન, આ વિદ્વાન બધામાં એકસરખો આત્મા વસે છે ! આત્મભાવે ઐક્ય !” આવી વાતો કેમ મનાય ? પણ તેની વાત કરવાની રીત, દરિયાનાં નીલજળ જેવાં નયન ઘુમાવવાની અદા ને એનું સ્વરમાધુર્ય બધાંને વશ કરી રહેતાં. લોકો કહેતાં : “નેમની વાતો અશક્ય લાગે છે, છતાં એ સાંભળવી ગમે એવી છે; અને એ સાચી લાગતી નથી, છતાં એ વાતો સર્વથા જૂઠી છે, એમ હિંમતથી કહી શકાતું નથી.’ નેમ ક્ષત્રિય રાજ કુમાર હતો. શ્રીકૃષ્ણના કાકા ને મહાન ઉપકારી રાજા સમુદ્રવિજયનો એ પુત્ર હતો. ક્ષત્રિયોની જેમ એ સમવયસ્ક મિત્રો સાથે શિકાર નીકળતો. પણ એનો શિકાર જુદી જાતનો હતો. શિકારમાં એની કામગીરી સાવ અનોખી રહેતી. શસ્ત્રોના ટેકારથી બીધેલાં મૃગબાળોને એ ઉઠાવીને એની મા પાસે પહોંચાડતો; પણ ખૂબી તો એ થતી કે જ્યારે એની મા પાસે એ મહામહેનતે પહોંચાડતો ત્યારે બિચારી હરણી વીંધાઈને છેલ્લા શ્વાસ લેતી પડેલી મળતી ! નેમ બચ્ચાને મા પાસે મૂકતો. મરતી મા બચ્ચાને વહાલ કરવા લાગતી. નાનો નેમ શિકારીઓને બોલાવતો ને કહેતો, ‘જુઓ ! સ્નેહ અને સંતાનની બાબતમાં માનવ અને મૃત કેવાં સમાન છે, શું આવા સ્નેહને છે દતાં તમારું હૈયું ભારે થતું નથી?” ‘નમ ! તું ક્ષત્રિય છે. તું કાં ભૂલે છે કે રણમાં મરતાં જેમ ક્ષત્રિયને સંકોચ થતો નથી, એમ આ મૃગબાળને માનવ માટે પ્રાણ અર્પણ કરતાં દુ:ખ થતું નથી થાય છે તો લાગતું નથી !' ‘ભાઈઓ !' નેમ જરાક ગંભીર થઈ ફિલસૂફની જેમ બોલતો, ‘યુદ્ધ તો આપણી સ્વાર્થની બાજી છે. મરીએ તો સ્વર્ગ મળે, સ્વર્ગમાં સુંદરી, સુપેય ને સુખાદ્યો મળે, ને જીવીએ તો સ્વર્ગમાં મળતું બધું - સુંદરી, સુવર્ણ ને સત્તા બધું અહીં ધરતી પર મળે, એ લાર્ભ-લોભે ક્ષત્રિય રણમાં મરે છે. આ મૃગબાળોને એવી કોઈ લાલસા નથી ! એ બિચારાં તમારા સ્વાર્થની આડે ક્યારેય આવતાં નથી. ગોચરોમાં ને વગડામાં હરિયાળાં ઘાસ ચરે છે અને નવાણનાં નીર પીએ છે, છતાં તમે એમની હત્યા કરો છો !' | નેમ ! મૃગ-માંસ તો ક્ષત્રિયનો ખોરાક છે ! મૃગો જીવન-ધારણ પણ એટલા માટે જ કરે છે; અથવા આગળ વધીને કહું તો પ્રકૃતિએ એમને એ માટે જ જન્માવ્યાં આર્યો અને નાગ 1 37.
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy